પતિ-પત્ની વચ્ચે હંમેશા મતભેદ રહે છે, તો લીંબુ કરશે તમારી સમસ્યાઓનું સમાધાન, જાણો કઈ રીતે.

0
566

ખરાબ સપનાને કારણે સારી રીતે ઉંધી શકતા નથી, તો લીંબુ સાથે જોડાયેલો આ જ્યોતિષીય ઉપાય અજમાવો.

એક તરફ લીંબુનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. તો બીજી તરફ લીંબુનો ઉપયોગ જ્યોતિષીય ઉપાયો અને તાંત્રિક કાર્યોમાં પણ થાય છે. લીંબુનો ઉપયોગ નજર દોષ, વાસ્તુ દોષ, બહારની હવા કે મેલી વિદ્યા સામે રક્ષણ કરવા માટે પણ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો લીંબુ સાથે સંબંધિત નિયમો અને ઉપાયોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તે તમારા જીવનમાંથી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો અપાવી શકે છે. લીંબુ સાથે જોડાયેલા એવા ઘણા ટોટકા છે જે તમારું ભાગ્ય બદલી શકે છે. લીંબુ તમને ખરાબ નજરથી બચાવવામાં પણ ઘણી મદદ કરે છે.

લીંબુને લગતા ખાસ ઉપાય :

ઘરમાં લીંબુનો છોડ રાખવાથી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. તેનાથી વાસ્તુ દોષની અસર પણ ઓછી થાય છે. આ માટે તમારે તમારા આંગણામાં લીંબુનો છોડ જરૂર રોપવો જોઈએ.

જો પતિ-પત્ની વચ્ચે હંમેશા મતભેદ રહેતો હોય તો તમારા બેડરૂમમાં એક મોટા વાસણમાં પાણી ભરો અને તેમાં આખા લીંબુના બે ટુકડા નાખો. દર બીજા દિવસે આ વાસણનું પાણી બદલો અને તેમાં એક નવું લીંબુ ઉમેરો. આ ઉપાય ઓછામાં ઓછા 1 મહિના સુધી કરો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત બને છે. અને પ્રેમ વધે છે.

જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર થઈ જાય અને તેને કોઈ દવાની અસર ન થાય તો તેનું કારણ ખરાબ નજર પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં કાળી શાહીથી આખા લીંબુ પર 307 લખો અને વ્યક્તિ પરથી 7 વખત ફેરવો. આ ઉપાય કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય છે.

જો કોઈ વ્યક્તિને વારંવાર રાત્રે ખરાબ સપના આવે છે, જે તેને ડરાવે છે અને તે યોગ્ય રીતે સૂઈ નથી શકતા તો આ ઉપાય કરવો જોઈએ. તે વ્યક્તિના ઓશીકાની નીચે લીલું લીંબુ મૂકો. લીંબુ સુકાઈ જાય એટલે તેને કાઢી લો અને નવું લીલું લીંબુ મુકો. આવું સતત 5 વાર કરવાથી ખરાબ સપના બંધ થઈ જશે અને સારી ઊંઘ આવવા લાગશે.

જો કોઈ વ્યક્તિને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળતી હોય, તો તમારી સાથે એક લીંબુ અને ચાર લવિંગ લઈને હનુમાન મંદિરમાં જાઓ. મંદિરમાં પહોંચ્યા પછી, લીંબુ પર ચાર લવિંગ મૂકો અને હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ પછી સફળતા માટે હનુમાનજીને પ્રાર્થના કરો. તમારા કામની શરૂઆત લીંબુથી કરો. આમ કરવાથી તમારા કાર્યમાં સફળતા મળવાની શક્યતા વધી જશે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.