ડુંગળી કાપતા શું કામ આવે છે આંખ માંથી આંસુ, આ કરશો તો નહિ આવે આંસુ.

0
744

માણસને રડાવતી ડુંગળી, પણ શું છે તેની પાછળનું કારણ આજે જાણી લો.

ખાવામાં દરેક શાકનો જુદો જ સ્વાદ હોય છે, તો શાકમાં નાખેલા મસાલા પણ તેને વધુ ટેસ્ટી બનાવે છે. વાત કરીએ દાળ-શાકને તડકો લગાડવાની તો તેમાં ઘણું બધું નાખવામાં આવે છે. તેમાં ડુંગળી, ટામેટા, લસણ, આદુ, મરચા ધાણા વગેરે નાખવામાં આવે છે. જ્યાં દાળ-શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ઠ બને છે, ત્યાં તે બધું કાપવામાં ઘણી મહેનત પડે છે, અને સૌથી વધુ મહેનત પડે છે ડુંગળી કાપવામાં.

ડુંગળી વગર અધૂરા લાગે છે દાળ-શાક.

ડુંગળી એક એવી વસ્તુ છે જેના વગર શાક અધૂરા જેવું લાગે છે. ભલે ડુંગળી કેટલી પણ મોંઘી થઇ જાય પણ વગર ડુંગળીનું શાક સારું નથી લાગતું. પણ આ બધી માથાકૂટમાં ડુંગળી કાપવામાં આપણો જીવ નીકળી જાય છે. ડુંગળી કાપતી વખતે એવું લાગે છે કે વિશેષ કોઈ મશીન આવી જાય કે પછી કોઈ બીજા તમારા માટે ડુંગળી કાપી દે. કેમ કે તેને કાપવાથી આંસુ, સારા એવા ને રડાવી નાખે છે.

કેમ આવે છે ડુંગળી કાપવાથી આંખમાં આંસુ?

ડુંગળી કાપવામાં હંમેશા આંસુ કેમ આવે છે અને આંખોમાં બળતરા કેમ થાય છે? જો કે બીજા કોઈ શાક, ત્યાં સુધી કે મરચા કાપવાથી પણ આંખમાં આંસુ નથી આવતા.

આંસુઓની પાછળ આ છે વૈજ્ઞાનિક કારણ.

ડુંગળી કેટલાય પડોથી મળીને બને છે. તેમાં એક સાઈન પ્રોપેથીયલ એસ ઓક્સાઈડ નામનું રસાયણ મળી આવે છે. જો કે ડુંગળી કાપતી વખતે આંખમાં લેક્રાઈમલ ગ્લેન્ડને ઉત્તેજિત કરે છે. જેથી આંસુ આવી જાય છે. આમ તો તેના પહેલા વેજ્ઞાનિકોને લાગતું હતું આંસુ આવવા ડુંગળીમાં રહેલા એલીનેસ નામના ઇંઝાઈમ ને કારણે થાય છે.

પણ એક રીસર્સમાં જાણવામાં આવ્યું છે, તેમાં લેક્રોઈમેટ્રી-ફેક્ટર સિંથેસ નામનું ઇંઝાઈમ મળી આવે છે. અને ડુંગળી કાપતી વખતે તેમાંથી આ લેક્રોઈમેટ્રી-ફેક્ટર સિંથેસ ઇંજાઈમ નીકળે છે. આપણી આંખની એક સારી ખાસિયત એ છે કે તેમાં જો કોઈ બહારના તત્વ આવી જાય છે તો તે આંસુ કાઢીને તેને ધોવાનો પ્રયાસ કરે છે. પણ આ વસ્તુનો ઉપયોગ કરીને તમે રોવાથી બચી શકો છો.

આવી રીતે કરી શકો છો બચાવ.

૧) તમે જે જગ્યાએ ડુંગળી કાપી રહ્યા હોય ત્યાં કેન્ડલ કે લેમ્પ સળગાવી લો. આમ કરવાથી ડુંગળીમાંથી નીકળતો ગેસ કેન્ડલ કે લેમ્પ તરફ જતો રહેશે અને તમારી આંખો સુધી નહી પહોચી શકે.

૨) ડુંગળી કાપતી વખતે આજુ બાજુ ચાલતા પંખા બંધ કરી દો.

૩) ડુંગળી કાપતા પહેલા થોડી વાર સુધી તેને પાણીમાં પલાળીને રાખી દો.