નવરાત્રીમાં માતાના 9 સ્વરૂપોને ધરાવો આ 9 ભોગ, મળશે તમારી ઈચ્છાઓ મુજબનું ફળ

0
200

નવરાત્રીમાં દેવી પૂજનનું ઘણું મહત્વ માનવામાં આવે છે. હિન્દૂ ધર્મ પ્રમાણે આ 9 દિવસ વ્રત રાખવા વાળા વ્યક્તિને વિશેષ ફળ મળે છે. એવામાં તમારે નવરાત્રીમાં માતાના નવ રૂપોને અલગ અલગ નવ પ્રકારના ભોગ ધરાવવા જોઈએ. માતાના કયા રૂપને કઈ વસ્તુનો ભોગ ધરાવવો જોઈએ? આવો એના વિષે તમને જણાવીએ.

માં શૈલપુત્રી – ઘી :

માં શૈલપુત્રીને સફેદ વસ્તુનો ભોગ ધરવામાં આવે છે. માં ના ભક્તો આ દિવસે પીળા વસ્ત્રો પહેરીને ઘી ચડાવે છે. આ દિવસે દેવી માં ના ચરણોમાં શુદ્ધ ઘી અર્પણ કરવાથી વ્યક્તિને દરેક રીતના રોગોમાંથી મુક્તિ મળે છે.

માં બ્રહ્મચારીણી – સાકર :

નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને તેમના ભક્તો લીલા વસ્ત્રો પહેરીને સાકરનો ભોગ ધરાવે છે. આ દિવસે માતાને સાકર, ખાંડ અને પંચામૃતનો ભોગ ધરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે ખાસ વસ્તુનું દાન કરવાથી આયુષ્ય લાબું થાય છે.

માં ચંદ્રઘંટા – ખીર :

માં ચંદ્રઘંટાને દૂધ અને તેનાથી બનેલ વસ્તુનો ભોગ ધરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વસ્તુનું દાન કરવાથી માં ચંદ્રઘંટા ખુશ થાય છે, અને વ્યક્તિના બધા દુઃખોનો નાશ કરે છે.

માં કુષ્માન્ડા – માલપુઆ :

નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માન્ડાને માલપુઆનો ભોગ ધરવામાં આવે છે. આ દિવસે માતાના ભક્તો નારંગી વસ્ત્ર પહેરીને દેવી કુષ્માન્ડાની પૂજા કરે છે. આ દિવસે માલપુઆથી બનેલ પ્રસાદ કોઈ બ્રાહ્મણને દાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે.

માં સ્કન્દમાતા – કેળું :

નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતા દેવીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઉજળા વસ્ત્ર પહેરીને માતા રાણીને કેળાનો ભોગ ધરવામાં આવે છે. આ પ્રસાદ બ્રાહ્મણોને આપવો જોઈએ. એવું કરવાથી સદ્દબુદ્ધિ આવે છે.

માં કાત્યાયની – મધ :

છઠ્ઠા દિવસે શ્રદ્ધાળુ લાલ કલરના કપડાં પહેરીને દેવી કાત્યાયનીને મધનો ભોગ ધરાવે છે. આ દિવસે પ્રસાદમાં મધનો પ્રયોગ કરવાથી સાધકને સુંદર રૂપની પ્રાપ્તિ થાય છે.

માં કાલરાત્રિ – ગોળ :

નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે, આ દિવસે માતાના ભક્તો વાદળી વસ્ત્ર પહેરીને ગોળનો ભોગ ધરાવે છે. કહેવામાં આવે છે કે, આ દિવસે ભગવતિને ગોળનો ભોગ લગાવવાથી વ્યક્તિ શોકમુકત થાય છે.

માં મહાગૌરી – નારિયેળ :

નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. શ્રદ્ધાળુ આ દિવસે ગુલાબી વસ્ત્ર પહેરીને માતાને નારિયળ ચડાવે છે. નારિયેળનો ભોગ ચડાવ્યા પછી નારિયળને માથા ઉપરથી ફેરવીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. માન્યતા છે કે આવું કરવાથી પોતાની મનોકામના પૂર્ણ થાય છે.

માં સિધ્ધિદાત્રી – તલ :

નવરાત્રીના છેલ્લા દિવસે સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે, માતાના ભક્તો આ દિવસે જાંબલી રંગના વસ્ત્રો પહેરીને જુદા જુદા પ્રકારના અનાજનો ભોગ લગાવે છે. જેવાકે હલવો, ચનાપુરી, ખીર અને પૌઆ. અને પછી તેને ગરીબને દાન કરી દે છે. તેનાથી જીવનમાં દરેક સુખ શાંતિ મળે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.