એવી વસ્તુનું નામ જણાવો, જેનો પડછાયો નથી પડતો, જાણો UPSC ઇન્ટરવ્યૂના આવા જ મુશ્કેલ પ્રશ્નોના જવાબ.
UPSC પરીક્ષામાં ઉમેદવારોને એવા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ ખૂબ જ સરળ હોય છે. પરંતુ તમારે તેમને ખૂબ જ કાળજીપૂર્વક જવાબ આપવો પડે છે.
UPSC પરીક્ષા પાસ કરવી એ દરેક ભારતીય યુવકનું સપનું છે, પરંતુ બહુ ઓછા લોકો આ સપનું સાકાર કરી શક્યા છે કારણ કે UPSC ની પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષાની સાથે તેનું ઇન્ટરવ્યૂ પણ ખૂબ જ અઘરુ ગણવામાં આવે છે. ઘણા ઉમેદવારો બંને પરીક્ષાઓમાં સફળ થાય છે, પરંતુ તેઓને ઇન્ટરવ્યુ બહાર જવાનો રસ્તો પકડાવી દે છે. ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા પ્રશ્નો ખૂબ જ મુશ્કેલ હોય છે. જેના કારણે ઉમેદવારો પ્રશ્નોમાં અટવાઈ જાય છે. આજે આપણે અહીંયા એવા અઘરા પ્રશ્નો જાણીશું, જે યુપીએસસી ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવે છે.
1. પ્રશ્ન : જિલ્લા ગેઝેટિયર શું છે?
જવાબ : અંગ્રેજોના જમાનામાં દર વર્ષે તે તૈયાર કરવામાં આવતું હતું, તેમાં સમગ્ર જિલ્લાનો રેકોર્ડ રાખવામાં આવતો હતો.
2. પ્રશ્ન : સૂર્યના કિરણમાં કેટલા રંગો હોય છે?
જવાબ : સાત રંગો.
3. પ્રશ્ન : જો કોઈ છોકરો છોકરીને પ્રપોઝ કરે, તો શું તે ગુનાની શ્રેણીમાં આવશે?
જવાબ : ના, કારણ કે IPC ના કોઈપણ સેક્સનમાં, પ્રપોઝ કરવાને અપરાધની શ્રેણીમાં મુકવામાં આવ્યો નથી.
4.પ્રશ્ન : આપણે પેટ્રોલ પંપ પર કેવા કપડાં પહેરવા ના જોઈએ?
જવાબ : સિન્થેટિક.

5. પ્રશ્ન : એવું કયું પ્રાણી છે કે જેનું માથું કપાયા પછી પણ તે ઘણા દિવસો સુધી જીવી શકે છે?
જવાબ : વંદો.
6. પ્રશ્ન : ભારતમાં સૌથી મોંઘું શહેર કયું છે?
જવાબ : મુંબઈ.
7. પ્રશ્ન : માનવ આંખનું વજન કેટલું હોય છે?
જવાબ : આંખનું વજન માત્ર આઠ ગ્રામ હોય છે.
8. પ્રશ્ન : રેલવેમાં લાગેલા W/L બોર્ડનો અર્થ શું છે?
જવાબ : જ્યાં W/L બોર્ડ લગાવેલા હોય ત્યાં ડ્રાઈવરે હોર્ન વગડાવો પડે છે.
9. પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે, જેનો પડછાયો નથી તેનું નામ જણાવો?
જવાબ : રસ્તો.
10. પ્રશ્ન : એ શું છે જે સમુદ્રમાં થાય છે અને તમારા ઘરમાં રહે છે?
જવાબ : મીઠું.
આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.