આ રાશિની છોકરીઓને વિશ્વાસ અપાવવો હોય છે મુશ્કેલ, જો તમારી પાર્ટનર આ રાશિની છે તો થશે મુશ્કેલી.

0
1091

શનિ ગ્રહની અસરને કારણે આ રાશિની છોકરીઓ માટે બીજા પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે, જાણો બીજા નુકશાન વિષે.

કેટલીકવાર કોઈ વ્યક્તિ કે વસ્તુ પર કે કોઈ વાત પર વિશ્વાસ કરવામાં સમય લાગે છે. જલદી વિશ્વાસ કરવો એ પણ યોગ્ય નથી માનવામાં આવતું, પરંતુ તમામ પરિસ્થિતિ અને સંજોગોને જાણ્યા અને સમજ્યા પછી પણ વિશ્વાસ ન કરવો એ પણ ખોટું માનવામાં આવે છે. આ સ્થિતિ છોકરીઓ માટે યોગ્ય માનવામાં આવતી નથી. જે છોકરીઓની રાશિ નીચે જણાવેલી રાશિઓ માંથી કોઈ એક હોય છે તેમણે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.

મેષ – જે છોકરીઓની રાશિ મેષ છે, તેમના સ્વભાવમાં થોડી ઉગ્રતા જોવા મળે છે, આ આદતની અસર તેમના વિચાર અને સમજણ પર પડે છે. મેષ રાશિની છોકરીઓ ક્યારેક મોડેથી સમજે છે. જેના કારણે તેઓ પોતે પણ ચિંતિત રહે છે. ઘણી વખત સામેના લોકો આવી છોકરીઓને સમજી શકતા નથી. મૂડનું યોગ્ય અનુમાન લગાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

તેઓ દરેક બાબતમાં સવાલ જવાબ વધારે કરે છે. ક્યારેક આવા વિષય પર પણ આ લોકો એટલો બધો સમય પસાર કરે છે, જે બહુ ઉપયોગી નથી. આ આદતને કારણે મૂંઝવણની સ્થિતિ પણ રહે છે. જે છોકરીઓનું નામ ચુ, ચે, ચો, લા, લી, લુ, લે, લો, આ અક્ષરોથી શરૂ થાય છે, તેમની રાશિ મેષ હોય છે.

કન્યા – કન્યા રાશિની છોકરીઓ દરેક બાબતમાં વધુ કુશળ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તેમની કુંડળીમાં અશુભ ગ્રહોની સ્થિતિ વધુ હોય તો તેમને વિશ્વાસ કરવામાં મુશ્કેલી થાય છે. તેઓ બિનજરૂરી શંકા કરવા લાગે છે, જેના કારણે તેમના સંબંધો પર અસર થાય છે. વધુ પડતી શંકાને કારણે લોકો તેમનાથી દૂર રહેવા લાગે છે.

તેઓ પોતાની શંકાઓને વિશ્વાસમાં ફેરવવા માટે ક્યારેક એવાં પગલાં ભરે છે, જેના કારણે તેમણે ક્યારેક શરમ પણ અનુભવવી પડે છે. જે છોકરીઓનું નામ ઢો, પા, પી, પૂ, ષ, ણ, ઠ, પે અને પો થી શરૂ થાય છે, તેમની રાશિ કન્યા કહેવાય છે.

કુંભ – શનિને કુંભ રાશિનો સ્વામી માનવામાં આવે છે. શનિ એક ક્રૂર ગ્રહ છે. જ્યારે કુંભ રાશિની છોકરીઓની કુંડળીમાં શનિ અશુભ હોય છે, ત્યારે તેમના માટે બીજા પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. તેઓ દરેક વસ્તુને શંકાની નજરે જોવા લાગે છે, જેના કારણે નજીકના સંબંધો પણ તૂટવાની અણી પર આવી જાય છે. તેઓ પોતે પણ આ આદતથી પરેશાન રહે છે.

કેટલીકવાર તેઓ પોતાના પતિ અને બોયફ્રેન્ડની સત્યતા પર વિશ્વાસ કરી શકતા નથી, જેના કારણે છૂટાછેડા અને બ્રેકઅપ જેવી સ્થિતિઓ સર્જાય છે. જે છોકરીઓનું નામ ગુ, ગે, ગો, સા, સી, સુ, સે, સો, દા થી શરૂ થાય છે તેમની રાશિ કુંભ હોય છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.