સર્જનાત્મકતા (ક્રિએટિવિટી) ની કોઈ મર્યાદા નથી હોતી. અને કેટલાક લોકો ક્યારેક પોતાના કંટાળાને દૂર કરવા માટે વસ્તુઓમાં વધારાની બુદ્ધિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. એ પ્રયત્નોમાં કેટલીકવાર તેમનું બુદ્ધિ ચાતુર્ય એવા અદ્ભુત અને રમુજી વિચારોને જન્મ આપે છે કે તેના સર્જકોને પણ તેમની પ્રશંસા કરવાનું મન થાય છે.
આ રીતે આઉટ ઓફ ધ બોક્સ વિચારવું અને મનોરંજક વિચારો સાથે આવવું એ પણ જીવનમાં કંટાળાને દૂર કરવાની શ્રેષ્ઠ રીતો છે. પૃથ્વી પર આવા ઘણા લોકો છે, જેઓ ફ્રી ટાઇમમાં વસ્તુઓ પર જાત જાતના પ્રયોગ કરે છે અને તેમનો દેખાવ બદલી નાખે છે. તેમની આવી હરકતો જોઈને હસવું પણ આવે છે અને તેના વખાણ કરવાનું પણ મન થાય છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક ફની ક્રિએટિવિટીના ફોટા લઈને આવ્યા છીએ.
આવો અમે તમને એવી જ કેટલીક મહાન વ્યક્તિઓની સર્જનાત્મકતાના ફોટા બતાવીએ, જેને જોઈને તમે પણ હસવા લાગશો.

(1) એવું લાગે છે કે આનું આજે જ બ્રેકઅપ થયું છે. (2) આ બુટ પહેરવાના ઓછા અને રમવાની વસ્તુ વધારે લાગી રહ્યા છે.
(3) આ જોઈને માણસ તો શું જાનવરો પણ રાત્રે ડરી જાય.
(4) જ્યારે તમને સફાઈનો વધુ શોખ હોય ત્યારે ઘરવાળા આવી જ કેક આપે છે. (5) આ બર્ડહાઉસ એ આ ઘરનું મિની વર્ઝન લાગે છે.
(6) ભાઈ કોઈ આમની પાસે બેસો, તે ક્યારના રાહ જોઈ રહ્યા છે. (7) આ ઉંદરોને જોઈને આસન બનાવ્યું હતું કે સંયોગ છે?
(8) પોતાની ફર્સ્ટ કોપી જોઈને બિલાડી ગુસ્સે થઈ ગઈ. (9) બોટલની અંદર પર્વતો ક્યારથી ઉગવા લાગ્યા?
(10) આ સ્ટેચ્યુ બનાવવાવાળાનું કોઈ નામ જણાવો. (11) આમના ઘરને સિક્યુરિટી ગાર્ડની જરૂર નહિ પડતી હોય.
(12) સ્વીડનમાં એક 2D કેફે બનાવ્યું છે, જે વાસ્તવિક છે, પરંતુ વાસ્તવિક લાગતું નથી. (13) આને ખાવાની વસ્તુ સમજવાની ભૂલ ન કરતા, આ બધા પથ્થરના બનેલા છે.
(14) શું તમે ક્યારેય પગ વાળી કચરાપેટી જોઈ છે? (15) દરવાજાના હેન્ડલને ચશ્માનું રૂપ આપીએ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની આ ટ્રીક સારી છે.
આમના મગજમાં આવા વિચારો કોણ સપ્લાય કરે છે ભાઈ?