સૂતી વખતે માથા પાસે રાખેલી આ વસ્તુઓ બરબાદીનું કારણ બની શકે છે, તે ખાલી કરી દે છે તિજોરી.

0
553

જો તમે રાત્રે તકિયા નજીક રાખો છો આ વસ્તુઓ તો સાવચેત થઇ જજો, વાસ્તુ અનુસાર તે સારા પરિણામ નથી આપતી.

વાસ્તુ શાસ્ત્રના પ્રમાણે વ્યક્તિની કેટલીક આદતો ઘરમાં નકારાત્મકતા લાવે છે. જો તમે આ વાતો પર ધ્યાન ન આપો તો ઘરમાં ગરીબી આવે છે. એટલું જ નહીં, વ્યક્તિનું જીવન ધીમે ધીમે બરબાદી તરફ જવા લાગે છે. વાસ્તુમાં સૂતી વખતે કેટલીક વસ્તુઓ માથાની પાસે ન રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વસ્તુઓને પલંગના માથા વાળા ભાગ પાસે રાખવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરની બહાર જતા રહે છે.

1) પાણીની બોટલ – લોકો રાત્રે પાણીની બોટલને પલંગના માથા તરફના ભાગ તરફ રાખીને સૂઈ જાય છે. જેથી તેમને રાત્રે તરસ લાગે ત્યારે ઉઠીને દૂર જવું ન પડે. પરંતુ વાસ્તુ પ્રમાણે તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. જો કોઈ આવું કરે તો વ્યક્તિની એકાગ્રતા ખતમ થઈ જાય છે. તેમજ વ્યક્તિ તણાવમાં રહે છે.

2) પુસ્તક – ઘણી વખત લોકો ભણતી વખતે ઓશીકાની બાજુમાં પુસ્તકો કે છાપું રાખીને સૂઈ જાય છે. પણ તમેં ભૂલથી પણ આવું કામ ન કરો. આ વસ્તુઓને માથા પાસે રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આ લોકો જીવનમાં ક્યારેય આગળ વધી શકતા નથી.

3) ઈલેક્ટ્રોનિક વસ્તુઓ – એવું માનવામાં આવે છે કે સૂતી વખતે ઘડિયાળ, ફોન અને લેપટોપ માથા પાસે ન રાખવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, તેમને માથાની પાસે રાખવાથી વ્યક્તિમાં નકારાત્મકતા વધે છે. આનાથી ધનહાનિ થાય છે. તેમજ જીવન પર તેની ખરાબ અસર પડે છે.

4) સોનાની વસ્તુઓ – એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તકિયાના પાસે ચેન અથવા સોનાની વસ્તુઓ રાખીને સૂઈ જાય છે, તો તેના જીવનમાં આવતા અવરોધો ક્યારેય ઓછા થતા નથી. કરિયરમાં લાખ પ્રયત્નો કર્યા પછી પણ તેને સફળતા મળતી નથી. આવા લોકો માટે સરળ કાર્યો પણ મુશ્કેલ થઈ જાય છે.

5) પર્સ – ઘણા લોકોની આદત હોય છે કે તેઓ સૂતી વખતે સલામતી માટે પોતાનું પર્સ તકિયાની નીચે રાખે છે. પરંતુ વાસ્તુ અનુસાર તે ખોટું કહેવાય છે. આવું કરનારાના હાથમાં પૈસા ક્યારેય ટકતા નથી. બિનજરૂરી ખર્ચાઓ વધવા લાગે છે. પર્સને હંમેશા તિજોરીમાં અથવા કબાટમાં રાખો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.