પિતૃપક્ષ દરમિયાન આ વિશેષ નિયમોનું જરૂર કરો પાલન, નહિ તો તમારા પિતૃ થઇ શકે છે નારાજ.

0
276

એ તો બધા જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો મુજબ પૂર્વજોની આત્માને ખુશ કરવા માટે અને તેમના આત્માને શાંતિ પહોંચાડવા માટે શ્રાદ્ધ પક્ષમાં તર્પણ કરવાનો નિયમ હોય છે. શ્રાદ્ધ પક્ષ શરુ થઇ ગયો છે અને તેવામાં લોકો શ્રાદ્ધપક્ષ દરમિયાન પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરી રહ્યા છે.

પિતૃને ખુશ કરવા માટે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે અને તે દરમિયાન જો તમારાથી કોઈપણ પ્રકારની ભૂલ થઇ જાય તો તેનાથી તમારા પિતૃ નારાજ થઇ શકે છે. આ નિયમોને ધ્યાન બહાર કરવાથી તેની ખરાબ અસર તમારા આખા ઘર વાળાને ભોગવવી પડી શકે છે. એટલા માટે શ્રાદ્ધ કરતી વખતે તેના બધા નિયમોની સાચી જાણકારી હોવી ઘણી જરૂરી છે. તો આવો હવે તમને આ નિયમો વિષે વિસ્તારથી જણાવીએ.

૧. પિતૃપક્ષમાં ક્યારે પણ લોખંડના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે એવું માનવામાં આવે છે કે તેની નકારાત્મક અસર ખાવામાં પડે છે. પિતૃને ખુશ કરવા માટે હંમેશા કાંસા, પિત્તળ કે પિત્તળની થાળીનો જ ઉપયોગ કરવો જોઈએ.

૨. તે ઉપરાંત પિતૃપક્ષમાં શ્રાદ્ધની ક્રિયા કરવા વાળા વ્યક્તિએ પાન ન ખાવું અને શરીર ઉપર તેલ ન લગાવવું જોઈએ.

૩. શ્રાદ્ધપક્ષમાં ક્યારેય કોઈ નવું કામ શરુ ન કરવું જોઈએ અને ન તો કોઈ નવી વસ્તુ ખરીદવી જોઈએ. તે એટલા માટે કેમ કે તે સમયે જયારે તમારે માત્ર પોતાના પિતૃને યાદ કરવા જોઈએ તેના પ્રત્યે શોક વ્યક્ત કરવો જોઈએ.

૪. પિતૃપક્ષના સમયે કુતરા, બિલાડી, કાગડા વગેરે પશુ પક્ષીઓને ભોજન ખવરાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પિતૃ ગઢ તેમાંથી કોઈપણ રૂપ ધારણ કરીને આવે છે. તે ઉપરાંત શ્રાદ્ધપક્ષમાં પિતૃને ભોજન આપ્યા વગર પોતે ખાવાનું ન ખાવું જોઈએ, કેમ કે તેનાથી પિતૃ દોષ લાગે છે.

૫. શ્રાદ્ધપક્ષ દરમિયાન ક્યારેય કોઈ ભિખારી કે જરૂરીયાત વાળાનું અપમાન ન કરો અને ન તો તેને ખાલી હાથે જવા દો. તે એટલા માટે કેમ કે એવું માનવામાં આવે છે કે પિતૃગઢ ઘણી વખત તેનું રૂપ લઈને તમારી સામે આવી જાય છે.

૬. પિતૃપક્ષ દરમિયાન પુરુષોને પંદર દિવસ સુધી પોતાના વાળ કે દાઢી મુછ ન કપાવવા જોઈએ. એવું કરવાથી તમને ધન સંબંધી કોઈપણ સમસ્યા થઇ શકે છે.

૭. શ્રાદ્ધપક્ષમાં પિતૃને ખાવાનું ગૃહિણીઓ દ્વારા બનાવવામાં આવે છે. તેવામાં તેમણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ન તો તે આ ખાવાનું ચાખે અને ન તો તેને ખાય. તે એટલા માટે કેમ કે તેને શ્રાદ્ધ ક્રિયા કરવાનો અધિકાર નથી રહેતો.

૮. પિતૃપક્ષ ઉપર ચતુર્દ્શીને શ્રાદ્ધ ન કરવું જોઈએ. તે એટલા માટે કેમ કે તે દિવસને શુભ નથી માનવામાં આવતો. પરંતુ જે લોકોના મ-રૂ-ત્યુ આ તિથી ઉપર થયું છે, માત્ર તેમના કુટુંબ વાળા જ તે દિવસ કર્મકાંડ કરી શકે છે.

૯. પિતૃપક્ષ દરમિયાન ચણા, મસુર, સરસોનું શાક, સત્તુ, જીરું, મૂળા, કાળું મીઠું, દુધી, કાકડી અને વાસી ભોજનનું સેવન ન કરવું જોઈએ. તે એટલા માટે કેમ કે તેની તાસીર જુદી માનવામાં આવે છે અને તે ખાવાથી પિતૃ નારાજ થઇ શકે છે.

૧૦. પિતૃપક્ષ દરમિયાન ઘરમાં આવેલા મહેમાનને ક્યારે પણ ભોજન કર્યા વગર ન જવા દેવા જોઈએ. તે એટલા માટે કેમ કે તે પણ પિતૃનું રૂપ લઈને આવી શકે છે. તેવામાં તમારે તેને પાણી તો જરૂર પીવરાવવું જોઈએ, તેનાથી તમારા પિતૃ દોષ ખરેખર મટી જશે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.