જો આ વારે મંદિરમાંથી બુટ કે ચંપલ ચોરાઈ જાય તો એ શુભ સંકેત માનવામાં આવે છે, જાણો જ્યોતિષ આ બાબતે શું કહે છે.
તમે ઘણીવાર મંદિરમાં જતા હશો. મંદિરમાં પ્રવેશતા પહેલા બુટ અને ચપ્પલ બહાર જ ઉતારવા પડે છે. આવી સ્થિતિમાં, ઘણીવાર તમારા મનમાં વિચાર આવતો હશે કે બુટ અને ચપ્પલની ચોરી ન થઇ જાય તો સારું. પરંતુ શું તમે જાણો છો કે, મંદિરમાંથી બુટ અને ચપ્પલની ચોરી થવી શુભ માનવામાં આવે છે. હા, જો શનિવારે મંદિરની બહારથી તમારા બુટ કે ચપ્પલ ચોરાઈ જાય તો સમજી લેવું કે તમારું નસીબ ખુલવા જઈ રહ્યું છે. તમારા ગરીબીના દિવસો જવાના છે અને ઘણા પૈસાનો વરસાદ થવાનો છે.
ખરાબ સમયનો અંત આવવાનો છે :
ભારતીય જ્યોતિષમાં અનેક પ્રકારની માન્યતાઓ છે. જો શનિવારે મંદિરમાંથી બુટ અને ચંપલની ચોરી થઈ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ એક શુભ શુકન છે. તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને જીવનમાં ખુશીઓ આવવાની છે.

ચરણોમાં શનિનો વાસ છે :
જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે શનિનો પગમાં વાસ રહે છે. પગ સાથે શનિ ગ્રહના સંબંધને કારણે શનિ ગ્રહ બુટ અને ચપ્પલના કારક ગણાય છે. એવું પણ માનવામાં આવે છે કે શનિવારે બુટ અને ચપ્પલનું દાન કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીઓ દૂર થાય છે.
મુશ્કેલીભર્યા દિવસો દૂર રહેશે :
જો કોઈની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં હોય તો કામમાં સરળતાથી સફળતા મળતી નથી. આવી સ્થિતિમાં જો શનિવારે મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો તેનો અર્થ એ છે કે કંઈક શુભ થવાનું છે. ચામડું અને પગ બંને શનિથી પ્રભાવિત થાય છે, તેથી જો શનિવારના દિવસે બુટ અને ચપ્પલ ચોરાઈ જાય તો સમજવું જોઈએ કે પરેશાનીના દિવસો બહુ જલ્દી દૂર થવાના છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.