બહેનને બોજ માનતો હતો ભાઈ, પણ બહેને તેના માટે કર્યું એવું કામ કે તમારી આંખમાં આવી જશે આંસુ.

0
5359

મારી બહેનના લગ્નને 8 વર્ષ થઈ ગયા છે.

હું તો ક્યારેય તેના ઘરે ગયો નથી. હોળી, દિવાળી, ભાઈ બીજ પર ક્યારેક-ક્યારેક માતા પિતા જાય છે.

એક દિવસ મારી પત્ની મને કહેવા લાગી કે, જ્યારે પણ તમારી બહેન આવે છે ત્યારે તેના બાળકો ઘરની હાલત બગાડી નાખે છે. ખર્ચ બમણો થઈ જાય છે અને તમારી માં આપણાથી છુપાવીને તેને ક્યારેક સાબુનું બોક્સ આપે છે, ક્યારેક કપડાં, ક્યારેક પાવડરના બોક્સ અને ક્યારેક તે ઘઉં, ચોખા અને દાણની થેલી ભરે છે, તમારી માં ને કહો, આ આપણું ઘર છે ધર્માદા કેન્દ્ર નથી.

મને ખૂબ ગુસ્સો આવ્યો કે હું મુશ્કેલથી ખર્ચો ઉઠાવી શકું છું અને માં બહેનને બધું આપે છે. બહેન એક દિવસ અમારા ઘરે આવી હતી, તેના પુત્રએ ટીવીનું રિમોટ તોડી નાખ્યું, મેં ગુસ્સામાં મમ્મીને કહી દીધું કે, મમ્મી બહેનને કહી દે કે ભાઈ બીજ પર જ અહીં આવ. અને આ બધું જે તમે સાબુ, પાઉડર અને ચોખા વગેરેની થેલીમાં ભરો છો, તે બધું બંધ કરો. માં ચૂપ રહી પણ બહેને મારી બધી વાત સાંભળી લીધી, બહેન કંઈ બોલી નહિ.

4 વાગી રહ્યા હતા, બેહેન પોતાના બાળકોને તૈયાર કર્યા અને કહેવા લાગી કે ભાઈ મને બસ સ્ટોપ સુધી છોડી દે. મેં નામ પૂરતું કહ્યું હજુ થોડા દિવસ રહેતે તો સારું. પરંતુ તે હસી અને કહ્યું નહીં ભાઈ બાળકોની રજા પૂરી થવા આવી છે.

પછી જ્યારે અમે બંને ભાઈઓ વચ્ચે જમીનની વહેંચણી થઈ રહી હતી ત્યારે મેં ભાઈને સ્પષ્ટ ના પાડી દીધી કે, હું મારી જમીનમાંથી મારી બહેનને ભાગ નહીં આપું.

સામે બહેન બેઠી હતી.

તે ચૂપ રહી અને કંઈ બોલી નહિ, મમ્મીએ કહ્યું કે દીકરીનો પણ હક હોય છે, પણ મેં ગાળો આપી અને કહ્યું કે ગમે તે થાય હું બહેનને ભાગ નહીં આપું.

મારી પત્નીએ પણ બહેન સાથે દુ-ર્વ્ય-વ-હાર કરવા લાગી તેને ખરાબ શબ્દો બોલવા લાગી ત્યારે પણ બિચારી ચૂપ હતી.

મોટા ભાઈ થોડા સમય પછી અલગ થઈ ગયા.

મારા મોટા પુત્રને ટીવીની બીમારી થઇ ગઈ હતી, મારી પાસે તેની સારવાર કરાવવા માટે પૈસા ન હતા, હું ખૂબ જ પરેશાન હતો, લાખ રૂપિયાનું દેવું પણ લીધું હતું.

હું ખૂબ જ પરેશાન હતો, રૂમમાં એકલો બેસીને મારી પરિસ્થિતિ પર રડી રહ્યો હતો.

એ વખતે એ જ બહેન ઘરે આવી. મેં ગુસ્સામાં કહ્યું, હવે આ આવી ગઈ મનહૂસ.

મેં મારી પત્નીને કહ્યું કે, બહેન માટે કંઈક તૈયાર કર, પછી મારી પત્ની મારી પાસે આવી અને કહેવા લાગી કે આની માટે કંઈ રાંધવાની જરૂર નથી.

પછી એક કલાક પછી તે મારી પાસે આવી ને બોલી, ભાઈ તમે ચિંતામાં છો? બહેને મારા માથા પર હાથ મૂક્યો ને કહ્યું, હું તારી મોટી બહેન છું.

તે મારી નજીક આવી અને પર્સમાંથી સોનાની બંગડી કાઢીને મારા હાથમાં મૂકી દે છે અને ધીમેથી બોલે છે, ગાંડા તારી મોટી બહેન હજુ જીવિત છે. તું શું કામ ચિંતા કરે છે.

આ બંગડીઓ વેચીને પોતાના દીકરા માટે પૈસા ખર્ચ કર.

તારું મોઢું તો જો કેવી હાલત કરી નાખી છે પોતાની?

હું ચૂપ હતો, મારી બહેને હળવેકથી કહ્યું, કોઈને કહેતો નહીં કે મેં તને આ બંગડી આપી છે, તને મારી કસમ છે.

મારા માથે હાથ ફેરવીને એક હજાર રૂપિયા આપ્યા, જેમાં સો, પચાસ અને દસની નોટો હતી, કદાચ તેની બચત હતી. તે રૂપિયા મારા ખિસ્સામાં નાખીને બોલી બાળકોના ખાવા માટે કાંઈ લઇ આવજે. તું ચિંતા ન કર બધું સારું થશે.

તે ઝડપથી ઉભી ઉભી થઇ અને ચાલવા માંડી. તે ઘરની બહાર નીકળી ત્યારે મેં તેના પગ તરફ જોયું તો તેના પગમાં ખુબ ઘસાયેલી ચપ્પલ હતી, જૂનો દુપ્પટો ઓઢી રાખ્યો હતો. જયારે પણ આવતી ત્યારે તે જ દુપ્પટો રહેતો. લગભગ આજે પહેલી વખત મેં એ મારી બહેન સામે ધ્યાનથી જોયું અને તેની પરિસ્થિતિને જોઈને એવું લાગ્યું કે તેની સ્થિતિ અમારા કરતા પણ ખરાબ છે અને તેનું દિલ બધા કરતા મોટું છે.

આપણે ભાઈઓ કેટલા મતલબી હોયએ છીએ. બહેનોને એક ક્ષણમાં પારકી કરી નાખીએ છીએ અને ભાઈઓનું સહેજ પણ દુઃખ બહેનો સહન કરી શકતી નથી.

હું હાથમાં બંગડી પકડીને જોર જોરથી રડી રહ્યો હતો.

ભગવાન જાણે કે તે તેના ઘરમાં કેટલું દુઃખ સહન કરી રહી હશે.

મારી વિનંતી છે કે. તમે તમારી બહેનો સાથે થોડીવાર બેસો અને તેમની સ્થિતિ વિશે પૂછો. કદાચ થોડી ક્ષણો માટે તેના ચહેરા પર શાંતિ આવી જશે. બહેનો માતાનું સ્વરૂપ હોય છે.