શનિના ગોચરથી આ રાશિઓને થશે સારો લાભ, અટકેલા કામ થશે પુરા, રોકાયેલા પૈસા મળશે પાછા.
12 જુલાઈએ શનિ રાશિ બદલશે. તેઓ વક્રી ચાલ ચાલતા કુંભ રાશિમાંથી બહાર આવશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે. વક્રી શનિનું ગોચર તમામ રાશિઓને પ્રભાવિત કરશે. તેમજ શનિના આ રાશિ પરિવર્તનની અસર તે રાશિઓ પર પડશે, જેમના પર સાડાસાતી કે ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) ચાલી રહ્યો છે.
2 રાશિની ઢૈય્યાનો અંત આવશે :
શનિદેવ અત્યારે કુંભ રાશિમાં છે. આ કારણે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો માટે ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) ચાલી રહ્યો છે. આ રાશિઓ પર 29 એપ્રિલથી ઢૈય્યાની શરૂઆત થઈ હતી. તેમજ મિથુન અને તુલા રાશિ પરથી શનિની ઢૈય્યા સમાપ્ત થઈ ગઈ હતી. પણ હવે વક્રી શનિ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે તરત જ આ બંને રાશિઓ ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) શરૂ થઇ જશે. તેમજ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને રાહત મળશે.
કર્ક-વૃશ્ચિક રાશિના લોકોને સફળતા મળશે :
12 જુલાઇએ શનિદેવના મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિમાં ઢૈય્યાનો અંત આવશે. તેની સાથે જ તેમને તેમના કાર્યોમાં સફળતા મળવા લાગશે. અટકેલા કામ થશે. રોકાયેલા પૈસા પાછા મળશે. તણાવ અને શારીરિક પીડા ઓછી થશે. પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અને બિઝનેસમાં વધારો થશે. જો જન્મ કુંડળીમાં શનિ સારી સ્થિતિમાં હોય તો તે ઘણો લાભ આપે છે. આ સમય દરમિયાન શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય જરૂર કરો.
શનિ શાંતિ મંત્રની સ્તુતિ :
રાજ્ય નષ્ટ થયેલા રાજા નલને સ્વપ્નમાં શનિદેવે તેમના એક પ્રાર્થના મંત્રનો ઉપદેશ આપ્યો હતો. તે જ નામ સ્તુતિથી તેમને ફરીથી રાજ્ય પ્રાપ્ત થયું. તે સ્તુતિથી શનિદેવની પ્રાર્થના કરવી જોઈએ. જે વ્યક્તિ દર શનિવારે તેનો પાઠ કરે છે, તેણે ક્યારેય શનિની પીડા સહન કરવી પડી ન હતી. સ્તુતિ નીચે મુજબ છે :
ક્રોડં નીલાંજનપ્રખ્યં નીલવર્ણસમસ્નજમ્। છાયામાર્તન્ડસમ્ભૂતં નમસ્યામિ શનૈશ્ચરમ્।।
નમોર્કપુત્રાય શનૈશ્ચરાય નીહારવણાજનમેચકાય। શ્રુત્વા રહસ્યં ભવકામદશ્ચ ફલપ્રદો મેં ભવ સૂર્યપુત્ર।।
મનોસ્તુ પ્રેતરાજાય કૃષ્ણદેહાય વૈ નમઃ। શનૈશ્ચરાય ક્રૂરાય શુદ્ધબુદ્ધિપ્રદાયિને।।
ય અભિર્નામભિ: સ્તૌતિ તસ્ય તુષ્ટા ભવામ્યહમ્। મદીયં તુ ભયં તસ્ય સ્વપેપિ ન ભવિષ્યતિ।।

શનિદેવના વિશેષ મંત્ર :
1) ૐ શન્નો દેવીરભિષ્ટયઆપો ભવન્તુ પીતયે શંયોર ભિસ્ત્રવન્તુ નઃ
2) ૐ પ્રાં પ્રીં પ્રૌં શનયે નમઃ.
3) ૐ શં શનૈશ્ચરાય નમઃ.
4) ૐ એં હ્રીં સ્તહં શનૈશ્ચરાય નમઃ
5) ૐ શં શનૈશ્વરાય નમઃ.
6) ૐ સ્વઃ ભુવઃ ભૂ: ૐ સ: ખૌં ખીં ખાં ૐ શનૈશ્ચરાય નમઃ.
7) નીલાંજનં સમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્, છાયામાર્તણ્ડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ્
8) ૐ શનૈશ્ચરાય સશક્તિકાય સૂર્યોત્મજાય નમઃ.
9) ૐ શાન્તાય નમઃ
10) ૐ શરણ્યામ નમઃ
11) ૐ વરેણ્યાય નમઃ
12) ૐ સર્વેશાય નમઃ
13) ૐ સૌમ્યાય નમઃ
14) ૐ સુરવન્દ્યાય નમઃ
15) ૐ સુરલોકવિહારિણે નમઃ
16) ૐ સુખાસનોપવિષ્ટાય નમઃ
17) ૐ સુંદરાય નમઃ
18) ૐ ઘનાય નમઃ
19) ૐ ઘનરૂપાય નમઃ
20) ૐ ઘનાભરળધારિળે નમઃ
આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.