જોક્સ :
પતિ પત્ની રોજરોજ નાની નાની વાતમાં લડી પડતા હતા.
એકવખત પત્નીએ કહ્યું : લગ્ન પહેલા તો તમે મને “મહારાણી, મારા જીવનની પ્રેરણામૂર્તિ, મારા દિલની સામ્રાગની કહેતા હતા.
અને હવે કેમ સાવ ચૂપ થઈ ગયા છો?
હવે કેમ કોઈ વિશેષણથી નવાજતા નથી?
પતિ બોલ્યો : વિશેષણ તો અત્યારે ય બેસુમાર કહેવાના છે, પણ મારી જીભ ઉપર માંડ માંડ સંયમ રાખું છું.
જોક્સ :
ગામમાં રાત્રે સત્સંગ ચાલતો હતો. તેમાં વચ્ચે એક જાહેરાત થઈ કે,
“મંગલ” જ્યાં પણ હોય ત્યાંથી પોતાના ઘરે જાય,
તેની પત્ની તેની રાહ જોઈ રહી છે.
આ સાંભળી મંગલ ઉભો થયો અને જવા લાગ્યો.
ત્યાં જ થોડા અંતરે બેસેલી તેની પત્નીએ કહ્યું,
“બેસો, બેસો, હું ફક્ત એ તપાસી રહી હતી કે, તમે સત્સંગ જોવા ગયા છો કે બીજે ક્યાંક ગયા છો.
જોક્સ :
સરસવના દાણા વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે.
રીત : એક તાંબાનું વાસણ લો અને તેને જમીનથી 6 ફૂટની ઊંચાઈ પર મૂકો.
પછી જમીન પર 1 કિલો સરસવના દાણા જમીન પર વિખેરી દો.
અને પછી સરસવના દાણા પૂરા ન થાય ત્યાં સુધી ઊંચાઈ પર રાખેલા વાસણમાં સરસવનો એક એક દાણો મૂકો.
આ સાચી અને અજમાવેલી રીત છે, ચોક્કસ અજમાવી જુઓ.
અને હા… જો તમારે ઝીરો ફિગર જોઈએ તો સોજીના દાણાનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે.

જોક્સ :
આજ મેં ભાઈબંધ ને ત્રણ ચાર વાર કોલ કર્યો એમણે એકેય વાર ના ઉપાડ્યો.
છેવટે મેં એક મેસેજ કર્યો કે, ઓલી તારો નંબર માંગતી હતી પછી એના 40 ફોન આવી ગયા હવે હું નથી ઉપાડતો.
જોક્સ :
પોતાનાથી 2-4 વર્ષ મોટા છોકરાઓને અંકલ કહેવા વાળી છોકરીઓ
પોતાનાથી 10 વર્ષ મોટા પતિને ‘બેબી’ કહીને બોલાવે છે.
જોક્સ :
પત્ની ઘરે ટીવી જોતી હતી, પતિએ પૂછ્યું શું જોઈ રહી છે?
પત્ની : રસોઈ શો.
પતિ : આખો દિવસ રસોઈ શો જોયા કરે છે, પણ રસોઇ કરતા તો આવડતું નથી.
પત્ની : તમે પણ કોન બનેગા કરોડપતિ જોયા કરો છો, હું તમને કાંઈ કહું છું?
પતિ ચૂપ.
જોક્સ :
પત્ની કેવી હોવી જોઈએ? આ વિષય પર અમારા હેડ માસ્ટરે 2 કલાક લેકચર આપ્યું,
અને મેં એ બધું જ મારા મોબાઈલમાં રેકોર્ડ કરીને એમની પત્નીને મોકલી દીધું.
કાલે લગભગ અમારી સ્કૂલમાં રજા રહેશે.
જોક્સ :
એક મેડમનું નામ નમ્રતા હતું.
તેનાપતિ તેને લાડથી ‘નમુ’ કહીને બોલાવતા અને હંમેશા કહેતા કે,
‘નમુ’ મારી છે અને હું ‘નમુનો’ છું.
આમાં આપણે શું સમજવું?
જોક્સ :
ટીચર : તું દિવસે ક્લાસમાં કેમ સુઈ જાય છે?
છગન : રાત્રે નિંદર નથી આવતી એટલે.
ટીચર : રાત્રે નિંદર કેમ નથી આવતી?
છગન : દિવસે સુઈ જાવ છું એટલે.
જોક્સ :
ઝરમર વરસાદમાં, એક ખભો ભીંજાયેલો અને હાથમાં છત્રી લઇને જેવો ઘરમાં ઘૂસ્યો કે તરત પત્નીએ ચિંતાતૂર થઇને કહ્યું,
કેટલાય દિવસથી જોવ છું, તમે વરસાદમાં હેરાન થાવ છો, હંમેશા એક ખભો ભીંજાયેલો હોય છે.
કાં તો તમે મોટી છત્રી લઈ આવો કાં તો પેલીને ઘરે લઈ આવો, સાથે બેસીને ચા પીશું.