અબજોપતિની યાદીમાં આ 2 રાશિવાળા લોકો સૌથી વધુ છે, જાણો તમારી રાશિવાળાના ચાન્સ કેટલા છે.

0
1310

આ રાશિવાળાના સૌથી વધુ ધનવાન બનવાના ચાન્સ વધારે હોય છે, રિસર્ચમાં સામે આવી આ ચકિત કરી દેનારી વાત.

અબજોપતિ કેવી રીતે બનવું? આ સવાલ દરેકના મનમાં આવે છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, દુનિયાના 50 અબજપતિઓની યાદીમાં કઈ રાશિના લોકોનો સમાવેશ થાય છે. જો તમારી રાશિ પણ આ અબજોપતિઓની રાશિ સાથે મળે છે, તો તમારા અબજોપતિ બનવાના ચાન્સ પણ વધી શકે છે.

દરેક વ્યક્તિ પૈસા કમાવા માંગે છે. તેના માટે તે દિવસ-રાત મહેનત કરે છે, જેથી કરીને તે પોતાની જાતને સક્ષમ બનાવી શકે અને લાખ્ખોપતિ, કરોડપતિ કે અબજોપતિ બની શકે. કેટલાક લોકો માને છે કે કરોડપતિ અથવા અબજોપતિ બનવા માટે સખત મહેનત, સમર્પણ અને નસીબ પણ જરૂરી છે. હાલમાં જ એક સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના 50 અબજપતિઓની રાશિ કઈ છે. આ રાશિના આધારે અંદાજ લગાવી શકાય છે કે તમારા અબજોપતિ બનવાના કેટલા ચાન્સ છે.

આ સંશોધન ઓનલાઈન બેટિંગની સાઈટ Time2Play દ્વારા વિશ્વના 50 સૌથી ધનિક લોકો પર કરવામાં આવ્યું હતું. આ સંશોધન પ્રમાણે, અબજોપતિઓમાં કેટલીક સામાન્ય વસ્તુઓ જોવા મળી હતી. આ રિસર્ચમાં અબજોપતિઓના જન્મ દિવસ, જન્મ વર્ષ વિશેની માહિતી પણ સામે આવી છે

 

આ રા

શિવાળા લોકોના અબજોપતિ બનવાના ચાન્સ વધુ

અબજોપતિઓ પર થયેલા સંશોધન મુજબ 50 અબજોપતિઓમાંથી 8 લોકો તુલા, 8 મેષ, 5 લોકો સિંહ, 5 લોકો વૃશ્ચિક, 3 કુંભ, 3 કર્ક, 3 મકર, 3 મિથુન, 3 કન્યા અને 2 વૃષભ રાશિના લોકો છે. રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે દુનિયાના 50 અબજોપતિઓની યાદીમાં ધનુ રાશિવાળા કોઈ વ્યક્તિનો સમાવેશ થયો નથી.

આ મહિનામાં જન્મેલા લોકો અબજોપતિ હોય છે :

સંશોધન મુજબ, જો આપણે લોકોના જન્મના મહિના પર નજર કરીએ તો, મોટાભાગના અબજોપતિઓનો જન્મ ઓક્ટોબરમાં થયો હતો. ઓક્ટોબરમાં 11, ઓગસ્ટમાં 5, જૂનમાં 5, જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં 3, માર્ચમાં 3, એપ્રિલમાં 3 અને સપ્ટેમ્બરમાં 3 અબજોપતિ જન્મ્યા છે. જુલાઈમાં જન્મેલા 2 અબજોપતિ અને નવેમ્બરમાં 1 અબજોપતિ છે. ડિસેમ્બરમાં એક પણ અબજોપતિનો જન્મ થયો નથી.

સ્થાન પ્રમાણે અબજોપતિ બનવાના ચાન્સ :

સંશોધન મુજબ અમેરિકામાં જન્મેલા 19 લોકો અબજોપતિ છે. આ પછી ચીનમાં 11, ફ્રાન્સમાં 5, જર્મનીમાં 3, જાપાન અને કેનેડામાં 2 અને ભારત, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, ઈઝરાયેલ, ઈટાલી, યુક્રેન, સ્પેન અને યમનના 1-1 લોકો અબજપતિઓની યાદીમાં સામેલ છે.

જન્મના વર્ષ મુજબ, આ લોકો અબજોપતિ બન્યા :

આ સંશોધન મુજબ 50 અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ એટલે કે 4 લોકોનો જન્મ 1957 માં થયા છે. આ સિવાય 1948, 1949, 1951, 1962, 1964 અને 1971 માં જન્મેલા 3-3 લોકો અબજપતિઓની યાદીમાં સામેલ છે. આ સિવાય 1930, 1938, 1940, 1953, 1954, 1955, 1956, 1980, 1983 અને 1984 માં જન્મેલા 1-1 લોકો અબજપતિઓની યાદીમાં સામેલ છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.