વરરાજો ડીજે લઈને કન્યાના ઘરે પહોંચ્યો પણ આવી અણધારી અડચણ, બંને પક્ષોમાં મચી ગયો ખળભળાટ.

0
201

મિયા બીબી તો હતા રાજી પણ ડીજે ઉપર ભડકી ગયા કાજી, આટલા કલાક સુધી ચાલી માથાકૂટ પછી….

યુપીના ઝાંસીમાં ડીજેના કારણે એક કાજીએ નિકાહ પઢવાની ના કહી દીધી. થયું એવું કે પ્રતિબંધ છતાં પણ લગ્નમાં વરરાજા ડીજે સાથે દુલ્હનના ઘરે પહોચી ગયા. તેની ઉપર કાજી વિફર્યા અને તેમણે નિકાહ પઢવાની ના કહી દીધી. લગભગ 4 કલાક ચાલેલી માથાકૂટ પછી કાજી એક શરત સાથે માની ગયા. શરત મુજબ વર-વધુના લોકો સ્ટેજ ઉપર જઈને જાહેરમાં માફી માગી. ત્યાર પછી મોડી રાત્રે દોઢ વાગે કાજીએ નિકાહ પઢાવ્યા.

ત્યાર પછી શહેરના 3 કાજીઓએ મળીને ફતવો જાહેર કરી મુસ્લિમ સમાજના નિકાહમાં ડીજે ઉપર પ્રતિબંધ લગાવી દીધો. ફતવાનું ઉલંઘન કરવા ઉપર છોકરા પક્ષ ઉપર 25 હજાર રૂપિયા દંડ લગાવવામાં આવશે. જો કોઈ કાજીએ લગ્નમાં ડીજે વાગ્યા પછી નિકાહ પઢાવ્યા, તો તેની ઉપર પણ 5100 રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.

શું છે સમગ્ર ઘટના?

ઝાંસીના પુલિયા નંબર 9 માં આવેલા મદીના મસ્જીદના કાજી અતાઉલ્લા ખાને જણાવ્યુ કે પુલિયા નંબર 9 પાણીની ટાંકીના રહેવાસી એક છોકરીના સંબંધ ઝાંસીના જ ગુરસરાયમાં થયો હતો. 7 દિવસ પહેલા ઈમામ ઘરે જઈને જણાવી આવ્યા હતા કે લગ્નમાં ડીજે લઈને આવવું નહિ. આ સંબંધમાં ફોન ઉપર છોકરાવાળા સાથે વાત થઇ ચુકી હતી.

આગલી રાત્રે છોકરા વાળા જાનમાં ડીજે લઈને આવી ગયા. ડીજે ઉપર નાચતા જાન દુલ્હનના ઘરે પહોચી. શરુઆતની વિધિ પૂરી કર્યા પછી જયારે નિકાહનો સમય થયો, ત્યારે કાજીએ પ્રતિબંધ હોવા છતાં પણ જાનમાં ડીજે વગાડવાને લઈને નિકાહ પઢાવવાની ના કહી દીધી. તેનાથી બંને પક્ષોમાં ખળભળાટ મચી ગયો.

પછી કોઈ રીતે મનામણા કરી લગ્ન કરાવવામાં આવ્યા પણ આગળ એવું ન બને એટલા માટે ફતવો બહાર પાડવામાં આવ્યો અને જો કોઈ મુસ્લિમ સમાજના લોકોએ તેનું ઉલંધન કર્યું, તો તેને દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી કેમ કે કાજીઓનું માનવું છે કે ઇસ્લામમાં હરામ છે ડીજે, તે ખોટા ખર્ચા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.