જોક્સ :
મમ્મી : જો પિંટું, તું હંમેશા ખરાબ બાળકો સાથે રમે છે,
તું સારા બાળકો સાથે કેમ નથી રમતો?
પિંટું : શું કરું મમ્મી, સારા બાળકોની મમ્મીઓએ સારા બાળકોને મારી સાથે રમવાની ના પાડી છે.
જોક્સ :
એક સજ્જન કહી રહ્યા હતા કે તે છેલ્લા 20 વર્ષથી ગીતાનો ઉપદેશ સાંભળતા હતા.
પછી તપાસ કરી તો ખબર પડી કે તેમની ધર્મપત્નીનું નામ ગીતા છે.

જોક્સ :
મેનેજર : અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.
સલાહકાર : એમ કરો સાથે માથાનો દુ:ખાવો દુર કરવાની ગોળી ક્રોસીન આપો.
જોક્સ :
રાજુ : બાબા સુખી વૈવાહિક જીવનનો મંત્ર જણાવો.
બાબા : દીકરા જ્યાં સુધી મોં બંધ અને પર્સ ખુલ્લું રહેશે ત્યાં સુધી કૃપા આવતી રહેશે.
જોક્સ :
પિંકી પોતાની તૂટેલી ચંપલ સીવડાવવા ગઈ.
ચંપલની હાલત જોઈને મોચી બોલ્યો હું આને નથી સીવી શકતો.
પિંકીએ કહ્યું : અરે કોશિશ તો કરો, નેપોલિયને કહ્યું હતું કે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી.
મોચીએ ચંપલ પરત દેતા કહ્યું : તો મહેરબાની કરીને આને નેપોલિયન પાસેથી જ સીવડાવો.
જોક્સ :
પ્રોફેસર : જમવાના સૌથી ઓછો સમય ક્યારે લાગે છે?
ટપ્પુ : જયારે પોતાનો ફોન પોતાના હાથમાં હોય ત્યારે જમતા 1 કલાક થાય છે,
અને જયારે પોતાનો ફોન બીજાના હાથમાં હોય ત્યારે ફક્ત 2 મિનિટમાં જમવાનું પૂરું થઈ જાય છે.
જોક્સ :
પોલીસ : જેલર સાહેબ, કાલે કેદીઓએ જેલમાં રામાયણ ભજવેલી.
જેલર : એ તો બહુ સારી વાત કહેવાય. તું રાજી થવાને બદલે કેમ આટલો ચિંતામાં છે?
પોલીસ : સાહેબ, હનુમાન બનેલો કેદી હજી સુધી સંજીવની લઈને પાછો નથી આવ્યો! હવે શું કરીશું?
જોક્સ :
એક વખત 10 ડોકટરો મળીને એક મોટા હાથીનું ઓપરેશન કરી રહ્યા હતા.
ઓપરેશન પછી મોટા ડોક્ટરે કમ્પાઉન્ડરને કહ્યું,
એકવાર ચેક કરીલે કોઈ સાધન રહી નથી ગયું ને?
કમ્પાઉન્ડર બોલ્યો : સાધન તો બધા છે, પણ ડોક્ટર વર્મા દેખાઈ નથી રહ્યા.
જોક્સ :
કવિ (મિત્રને) : અરે યાર, મારા 5 વર્ષના પુત્રએ મારી બધી કવિતાઓ ફાડી નાખી.
મિત્ર : અરે વાહ, તારો પુત્ર તો ખૂબ જ સમજદાર નીકળ્યો. કલાને પારખવાની સમજ છે તેનામાં.
જોક્સ :
પત્ની : અરે સાંભળો છો, આ વખતે રજાના દિવસોમાં આપણે ક્યાં જઈશું?
પતિ : જ્યાં દુઃખ ન હોય, આંસુ પણ ના હોય, ફક્ત પ્રેમ અને પ્રેમ જ હોય.
પત્ની : સાંભળો તમે એકલા ફરવા માટે જાવ એ શક્ય નથી, હું પણ તમારી સાથે આવીશ.
જોક્સ :
પિતા(પુત્રને) : તમારા વર્ગમાં સૌથી મહેનતું વિદ્યાર્થી કોણ છે?
પુત્ર : હું.
પિતા : કેવી રીતે?
પુત્ર : કારણકે વર્ગમાં જ્યારે બીજા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય છે, ત્યારે ફક્ત હું જ એકલો પાછલી બેંચ પર ઉભો રહું છું.
જોક્સ :
તે છમ છમ કરતી આવી અને છમ છમ કરતી જતી રહી,
હું ઉભો હતો સિંદુર લઈને ને તે રાખડી બાંધીને જતી રહી.
જોક્સ :
ચંપકલાલ ઠંડીથી થરથર કાંપતા હતા.
ટપુએ ડૉક્ટર હાથીને ફોન કર્યો.
ટપુ : સાહેબ, જલદી ઘેર આવો.
ડૉક્ટર હાથી : કેમ ટપુ, અચાનક શું થયું?
ટપુ : બિમારી તો ખબર નથી પરંતુ સવારથી મારા દાદાજી “વાઈબ્રેશન મોડ” પર છે!
જોક્સ :
છોકરા વાળા : દીકરી શરમાતી નહિ, કાંઈ પૂછવું હોય પૂછી શકે છે.
છોકરી : જો તમે સમોસા ન ખાવાના હોય તો હું ખાઈ લઉં.