મજેદાર જોક્સ : ટીચર : પિન્ટુ હોમવર્ક કેમ નથી કર્યું. પિન્ટુ : મેમ હું હોમવર્ક કરવા બેઠો ત્યારે…

0
5569

જોક્સ :

મેરેજ પછી વહુ પહેલીવાર રસોઈ બનાવા ગઈ. સાથે એક હિન્દીની રેસિપી બુક લઈને એમાંથી વાંચીને રસોઈ બનાવા લાગી.

સાસુ બહારથી આવી ને કંઈક કામ માટે ફ્રીઝ ખોલ્યું.

ફ્રીઝ જોઈને સાસુ હેબતાઈ ગઈ ને વહુને પૂછ્યું, આ મંદિરનો ઘન્ટ કેમ ફ્રીઝમાં મુક્યો છે?

વહુ : સાસુમા આ બુકમાં લખ્યું છે.. સારી ચિજે મિક્સ કરકે એક ઘનટા ફ્રીઝ મેં રખદે.

જોક્સ :

જે પતિઓએ દુનિયાની સૌથી લાંબી લ-ડા-ઈ લ-ડ-વી હોય તો,

તમારી પત્નીને કહો કે ચાલ આપણે લાંબી રજાઓ લીધી છે એટલે ફરવા જવાનું છે પેકીંગ કરી દે.

જ્યારે તમારી પત્ની પેકીંગ બેકિંગ કરીને તૈયાર થઈ જાય પછી ખાલી એટલું કો,

જવાદે અત્યારે નહિ જવું… આવતા મહિને જસુ…

ખાસ નોંધ : આવા દાવ ખૂબ વિચારીને તમારી રિસ્ક પર જ કરજો. આને કારણે તમારી ખરાબ હાલત થાય તો એમાં અમે જવાબદાર નહિ.

જોક્સ :

ટીચર : પિન્ટુ હોમવર્ક કેમ નથી કર્યું?

પિન્ટુ : મેમ હું હોમવર્ક કરવા બેઠો તો લાઈટ જતી રહી.

ટીચર : તો લાઈટ આવ્યા પછી કેમ ના કર્યું?

પિન્ટુ : પછી મને એવું લાગ્યું કે મારા હોમવર્ક કરવા બેસવાને લીધે પાછી લાઈટ જતી રેસે એટલે ના કર્યું.

જોક્સ :

એકવાર બે ઉંદર બાઇક પર જતાતા.

એમને રસ્તામાં એક સિંહનું બચ્ચું મળ્યું.

એણે કીધું મને પણ બેસાડી લો ને.

થોડું વિચારીને ઉંદરે કીધું… જોઇલે પછી તારી મમ્મી કેસે ગું-ડા-ઓ સાથે ફર્યા કરે છે.

જોક્સ :

ટપુને એક ભાઈએ પૂછ્યું : બેટા તારા પપ્પાનું નામ શું છે?

ટપુ : અંકલ હજુ મેં મારા પપ્પાનું નામ નથી પાડ્યું એટલે પ્રેમથી પપ્પા જ કૌ છું.

જોક્સ :

મમ્મી : દીકરા શું કરે છે?

ટપુ : મમ્મી વાંચું છું.

મમ્મી : શાબાશ બેટા… શું વાંચે છે.

ટપુ : તમારી થવા વાળી વહુના મેસેજ.

દે થ-પ્પડ… દે થ-પ્પડ…

જોક્સ :

એક મહિલા પોતાની જીભ પર ચોખાને કકું છાંટી રહી હતી.

પતિ : આ શું કરે છે?

પત્ની : આજે દશેરો છે એટલે શ-સ્ત્ર પૂજન કરું છું.

જોક્સ :

આટલી બધી ગરમી પડે છે તો પતિ લોકો પણ કેવા કેવા વિચારો કરવા માંડ્યા…

કે છે, જો સૂર્યને પણ પત્ની હોત તો થોડા કન્ટ્રોલ માં રાખત… બૌ ગરમી કરે છે.

જોક્સ :

જેને ડાંસ ના આવડતો હોય એ લોકો બપોરે એક વાગે ધાબા પર પહોંચી જાય.

એની જાતે જાતે ડાંસ થઈ જાશે.

જોક્સ :

પત્ની : મારા કોઈ રાક્ષસ સાથે લગન થઈ ગયા હોત તો પણ આટલી દુઃખી ના થઇ હોત જેટલી તમારી સાથે દુઃખી છું.

પતિ : પગલી વાત તો તારી સાચી છે…. પણ લો-હી-ના સંબંધોમાં લગન નથી થતા ને…..

જોક્સ :

પતિ : તું તો ખુબજ સારી છે.

પત્ની : થેન્ક્સ ડિયર.

પતિ : તું તો એકદમ રાજકુમારી જેવી છે, ખૂબ જ સુંદર છે.

પત્ની : થેંક્યું સો મચ ડિયર. બીજું બોલો સુ કરો છો.

પતિ : મજાક.