કાશીમાં સ્થિત આ મંદિરોના દર્શન માત્રથી કષ્ટ થાય છે દૂર, ભક્તોની ઈચ્છાઓ થાય છે પુરી…

0
265

આપણા ભારત દેશમાં ઘણા બધા મંદિર આવેલા છે, જે પોતાની કોઈ વિશેષતાને અથવા રહસ્યને કારણે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. આમ તો આપણો દેશ ધાર્મિક દેશ માનવામાં આવે છે. તમને દરેક ગલીમાં કોઈ ને કોઈ મંદિર અવશ્ય જોવા મળશે અને બધા હિંદુ ધર્મના લોકોના ઘરમાં મંદિર અવશ્ય હોય છે. તે પૂજા-પાઠ કરવા માટે પોતાના ઘરમાં નાનું મંદિર અવશ્ય બનાવે છે

ભારતમાં એવા ઘણા બધા મંદિર છે, જે તેમના ચમત્કારો માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ વારાણસીને સ્વયં ભગવાન શિવની નગરી કહેવામાં આવે છે. આ સ્થાન પર ઘણા બધા પ્રમુખ તીર્થ સ્થાન આવેલા છે અને અહીં પર ઘણા બધા મંદિર અને ધાર્મિક સ્થળ પણ છે.

આમ તો જોવા જઈએ તો ઉત્તર પ્રદેશમાં કાશીની ધરતી ઘણી પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ધરતી પર અંતિમ શ્વાસ લેવા વાળા વ્યક્તિને સ્વર્ગ નસીબ થાય છે, અને તે શિવ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. કાશી નગરીમાં આવીને બધા ભક્તોની ઈચ્છાઓ પુરી થઈ જાય છે. અને આ સ્થાન વષે એવું પણ ક્હેવામાં આવે છે કે જે ભક્ત અહીં પણ આવે છે તે ક્યારેય ખાલી હાથે પાછો નથી જતો.

કાશીની પાવન ધરતી પર જ મહાકવિ ગોસ્વામી તુલસીદાસને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આજે અમે તમને આ લેખના માધ્યમથી કાશીના એ મંદિરો વિષે જાણકારી આપીશું જ્યાં દર્શન કરવા વાળા ભક્તોની બધી મનોકામનાઓ પુરી થાય છે અને બધા કષ્ટોનો અંત થાય છે.

આવો જણાવીએ કાશીના આ મંદિરો વિષે :

મહાવીર મંદિર :

વારાણસીમાં વરુણા પાર અર્ડલી બજાર ટકટપુરમાં આવેલું મહાવીર મંદિર વ્યક્તિઓની આસ્થાનું કેંદ્ર બન્યું છે. આ મંદિર ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીનું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં હનુમાનજીના દર્શન માત્રથી મનુષ્યના જીવન માંથી બધા કષ્ટોનો અંત આવી જાય છે. તેમજ ભક્તોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને સાથે જ ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

વારાણસીના આ મંદિરમાં સ્થાપિત પ્રાચીન મૂર્તિનું નિર્માણ રાજા અર્જુન દ્વારા કરાવવામાં આવ્યું હતું. જયારે ભક્તની ઈચ્છા પુરી થઈ જાય છે તો ભક્ત આ મંદિરમાં આવીને હનુમાનજીને પ્રસાદ અર્પિત કરે છે. જો ભક્તોની કોઈ મનોકામના પુરી નથી થઈ શકતી તો એ મનોકામનાને પુરી કરવા માટે તે કાશીના આ મંદિરમાં માથું ટેકવા આવી શકે છે.

બનકટી હનુમાન મંદિર :

જયારે તુલસીદાસજીએ કાશીમાં પ્રવાસ કર્યો હતો એ દરમ્યાન પોતાના પૂજ્ય હનુમાનજીના અનેક મંદિરોની સ્થાપના કરાવી હતી. એ મંદિરોમાંથી એક બનકટી હનુમાન મંદિર છે. એવું જણાવવામાં આવે છે કે દુર્ગા કુંડમાં સ્થિત આ મંદિરની આસપાસના ક્ષેત્રમાં પહેલા ગાઢ જંગલ હતું, અને જંગલની વચ્ચે હનુમાજીની મૂર્તિ મળી આવી હતી. એ મૂર્તિને જ બનકટી હનુમાનજી નામથી જાણવામાં આવે છે.

કાશી પ્રવાસ દરમ્યાન તુલસીદાસજી પોતે રોજ બનકટી હનુમાનજીના દર્શન કરતા હતા, અને તુલસીદાસને હનુમાનજી કોઢિયા (कोढी) ના રૂપમાં મળવા આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સતત 41 દિવસ સુધી બનકટી હનુમાનજીના દર્શન કરે છે તો એની બધી ઈચ્છાઓ પુરી થાય છે.

કળિયુગમાં હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે જે પોતાના ભક્તોના બધા કષ્ટો દૂર કરે છે અને એમના જીવનને ખુશહાલ બનાવે છે. આવી સ્થિતિમાં તમે કાશીના આ બંને મંદિરોના દર્શન કરીને આવીઓ શકો છો. આ બંને મંદિર કોઈ પુણ્ય તિથિથી ઓછા નથી. જો તમે પોતાની ઈચ્છાઓ પુરી કરવા માંગો છો તો આ મંદિરમાં જરૂર જાવ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)