શ્રાવણ મહિનામાં દેખાય જાય આ 3 વસ્તુ તો સમજો કે ભોલેનાથ છે ખુશ, ચમકવાના છે નસીબ

0
314

હિંદુ ધર્મને બધા ધર્મોમાં સૌથી જૂનો માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરેક દેવી દેવતાઓની પોતાની અલગ માન્યતો હોય છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને ત્રિદેવ માંથી એક છે. શિવની કલ્પના એક એવા દેવના રૂપમાં કરવામાં આવી છે કે જે ક્યારેક વિનાશ કરનાર તો ક્યારેક પાલન કરનાર હોય છે. ભગવાન શિવને વિનાશના દેવતા પણ કહેવામાં આવે છે. આ રીતે એમના કુલ 12 નામ પ્રખ્યાત છે.

સમગ્ર ભારતમાં શિવજીના ભક્તોની સંખ્યા સૌથી વધારે છે. ભગવાન શિવ પોતાના અલગ સ્વરૂપને કારણે બધાથી અલગ પણ દેખાય છે. મહિલાથી લઈને પુરુષ બધા એમની ભક્તિમાં લિન રહે છે.

જોવામાં આવે તો ભગવાન શિવનું રૂપ બધાથી અલગ છે. ભગવાનની સૌમ્ય આકૃતિ અને રુદ્ર રૂપ બંને જ વિખ્યાત છે. શ્રાવણમાં દરેક જગ્યાએ ભગવાન શિવના ભક્તો કાવડ લઈને જતા જોવા મળશે. શ્રાવણ મહિનો કોઈ પણ શુભ કાર્ય કરવા માટે સારો માનવામાં આવે છે. અમુક લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં કોઈ ભક્ત ભગવાન શિવની સાચા મનથી પૂજા અર્ચના કરે છે તો ભગવાન ભોલેનાથ એમની બધી મનોકામના પુરી કરે છે.

જો તમે ભગવાન શિવના ભક્ત છો અને તમને શ્રાવણ મહિનામાં આ 3 સંકેત દેખાય જાય, તો સમજી લો કે ભગવાન શિવ તમારા પર ઘણા પ્રસન્ન છે અને આવનાર દિવસોમાં તમારી બધી માનો કામનાઓ પુરી કરવાના છે. આવો જાણીએ કયા છે આ 3 સંકેત.

ગાયનું દેખાવું :

શ્રાવણ મહિનામાં ગાય દેખાવી એ ઘણું શુભ માનવામાં આવે છે. જો તમને સવાર-સવારમાં ગાયના દર્શન થઈ જાય અથવા કોઈ ગાય જાતે જ તમારા દરવાજા પર આવી જાય, તો સમજી લેવું કે ભગવાન શિવની કૃપા તમારી પર વરસવાની છે. આ એ વાતનો સંકેત છે કે જલ્દી જ તમારા મનની બધી મનોકામનાઓ પુરી થવાની છે. તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવવાની છે. એવું એટલા માટે કે ગાય માતાનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. અને માન્યતા પ્રમાણે ગાયમાં બધા દેવી-દેવતાઓનો વાસ છે.

કાળો નાગ દેખાવો :

શ્રાવણ મહિનામાં કાળો નાગ દેખાવો પણ ઘણો શુભ માનવામાં આવે છે. જો શ્રાવણ મહિનામાં તમને પોતાના ઘરમાં કાળા નાગના દર્શન થઈ જાય તો સમજો કે તમે ઘણાં ભાગ્યશાળી છો. જો તમને તમારા ઘરમાં સાપ જોવા મળે તો એને મા-ર-વા-ની ભૂલ ન કરો. કાળો નાગ દેખાવાનો અર્થ એ થાય છે કે પ્રગતિના દ્વાર તમારા માટે ખુલવાના છે, અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવાનો છે.

બ્રાહ્મણનું આવવું :

જો શ્રાવણ મહિનામાં તમારા ઘરે કોઈ બ્રાહ્મણ આવે છે તો સમજવું કે તમારી કિસ્મત ચમકવાની છે. જો તમારા ઘરમાં કોઈ બ્રાહ્મણ આવે તો એને દાન-દક્ષિણા વગર પાછા મોકલશો નહીં. બ્રાહ્મણમાં દેવતા નિવાસ કરે છે અને એમને ખાલી હાથ મોકલવા એટલે એમનું અપમાન કરવું. બ્રાહ્મણને દાન આપવાથી તમારૂ સુતેલું નસીબ જાગી જાય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)