આ રાશિના લોકો ખરીદી કરતા પહેલા બજેટને ધ્યાનમાં રાખતા નથી, તેઓ આવકનો મોટો ભાગ શોપિંગ પર ખર્ચ કરે છે.
કેટલાક લોકોને શોપિંગનો એટલો શોખ હોય છે કે તેઓ આખો દિવસ શોપિંગમાં પસાર કરી દે છે. આ સાથે જ જ્યારથી ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારથી કેટલાક લોકો રોજેરોજ ખરીદી કરવા લાગ્યા છે. આ રીતે તેઓ જરૂરિયાત વગર પણ શોપિંગ કરે છે અને આખા મહિનાનું બજેટ બગાડે છે. આમ તો વ્યક્તિત્વના અન્ય પાસાઓની જેમ, ખરીદીની આદત પણ ઘણી હદ સુધી તેની રાશિ પર આધારિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 5 રાશિ વાળા લોકોને ખરીદી કરવી ખૂબ જ પસંદ હોય છે. તેઓ પણ ખરીદી કરવામાં ખૂબ આનંદ લે છે.
વૃષભ : વૃષભ રાશિના લોકોને ખરીદીનો પણ ઘણો શોખ હોય છે. જો કે, તેઓ તેમના શોખની તેમના બજેટ પર અસર થવા દેતા નથી. તેઓ માત્ર ઉપયોગી વસ્તુઓ જ ખરીદે છે, તેમજ તેઓને ખૂબ જ સારી વસ્તુઓ ગમે છે. તેઓ બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું ટાળે છે. વૃષભ રાશિના લોકોની વાત કરીએ તો ખરીદીની બાબતમાં મહિલાઓ પુરૂષોથી આગળ હોય છે.
સિંહ : સિંહ રાશિના લોકો માટે ખરીદી કરવી એક આદતની જેમ છે. જો તેઓ સહેજ પણ તણાવ અનુભવે છે, તો તેઓ તરત જ ખરીદી કરવા નીકળી જાય છે. આટલું જ નહીં, તેમને માત્ર બ્રાન્ડેડ વસ્તુઓ જ લેવી ગમે છે, તેથી દરેક વખતે શોપિંગ કરવાથી તેના ખિસ્સા પર ઘણી અસર થાય છે. સિંહ રાશિના લોકો બધાની સામે પોતાનો વટ પાડવા માટે પણ શોપિંગ પર ઘણા પૈસા ખર્ચે છે. આ રાશિના સ્ત્રી અને પુરુષ બંને શોપોહોલિક હોય છે. આ લોકોને ગેજેટ્સ ખરીદવાનો ઘણો શોખ હોય છે.

તુલા : તુલા રાશિનો સ્વામી શુક્ર છે, જે સુંદરતા અને ભૌતિક સુખોનો કારક છે. શુક્રના પ્રભાવને કારણે તુલા રાશિના લોકોને લક્ઝરી લાઈફ, મોંઘી વસ્તુઓ ગમે છે. તેઓ બજેટને ધ્યાનમાં લીધા વિના ખરીદી કરે છે. જો કે, આ લોકોની આર્થિક સ્થિતિ સારી હોય છે, તેથી તેઓ શોપિંગ પર ઘણા પૈસા ખર્ચ કરે છે. તેઓ કાર, મોબાઈલ, ઘરનું ઈન્ટિરિયર પણ ખૂબ જ ઝડપથી બદલી નાખે છે.
કુંભ : કુંભ રાશિના લોકો કંટાળાને દૂર કરવાના નામે શોપિંગમાં ઘણા પૈસા ખર્ચે છે. સામાન્ય રીતે તેઓ એકલા ખરીદી કરવા જવાનું પસંદ કરે છે. તેમને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ગેજેટ્સ ખરીદવાનો ઘણો શોખ હોય છે. આ લોકો ઓનલાઈન શોપિંગમાં પણ આગળ હોય છે અને ઘણીવાર કંઈક ને કંઈક ઓર્ડર કરતા રહે છે.
ધનુ : ધનુ રાશિના લોકો ખરીદી કરતા પહેલા બજેટને ધ્યાનમાં રાખતા નથી. એવું કહી શકાય કે આ લોકો તેમની આવકનો સૌથી મોટો ભાગ શોપિંગ પર ખર્ચ કરે છે. તેઓ પોતાના અને તેમના બાળકો માટે ફેશનેબલ કપડાં, એસેસરીઝ, કોસ્મેટિક્સ, ગેજેટ્સ વગેરે ખરીદવાનું પસંદ કરે છે. આ રાશિની મહિલાઓ મેકઅપ અને કોસ્મેટિક્સ પાછળ ઘણો ખર્ચ કરે છે.
મીન રાશિ : મીન રાશિના લોકો પણ શોપિંગના શોખીન હોય છે, પરંતુ તેઓ પોતાના માટે નહીં પરંતુ બીજા માટે ખરીદી કરે છે. તેઓ તેમના નજીકના લોકોને ભેટ આપવાની કોઈ તક છોડતા નથી. તે પોતાના ઘર માટે પણ ખરીદી કરતા રહે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)