જોક્સ :
છગન : તને ખબર છે કાલે રાત્રે મુસાફરી દરમિયાન મને ટ્રેનમાં ઊંઘ જ ના આવી.
ઉપરની સીટ મળી હતી અને મને એ સીટ માફક આવી નહિ.
મગન : તો સીટ બદલવી જોઈતી હતી ને?
છગન : કેવી રીતે બદલું નીચેની સીટ વાળો વ્યક્તિ આવ્યો જ ન હતો.
જોક્સ :
ટીચર : બાળકો કહો, જો તમારી સામે એક તરફ પૈસા હોય અને બીજી તરફ અક્કલ હોય, તો તમે શું પસંદ કરશો?
મુકેશ : હું પૈસા પૈસા પસંદ કરીશ.
ટીચર : ખોટું. હું અક્કલ પસંદ કરીશ.
મુકેશ : જેવી તમારી મરજી. જેની પાસે જે ઓછું હોય તે જ પસંદ કરે છે.
પછી તો દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી…
જોક્સ :
જયારે કોઈ પરિણીત વ્યક્તિ કોઈ કામ વિષે એક કહે છે,
“હું વિચારીને જણાવીશ.”
તો તેનો સીધો અર્થ છે કે તે,
પોતાની પત્નીને પૂછીને જણાવશે.

જોક્સ :
ડોકટરે ગધેડા સામે એક દા-રૂની અને એક પાણીની ડોલ મૂકી.
ગધેડાએ પાણી પીધું અને દા-રૂ છોડી દીધો.
ડોક્ટર : તમે આમાંથી શું શીખ્યા?
મોન્ટુ : જે દા-રૂ પીતો નથી તે ગધેડો છે.
જોક્સ :
શિક્ષક : મને કહો કે રેડિયો અને ન્યૂઝ પેપરમાં શું તફાવત છે?
જગ્ગુ જાડિયો : ન્યૂઝ પેપરમાં રોટલી લપેટીને લઈ જઈ શકાય છે, પણ રેડિયોમાં એવું કરી શકતા નથી.
જગ્ગુ જાડિયો હવે વેટરની નોકરી કરે છે.
જોક્સ :
માણસ : સાહેબ મારી પત્ની ક્યાંક ગુમ થઈ ગઈ છે?
પોસ્ટ માસ્ટર : આ પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન નથી.
માણસ : ઓહ… માફ કરશો. આજે એટલી ખુશી થઇ રહી છે કે મને ખબર નથી પડતી કે ક્યાં જવું જોઈએ.
જોક્સ :
ઘણા દિવસો પછી છગન બગીચામાં ફરવા ગયો.
ઘરે આવીને તેણે પોતાની પત્નીને કહ્યું,
છગન : તને ખબર છે? લોકો મને ભગવાન માનવા લાગ્યા છે.
પત્ની : તમને કઈ રીતે ખબર પડી?
છગન : જયારે હું બગીચામાં ગયો તો ત્યાં હાજર મહિલાઓ મને જોઈને બોલી,
હે ભગવાન તું ફરીથી આવી ગયો.
જોક્સ :
પતિ સવાર સવારમાં બહાર હિંચકા પર બેસીને છાપું વાંચી રહ્યો હતો.
પત્ની : મેં તમારા મોબાઈલમાં કંઈક જોયું છે, છાપું વાંચી લીધા પછી અંદર આવો,
મારે કંઈક વાત કરવી છે.
હવે રાત પડી ગઈ હોવા છતાં પણ પતિ હજુ છાપું વાંચી રહ્યો છે.
જોક્સ :
ચિંકી : બેબી તું અઠવાડિયામાં કેટલી વખત દાઢી કરે છે?
મોહન : હું તો દિવસમાં 10 થી 20 વખત દાઢી કરું છું.
ચિંકી : બેબી તું પાગલ છે, આટલી બધી વખત કોણ દાઢી કરે છે?
મોહન : અરે હું તો વાળંદ છું.
જોક્સ :
પત્ની : મેં તમારા માટે આજે ડિનરમાં ખાસ વાનગી બનાવી છે.
તમે તેને ખાસો એટલે તમારી બધી ગરમી દૂર થઈ જશે.
પતિ : તેં એવું તે શું બનાવ્યું છે?
પત્ની : મેં નવરત્ન તેલમાં પકોડા બનાવ્યા છે.
ઠંડા ઠંડા કુલ કુલ.