મજેદાર જોક્સ : શિક્ષક : તું ગઈકાલે ગેરહાજર કેમ હતો. ચિન્ટુ : એ નહીં જણાવું. શિક્ષકે ફૂટપટ્ટી હાથમાં લઈને …

0
2028

જોક્સ :

જન્માષ્ટમી પછી જો એક બે દિવસ સુધી કોઈ ફોન કે પોસ્ટ નાં આવે તો,

સમજી જજો કે,

ભાઈ મોબાઈલ પણ હારી ગયા છે.

જોક્સ :

રમેશ જલેબી વેચતો હતો પણ કહેતો હતો,

બટેટા લો… બટેટા લો…

વટેમાર્ગુ : ભાઈ આ તો જલેબી છે, તો પછી બટેટા કેમ બોલે છે?

રમેશ : ચૂપ રહે ભાઈ! નહિંતર માખીઓ આવી જશે.

જોક્સ :

એક સજ્જન કહેતા હતા કે,

“તેઓ છેલ્લા 20 વર્ષથી ગીતાનો ઉપદેશ સાંભળી રહ્યા છે.”

પણ પછી મને એ વાતની જાણ થઈ કે,

ગીતા તેમની પત્નીનું નામ છે.

જોક્સ :

બાબા ઓરેન્જનો નંબરવાળા ચશ્મા દૂર કરવાનો ઘરેલુ ઉપાય.

પહેલા જમણા હાથમાં જમણી દંડી પકડો,

પછી ડાબા હાથમાં ડાબી દંડી પકડો,

ધીમેધીમે ચશ્મા આગળ ખેંચો,

ચશ્મા ઉતરી જશે.

જોક્સ :

શિક્ષક : તું ગઈકાલે ગેરહાજર કેમ હતો?

ચિન્ટુ : એ નહીં જણાવું.

શિક્ષકે ફૂટપટ્ટી હાથમાં લઈને કહ્યું : જલ્દી બોલ.

ચિન્ટુ : ગર્લફ્રેન્ડ સાથે હતો.

શિક્ષક : આટલો નાનો હોવા છતાં ગર્લફ્રેન્ડ સાથે ફરે છે, કોણ છે એ છોકરી?

ચિન્ટુ : તમારી દીકરી.

શિક્ષક બેભાન.

જોક્સ :

સેલ્સમેન : સર તમે વંદા માટે પાવડર લેશો?

રવિ : ના અમે વંદાને આટલો લાડ-પ્રેમ નથી કરતા.

આજે પાઉડર આપીશું તો કાલે અત્તર માંગશે.

જવાબ સાંભળીને સેલ્સમેન બેભાન થઈ ગયો!

જોક્સ :

નવું નવું ઈંગ્લીશ શીખતી એક મહિલા ફળ વેચનાર પાસેથી અંગ્રેજીમાં ફળો માંગી રહી હતી અને કહેતી હતી :

“Give me some destroyed husband.”

ત્યાં હાજર લોકોને એ સમજવામાં એક કલાક લાગ્યો કે તે નાશપતિ માંગી રહી છે.

જોક્સ :

છોકરીવાળા : અમને તમારો છોકરો પસંદ નથી.

છોકરાવાળા : એ તો અમને પણ પસંદ નથી, તો શું કરીએ તેને ભંગારમાં આપી દઈએ?

જોક્સ :

દીકરો : મારે લગ્ન કરવા નથી! મને બધી સ્ત્રીઓથી ડરું લાગે છે!

બાપ : લગ્ન કરી લે દીકરા! પછી ફક્ત એક જ સ્ત્રીથી ડરી લાગશે, બાકીની બધી સારી લાગશે.

જોક્સ :

છોકરો : યાર તમે છોકરીઓ આટલી સુંદર કેમ હોવ છો?

છોકરી : અમને ભગવાન પોતાના હાથથી બનાવે છે.

છોકરો : એમ! તો અમને તો નેટ પરથી ડાઉનલોડ કરતા હશે.

જોક્સ :

છોકરીએ ટ્રેનમાં એક છોકરાને કહ્યું : શું હું અહીં બેસી શકું?

છોકરો : હા, જરૂર, તમારી પોતાની જ સીટ સમજો.

છોકરી : શું હું તમારી બોટલમાંથી થોડું પાણી પી શકું?

છોકરો : હા, કેમ નહિ!

છોકરી : આગળ કયું સ્ટેશન આવશે ભાઈ?

છોકરો : મારા મગજમાં જીપીએસ નથી. જલ્દી સીટ ખાલી કર, મને ઊંઘ આવી રહી છે.

જોક્સ :

આજની પેઢી,

ચેટિંગ ચેટિંગ, યસ પાપા

ગર્લફ્રેન્ડ સેટિંગ, નો પાપા

ટેલિંગ લાઈસ, નો પાપા

ઓપન યોર વોટ્સએપ

હાહાહા.

જોક્સ :

ડોક્ટર : હવે તમે કેમ છો?

પોટલી પીવાનું બંધ કર્યું કે નહીં?

દર્દી : સર, બંધ કરી દીધું. બસ, જો કોઈ વધુ આગ્રહ કરે તો જ, નહિ તો જરાય નહિ.

ડોક્ટર : ઉત્તમ… અને તમારી સાથે આ ભાઈ કોણ છે?

દર્દી : તેમને આગ્રહ કરવા માટે રાખ્યા છે.

જોક્સ :

છગન : અલ્યા મગન જલ્દી ઉઠ, ધરતીકંપ આવી રહ્યો છે.

આખું ઘર ધ્રૂજી રહ્યું છે.

મગન : અરે યાર ચુપચાપ સૂઈ જા.

ઘર પડી જશે તો પણ આપણે શું?

આપણે તો ભાડુઆત છીએ.

જોક્સ :

પિતાએ પુત્રને કહ્યું : છોકરીવાળા જોવા આવે ત્યારે તે લોકોની સામે મોટી મોટી વાતો કરજે.

છોકરી વાળા આવ્યા ત્યારે પુત્રએ પિતાને કહ્યું :

પપ્પા સબમરીનની ચાવી આપો, તેને સર્વિસ માટે મોકલવાની છે.