અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.
જોક્સ :
સંજય મેચ જોઈ રહ્યો હતો તે દરમિયાન તેનો તેની પત્ની સાથે ઝગડો થઈ ગયો.
તેની પત્ની બોલી : હું મારા પિયરમાં જઈ રહી છું.
સંજય મેચ જોતા જોતા કોમેન્ટ્રીની સ્ટાઈલમાં બોલ્યો,
પહેલી બાર આપને કદમો કા બેહતરીન ઇસ્તેમાલ કિયા.
હવે સંજયના પગ બરાબર કામ નથી કરતા.
જોક્સ :
ડોક્ટર પપ્પુને : ભાઈ તને તો ઘણી નબળાઈ છે,
તું છાલ સાથે ફળ ખા.
પપ્પુ : ઠીક છે ડોક્ટર સાહેબ.
એક કલાક પછી જ પપ્પુ રડતો રડતો આવ્યો.
ડોક્ટર : શું થયું, કેમ રડી રહ્યો છે?
પપ્પુ : પેટમાં ખુબ દુઃખાવો થઈ રહ્યો છે.
ડોક્ટર : શું ખાધું હતું?
પપ્પુ : નારિયેળ ખાધું હતું છાલ સાથે.
જોક્સ :
ભિખારી : સાહેબ મને કાંઈ આપો, ભગવાન તમારું ભલું કરશે.
પીન્ટુ : પણ મારી પાસે કાંઈ નથી.
ભિખારી : સાહેબ ફક્ત 5 રૂપિયાનો સવાલ છે.
પીન્ટુ : હા તો સવાલ પૂછો, શું ખબર મને એનો જવાબ ખબર હોય.

જોક્સ :
શિક્ષક : તું સ્કૂલે આટલો મોડો કેમ આવ્યો?
ટપ્પુ : મમ્મી પપ્પા ઝગડી રહ્યા હતા.
શિક્ષક : તેઓ ઝગડી રહ્યા હતા, તો તું મોડો કેમ આવ્યો?
ટપ્પુ : કારણ કે, મારું એક બુટ મમ્મી પાસે અને બીજું પપ્પા પાસે હતું.
જોક્સ :
ટીચર : ક્લાસમાં ઝગડો કેમ નહિ કરવો જોઈએ.
પપ્પુ : કારણ કે ખબર નહિ પરિક્ષામાં કોની પાછળ બેસવું પડે.
જોક્સ :
પત્ની : મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.
પતિ : હા, બોલ.
પત્ની : જે વ્યક્તિ ભૂલ કરીને પોતાની ભૂલનો સ્વીકાર કરી લે, તે વ્યક્તિને શું કહેવાય?
પતિ : મહાન વ્યક્તિ.
પત્ની : અને જે વ્યક્તિ ભૂલ ન કરવા પર પણ પોતાની ભૂલનો સ્વીકાર કરી લે તેને?
પતિ : પરણેલો વ્યક્તિ.
જોક્સ :
બાપ પોતાના દીકરાનું રીઝલ્ટ જોઈએ,
આ શું? આટલા ઓછા માર્ક્સ. આટલા માર્ક્સ માટે તો ધોલાઈ કરવી જોઈએ.
દીકરો : હા, પપ્પા જલ્દી ચાલો, મેં મારા સાહેબનું ઘર પણ જોઈ લીધું છે.
જોક્સ :
પતિવ્રતા પત્નીનું સ્ટેટ્સ :
હું તમારા પર વિશ્વાસ કરું છું.
પણ યાદ રાખજો, મારો વિશ્વાસ અને તમારા હાડકા
એક સાથે જ તૂટશે.
જોક્સ :
એક છોકરો દોડતો દોડતો પીન્કી પાસે આવ્યો અને બોલ્યો,
હું તારી સાથે મિત્રતા કરવા માંગું છું.
પીન્કી : પણ આપણી શત્રુતા ક્યારે થઈ ભાઈ?
છોકરો જે સ્પીડે આવ્યો તે સ્પીડે જ પાછો જતો રહ્યો.
જોક્સ :
સુનીતા ઘરનું કામ કરીને થાકી જતી હતી, તેને જોઇને તેના પતિ રાજેશે કહ્યું,
રાજેશ : મને લાગે છે કે આપણે ઘરનું કામ કરવા માટે નોકરાણી રાખી લેવી જોઈએ.
સુનીતા : ના.
રાજેશ : કેમ?
સુનીતા : કારણ કે હું તમને સારી રીતે ઓળખું છું,
હું પણ પહેલા આ ઘરમાં નોકરાણી જ હતી ને.