ઇન્ટરવ્યૂ માં વારંવાર પૂછવામાં આવે છે આ 7 સવાલ, સાચો જવાબ આપો તો વધી જાય છે જોબ મળવાના ચાન્સ

0
1398

નોકરીની શોધ કરતા સમયે આપણને ઘણા બધા ઇન્ટરવ્યૂ આપવા પડે છે. ઇન્ટરવ્યુ દરમિયાન આપણને ઘણા સવાલોના જવાબ આપવા પડે છે. ઇન્ટરવ્યૂ દરમિયાન આપણો જવાબ જ નક્કી કરે છે કે તમને નોકરી મળશે કે નહિ અને મળશે તો કેટલો પગાર મળશે. તમે પણ જોયું હશે કે કેટલાક લોકો સારું ભણેલા હોવા છતાં ઇન્ટરવ્યૂમાં સફળ થઇ શકતા નથી, બીજી બાજુ કેટલાક લોકો સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કરેલ હોવા છતાં તેઓ ઇન્ટરવ્યૂમાં પાસ થઇ જાય છે.

તમે ઇન્ટરનેટમાં ઇન્ટરવ્યુથી જોડાયેલા ઘણા આર્ટિકલ્સ જોયા હશે જેમાં ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા સવાલ અને તેના જવાબ જોવા મળે છે. પણ આ લેખ થોડો અલગ છે, કારણ કે આપણે ઇન્ટરવ્યુના પ્રશ્નોના જવાબ સાથે એ પણ જાણીશું કે ઇન્ટરવ્યૂ દરમિયાન ઇન્ટરવ્યુ લેનારા કઈ ખાસ વસ્તુ પર ધ્યાન રાખે છે અને સાથે સાથે સાચો ઉત્તર આપવા છતાં તમે શું ભૂલ કરો છો તે પણ જાણાવીશું.

તો આવો જાણીએ ઇન્ટરવ્યૂ માં પૂછવામાં આવતા સવાલો અને તેના જવાબ અને જવાબ આપવાની સાચી રીત

1. પોતાના વિષે જણાવો?

લગભગ 95 ટકા ઇન્ટરવ્યૂમાં સૌથી પહેલો આ સવાલ હોય છે, આ સવાલ સાંભળવામાં ખુબ સહેલો લાગે છે પણ અસલિયતમાં આ જ સવાલથી બધી મુશ્કેલીઓ ઉભી થાય છે.

આ સવાલનો જવાબ જ નક્કી કરે છે કે તમને નોકરી મળી શકે છે કે નહિ. આ સવાલનો જવાબ જ તમને બાકી લોકો(જે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હોય તેનાથી)થી અલગ પાડે છે, આ સવાલનો જો તમે સ્પષ્ટ રૂપથી જવાબ ન આપ્યો તો આ તમારા જોબ ઇન્ટરવ્યૂને સફળ હોવાની સંભાવનાને ખત્મ કરે છે.

શું જાણવા માંગે છે આ સવાલથી ઇન્ટરવ્યૂ લેનાર :

આ સવાલ દ્વારા ઇન્ટરવ્યૂ લેવા વાળો તમારો કોન્ફિડેંસ લેવલ, તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ જોવા માંગે છે.

શું ભૂલ કરે છે મોટા ભાગના લોકો

મોટાભાગના લોકો નીચે જણાવેલ ભૂલ કરે છે.

– જવાબ આપતા સમયે વિચારી વિચારીને બોલે છે.

– જવાબ આપતા સમયે અટકી અટકીને બોલે છે.

– જવાબમાં માતા પિતા વગેરેના વિષે જણાવવું

– પોતાના નામ પછી પોતાની હોબીઝ (શોખ, પસંદગી) ના વિષે જણાવવું

આ કેટલાક સામાન્ય રીતે ખોટી રીતે આપવામાં આવતા જવાબ છે જે ઇન્ટરવ્યૂને સફળ હોવાની સંભાવનાને ઓછું કે ખત્મ કરે છે. ઇન્ટરવ્યૂ લેવા વાળા ને તમારું ઘર ક્યાં છે , તમારા ભાઈ કે બહેન છે આ બધાથી કોઈ મતલબ નથી. જવાબ આપતા સમયે અટકવું તે તમારા આત્મવિશ્વાષ ની કમીને દર્શાવે છે.

શું છે સાચો જવાબ અને સાચો જવાબ આપવાની રીતે

સાચા જવાબમાં તમારે ઇન્ટરવ્યૂની શરૂઆતના 30 થયો 45 સેકેંડમાં તમારે તમારું પરિચય ક્રમ અનુસાર આપવાનું છે.

– પૂરું નામ → તમે ક્યાં શહેરથી છો →10 અને 12 બોર્ડ માંથી કેટલા ટકા પ્રાપ્ત થયા → કોલેજની શૈક્ષણિક યોગ્યતા (આર્ટસ સાઇન્સ કોમર્સ વગેરે અને કેટલા ટકા આવ્યા)

આના પછી તમે પોતાના વિષે એ વાત કરો કે જે કંપનીના માટે મહત્વપૂર્ણ વાતો જે કામ ના માટે તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છો, જે કામ માટે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છે તો તે કામ આના કરતા પહેલા ક્યાં અને કેટલા સમય માટે કરેલો છે.

આ જવાબ આપતા સમયે બિલકુલ પણ અટકવું ન જોઈએ આ બધા જવાબ સ્પષ્ટ આપવા જોઈએ. તમારો જવાબ ખુબ સટીક અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવો જોઈએ.

2. અમારી કંપનીના વિષે શું જાણો છો? કે તમે આ નોકરીના વિષે કેવી રીતે ખબર પડી?

શું જાણવા માંગે છે ઇન્ટરવ્યૂ લેવા વાળા

આ સવાલના જવાબથી ઇન્ટરવ્યૂ લેવા વાળો એ જાણવા માંગે છે કે તમે આ નોકરીના વિષે કેટલા ગંભીર છો. તે જાણવા માંગે છે કે બીજા કરતા અલગ કંઈક તૈયારી કરીને લાવ્યા છો કે ફક્ત ઇન્ટરવ્યૂ આપવા આવેલા છે.

આ સવાલનો જવાબ આપતા તે લોકો જરૂર અટકે છે જે તૈયારી કર્યા વગર આવી જાય અથવા જેમણે કંપનીના વિષે જાણકારી લીધી ન હોય.

શું ભૂલ કરે છે મોટાભાગના લોકો

મોટાભાગના લોકો આ પ્રકારના જવાબ આપે છે જેનાથી ઇન્ટરવ્યૂ લેવા વાળા પર ખાસ પ્રભાવ છોડી શકતો નથી.

– મિત્રો દ્વારા નોકરીના વિષે ખબર પડી.

તમારી કંપની ક્ષેત્રમાં બેસ્ટ છે (ફક્ત આટલુંજ બોલવું નહિ)

શું છે સાચો જવાબ કે સાચો જવાબ આપવાની રીત

તમે સાચો જવાબ આ રીતે આપી શકો :

– તમારી કંપની ક્ષેત્રમાં 5 વર્ષથી લીડર છે. તમારી કંપનીને 2017માં બેસ્ટ કંપનીનો એવોર્ડ મળ્યો હતો. તમારી પહોંચ દેશ વિદેશના આવા ક્ષેત્રોમાં છે. ન્યૂઝપેપરમાં જયારે મને આ વેકેંસી ના વિષે ખબર પડી તો ઇન્ટરવ્યૂ આપવા આવી ગયો. મને ખબર છે જો અહીંયા કામ કરીશ તો મને કંઈક નવું શીખવા મળશે અને મારો અનુભવ કંપનીને ખુબ ફાયદાકારક થશે.

તમે કંપનીની સંઘર્ષ અને હેતુ ના વિષે માં પણ જણાવી શકો છો. જો તમે કોઈ જોબ ફેયરમાં આવ્યા હોય કે જલ્દીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હોય તો તમે ઈન્ટરનેટ દ્વારા તમે તે કંપનીની માહિતી મેળવી શકો છો અને કંપનીની વેબ સાઈટ ઉપર જઈને કંપનીની સામાન્ય જાણકારી લઇ શકો છો જે તમારા ઇન્ટરવ્યૂમાં ખુબ મદદ કરશે.

3. આ કામના વિષે શું જાણો છો? અથવા તમે આ કામ કેમ પસંદ કર્યો? અથવા આ કામમાં કરિયર કેમ બનાવવા માંગો છો?

શું જાણવા માંગે છે ઇન્ટરવ્યૂ લેવા વાળા

ઇન્ટરવ્યૂમાં બીજો સવાલ જે સૌથી વધારે પૂછવાની સંભાવના હોય છે તે છે કે તમે આ જ કામ કેમ પપસંદ કર્યું અથવા આ કામમાં કરિયર કેમ બનાવવા માંગો છો.

આ સવાલના માધ્યમથી ઇન્ટરવ્યૂ લેવા વાળા એ જાણવા માંગે છે કે તમે આ કામ પ્રતિ કેટલા ગંભીર છો કે તમે આ કામમાં કેટલી રુચિ રાખો છો.

શું ભૂલ કરે છે મોટાભાગના લોકો

કેટલાક ખોટા જવાબના ઉદાહરણ આ પ્રકારના છે

આ કામમાં ખુબ પૈસા છે.

મેં ગ્રેજ્યુએશન આ બ્રાન્ચથી કર્યું છે.

માતા પિતા નું સપનું હતું કે હું આ કામ કરું

ઇન્ટરવ્યૂ લેવા વાળને જરાક પણ એમ લાગે કે તમે તમારી મરજીથી નહિ પણ કોઈ મજબૂરી કે લાલચ ના કારણે આ નોકરી કરવા માંગો છો તો આ એક નકારાત્મક પ્રભાવ છોડે છે. જો તમે પૈસાના માટે કે માતા-પિતા કે કોઈ મિત્રના કહેવા પર આ નોકરી કરવા માંગો છો તો પણ આ વાત જણાવવાની જરૂર નથી.

શું છે સાચો જવાબ અથવા સાચો જવાબ આપવાની રીત

તમારે તમારો સ્કૂલ કે કોલેજ અનુભવો ને, આ નોકરી સાથે જોડીને જવાબ આપવો છે. તમારા જવાબ થી એવું લાગવું જોઈએ કે તમને કામમાં ખુબ ઇન્ટ્રેસ્ટ છે. ઇન્ટરવ્યૂ લેવા વાળને એમ બિલકુલ ન લાગવું જોઈએ કે તમે કોઈ મજબૂરીમાં કે કોઈના કહેવા પર આ નોકરી કરવા માંગો છો. સાથે સાથે તમારા જવાબ માં ઈમાનદારી પ્રમાણિકતા વેગેરે લાગવું જોઈએ આપને એવું નથી કરવાનું કે તે લોકો ણે ખુબ સારું લગાડવા માટે એમના ખોટા વખાણ કર્યા કરવા.

ઉદાહરણ માટે તમે જવાબ કંઈક આ રીતે આપી શકો.

– ઘણા બધા લોકોના સામે વાત કરવી ખુબ ઉત્સાહ પ્રદાન કરે છે. સ્કૂલમાં અને કોલેજમાં મેં ઘણા બધા કાર્યક્રમમાં પોતાના ધોરણનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ નોકરી દ્વારા મેં પોતાના શોખને કરિયર બનાવવા માંગુ છું અને તમારી કંપનીના અનુભવી લોકો સાથે કામ કરવા માંગુ છું. મને ખબર છે મારો અનુભવ આ કામમાં ખુબ મદદ કરશે અને કંપનીને આગળ લઇ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

4. તમારી કોઈક ખાસ યોગ્યતા ના વિષે જણાવો? અથવા તમારામાં સૌથી બેસ્ટ ક્વાલિટી શું છે? કે અમારી કંપની તમને કેમ લેશે?

શું જાણવા માંગે છે ઇન્ટરવ્યૂ લેવા વાળો

આ સવાલ પણ બધા પ્રકારના ઇન્ટરવ્યૂમાં હમેશા પૂછવામાં આવે છે. આ સવાલ દ્વારા ઇન્ટરવ્યૂ લેવા વાળો વ્યક્તિ તમારો મનોભાવ જાણવા માંગે છે. આ સવાલથી ઇન્ટરવ્યૂ લેવા વાળો એ જાણવા માંગે છે કે તમે તમારા વિષે કેટલું સકારાત્મ વિચારો છો. અને તમે તમારા વિષે કેટલું જાણો છો.

શું ભૂલ કરે છે મોટાભાગના લોકો

કેટલાક સામાન્ય જવાબ આ પ્રકારના છે.

હું મહેનતી છું

હું મોડી રાત્રે સુધી કે રજાઓમાં પણ કામ કરી શકું છું

મેં મહેનતી છું આ ખુબ સામાન્ય જવાબ છે. મોડી રાત્રે કે રજાઓમાં પણ કામ કરી શકું આ એક નકારાત્મક પ્રભાવ આપે છે. આનો જવાબ નો મતલબ તમે પોતાનો કામ સમય સાચવી શકતા નથી.

શું છે સાચો જવાબ અથવા સાચો જવાબ આપવાની રીત

દરેક વ્યક્તિની અલગ-અલગ યોગ્યતા હોય છે. પોતાની યોગ્યતાના અનુસાર આને સકારાત્મક રૂપથી જણાવવું જોઈએ.

આ સવાલનો કેટલાક સારી રીતે આપવામાં આવતો જવાબ

કોઈ કામને શરુ કરતા પહેલા મેં તે કામના માટે એક પ્રોપર પ્લાન બનાવું છું પછી તે કામને પુરી મહેનતથી પૂરું કરવાનો પ્રયાસ કરું છું, મને લાગે છે કે મારી આ ક્વાલિટી મને બેસ્ટ બનાવે છે.

મને નવા કામને જલ્દી જલ્દી શીખવાનું સારું લાગે છે, સાથે સાથે તે કામમાં મારુ કંઈક નવું કરવા ની તે કામને સારું બનાવવામાં મને ખુબ આનંદ થાય છે.

મેં લોકોની સાથે સરળતાથી હળીમળી જવું છું અને સાથે નવા લોકોની સાથે મળીને કામ કરવું ખુબ પસંદ છે.

5. તમે તમારી કોઈ કમજોરી વિષે જણાવો?

શું જાણવા માંગે છે ઇન્ટરવ્યૂ લેવા વાળા

આ એક પ્રકારનો અલગ સવાલ જે વારંવાર ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે. આ સવાલના દ્વારા પણ ઇન્ટરવ્યૂ લેવા વાળો વ્યક્તિ તમારો માનો ભાવ જાણવાની કોશિશ કરે છે. આ સવાલ તમારો ધૈર્ય પણ તપાસી લે છે. આ સવાલનો જવાબ ખોટી રીતે આપવાથી તમારી નોકરી મળવાની શક્યતા ખુબ ઓછી થઈ જાય છે.

શું ભૂલ કરે છે મોટાભાગના લોકો

આ કેટલાક જવાબ છે જે ક્યારેય આપવા જોઈએ નહિ.

મને ગુસ્સો જલ્દી આવી જાય છે

મને ભૂખ ખુબ લાગે છે

મારા અંદર ધીરજની કમી છે.

તમારામાં કોઈ કમજોરી છે તો તમે તેને જણાવવાની ભૂલ કરો છો. તમે તમારી કમજોરી ક્યારેય પણ કોઈને જણાવવાની નથી. તમારે આ સવાલનો જવાબ આ પ્રકારે આપવાનો છે કે, તેમાં પણ તમારો સકારાત્મક સ્વભાવ દેખાય.

શું છે સાચો જવાબ અને સાચો જવાબ આપવાની રીત

મેં કોઈ કામને પ્લાન બનાવીને જયારે શરુ કરું છું તો તેને સારું કરવા માટે ક્યારે ક્યારે નક્કી કરેલ સમય કરતા વધારે સમય લઇ લઉં છું.

આ પ્રકારના જવાબ થી ખબર પડે છે કે તમે તમારા કામને હમેશા સારું બનાવવા માટે પ્રયાસ કરતા રહો છો અને આ રીતે તમે તમારી કમજોરીને સકારાત્મક રીતે જણાવી શકો છો.

6. પાછળની નોકરી કેમ છોડી?

શું જવા માંગે છે ઇન્ટરવ્યૂ લેનાર

આ સવાલ એને પૂછવામાં આવે છે જે કોઈ બીજી કંપનીમાં કામ કર્યું છે. અહીંયા ઇન્ટરવ્યૂ લેવા વાળો ઘણી વાતો જાણી લેશે, જેમ કે જૂની કંપનીના લોકો પ્રત્યે તેનું શું કહેવું છે અથવા તમે કોઈ મજબૂરીના કારણે તો કામ છોડવા માંગતા નથી.

આ સવાલ સૌથી કઠિન જવાબો માંથી એક છે અને આનો જવાબ ખુબ ધ્યાનથી આપવાનો જરૂરી છે. આ સવાલનો ખોટી રીતે જવાબ આપવા પર બધી મહેનત પર પાણી ફરી જશે.

શું ભૂલ કરે છે મોટા ભાગના લોકો

કેટલાક જવાબ જે લોકો હમેશા આપે છે

– પાછળની ઓફિસ ખુબ પોલોટીક્સ હતી.

– જૂની કંપનીનો કામ કરવાની રીત બરોબર હતી નહિ

– જૂની કંપનીમાં સિનિયરનો સ્વભાવ સારો હતો નહિ

આ બધા જવાબ એવા છે જેનાથી તમારી એક નકારાત્મક છાપ ઇન્ટરવ્યૂ લેવા વાળા પર બનાવી શકે છે. થઇ શકે તમને જૂની કંપનીમાં ખુબ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય પરંતુ તેમના વિષે જણાવવું તમારી છાપ ખરાબ કરે છે.

શું છે સાચો જવાબ કે સાચી જવાબ આપવાની રીત

આ સવાલનો સાચો જવાબ કંઈક આ પ્રકારનો છે.

હું મારા કરિયર માટે નવી સંભાવનાઓ શોધી રહ્યો છું અને નવા ચેલેન્જનો સામનો કરવા માંગુ છું. નવા તક ની શોધ કરી રહ્યો છું જ્યાં હું અને મારો અનુભવ વધારે સારા બને.

તમારા જવાબમાં તમારો સકારાત્મક સ્વભાવ દેખવો જોઈએ. જે પણ જણાવશો તો તેને હસીને જણાવો અને સકારાત્મક રીતે શરૂ કરો અને તેજ રીતે ખત્મ કરો. આ પ્રકારનો જવાબ આપીની જૂની કંપનીને ખરાબ ન જણાવતા સારા પગારની વાત પણ કરી શકો છો.

7. તમે કેટલી પગારની અપેક્ષા રાખો છો?

શું જાણવા માંગે છે ઇન્ટરવ્યૂ લેનાર

આ સવાલ દ્વારા ઇન્ટરવ્યૂ લેવા વાળો જાણવા માંગે છે કે તમે કેટલી પગાર ની અપેક્ષા રાખો છો. અથવા કેટલી પગારમાં તમે કંપની જોઈન્ટ કરવા માંગો છો. ઇન્ટરવ્યૂ માં આ હમેશા સૌથી છેલ્લે પૂછવામાં આવે છે. આ સવાલ પણ ખુબ મહત્વપૂર્ણ હોય છે. હમેશા ઘણા બધા લોકો આ સવાલનો `જવાબ સાચો નાપી સકતા નથી.

શું ભૂલ કરે છે મોટાભાગના લોકો

કેટલાક ખોટા જવાબના ઉદાહરણ નીચે મુજબ છે.

મેં તો બિનઅનુભવી છું મને તમે જે આપો લઇ લઈશ

મને કોઈપણ પગાર ચાલશે

જે કંપનીનો પેકેજ છે તે

જૂની કંપની કરતા વધારે

આ પ્રકારના જવાબ ક્યારેય એવો જોઈએ નહિ. તમે કોઈપણ પગાર લેવા માંગો છો તો તમે ખુદ ને અને ખુદના કામનો વિશ્લેષણ નથી કરી શકતા. થઇ શકે કે તમને વધારે પગાર મળવાની છે પણ આ પ્રકારના જવાબ આપીને તમે પોતાનો પગાર ઓછો કરો છો.

શું છે સાચો જવાબ અને સાચો જવાબ આપવાની રીત

આનો સાચો જવાબ આપવા માટે તમારે ઈન્ટરનેટના દ્વારા રિસર્ચ કરીને રાખવું જોઈએ. તમે કઈ પ્રોફાઈલ માટે જઈ રહ્યા છો, તેની મિનિમમ અને મેક્સિમમ અને એવરેજ પગાર કેટલી છે તે તપાસ કરી શકો છો. તમે તમારા ખર્ચના હિસાબથી એક રેંજ પણ જણાવી શકો છો. કેટલાક ઉદાહરણ આ પ્રકારના છે.

– કામના અનુસાર મને 18,000 થી 20,000 રૂપિયાની મહિને પગારની આશા છે. બજારમાં આ કામના માટે આ પગાર એવરેજ છે.

– મારા અનુભવ અને જે મેં કામ કરું છું તેના અનુસાર 20,000 થી 22,000 હજાર રૂપિયા પગારની આશા રાખું છું. ઘરનું ભાડું અને આવા જવાનો ખર્ચો જોવું તો આ પગાર મારે માટે ખુબ જરૂરી છે.

સારાંશ

ઉપર જણાવેલ પ્રશ્નો એવા છે જે ઇન્ટરવ્યૂમાં હમેશા પૂછવામાં આવે છે. જો તમે ઉપર જણાવેલ બધા સવાલના જવાબ તૈયાર કરી નાખો તો સફળ થવાની સંભાવના 99 ટકા સુધી વધી જાય છે. એટલા માટે કોઈ પણ ઇન્ટરવ્યૂમાં જતા પહેલા આ સવાલોના જવાબ તૈયાર કરી જવા. તમે આ સવાલોનો જવાબ આપવાની પ્રેક્ટિસ અરીસા ની સામે બેસી કે ઉભા રહીને રોજ કરવી જોઈએ આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે, કારણ કે બોડી લેંગ્વેજ ઇન્ટરવ્યૂમાં ખુબ મોટી ભૂમિકા છે. હા સાથે તમારી ઈમાનદારી, પ્રમાણિકતા, સત્યતા અને ભગવાન પર તમારા વિશ્વાસ અને પ્રાથના ખુબ મદદ કરશે.