કાગડાની ચરક તમારા પર પડે તો થઈ જાઓ સાવધાન, કાગડો આપે છે આ 7 સંકેતો.

0
652

કાગડા સાથે જોડાયેલા આ શુભ અશુભ સંકેત જણાવે છે આવનારી ઘટનાઓ વિષે.

ઘરમાં કાગડાનું આગમન તમારા જીવનમાં શુભ અને અશુભ બંને પરિવર્તન લાવી શકે છે. ચાલો શકુન શાસ્ત્ર પ્રમાણે જાણીએ કે કાગડાનું કેવું વર્તન તમારા માટે સારા અને ખરાબ સંકેતોની ઓળખ કરાવે છે.

ચકલી, કબૂતરો તેમજ કાગડાઓ મોટાભાગે આપણા ઘરની છત પર અથવા બાલ્કનીમાં બેસે છે. કાગડો એક એવું પક્ષી છે, જેને દુનિયામાં બનતી સારી-ખરાબ ઘટનાઓની જાણકારી ઘણા સમય પહેલા જ મળી જાય છે. હિંદુ ધર્મમાં તેને યમનો દૂત માનવામાં આવે છે. ઘરમાં કાગડાનું આગમન તમારા જીવનમાં શુભ અને અશુભ બંને પરિવર્તન લાવી શકે છે. ચાલો જાણીએ કે શકુન શાસ્ત્ર પ્રમાણે કાગડાનું કેવું વર્તન હોય, તો તેનાથી સારા અને ખરાબ સંકેતોની ઓળખ થાય છે.

પાણી પીતો કાગડો : શકુન શાસ્ત્ર પ્રમાણે જો તમે કાગડાને વાસણમાં પાણી પીતા જુઓ છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને નજીકના ભવિષ્યમાં પૈસા મળવાના છે અથવા તમને કોઈ કામમાં મોટી સફળતા મળવાની છે.

કાગડાઓનું ટોળું : કાગડાઓનું ટોળું જોવું એ સૂચવે છે કે ટૂંક સમયમાં સંકટ આવી રહ્યું છે. જો કોઈના ઘરની છત પર કાગડાઓનું ટોળું આવે અને અવાજ કરે તો તે કંઈક અપ્રિય બનાવ બનવાની નિશાની છે. ખાસ કરીને આવા સંકેતો ઘરના વડા માટે સારા નથી હોતા.

રોટલી ખાતો કાગડો : કાગડાને રોટલી અથવા માંસનો ટુકડો ખાતા જોવું શુભ ગણાય છે. તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. તમે પૈસા કમાઈ શકો છો અને કોઈ મોટા કામમાં સફળતા મળવાના ચાન્સ પણ બની શકે છે.

જો તમારા ઉપર ચરકે : જો કાગડો કોઈ વ્યક્તિ ઉપર ચરકે તો તે શુભ માનવામાં આવતું નથી. જ્યારે આવું થાય છે, ત્યારે વ્યક્તિએ રોગોનો સામનો કરવો પડે છે અને આર્થિક સંકટ પણ આવી શકે છે.

ઉત્તર-દક્ષિણ દિશામાં બેસેલો કાગડો : જો તમારા ઘરમાં દક્ષિણ દિશામાં કાગડો બેઠો હોય, તો તે ઘરમાં પિતૃ દોષ હોવાનો સંકેત આપે છે. જો આવી કોઈ નિશાની જોવા મળે તો પિતૃ દોષ દૂર કરવાના ઉપાય કરો. શકૂન શાસ્ત્ર પ્રમાણે જો બપોરના સમયે ઉત્તર કે પૂર્વ દિશામાંથી કાગડાનો અવાજ સંભળાય તો તે સ્ત્રી સુખનો સંકેત માનવામાં આવે છે.

કાગડાનું ઈંડું : જો તમે સંતાનની ઈચ્છા રાખો છો અને તમને ક્યાંક કાગડાના ઈંડા દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. તમારા ઘરે જલ્દી સારા સમાચાર આવવાના છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.