મજેદાર જોક્સ : ટપ્પુ : પપ્પા, એક વાત કહું. જેઠાલાલ : હા બોલ દીકરા. ટપ્પુ : મેં ફેસબુક પર મારી….

0
3378

જોક્સ :

પત્ની પોતાના મામાના ઘરે થોડા દિવસ રહેવા માટે ગઈ.

ત્યાંથી તેણીએ પોતાના પતિને ફોન કરીને પૂછ્યું : કેમ છો?

પતિએ કહ્યું : હું ઠીક છું.

પત્ની : જ્યારે તમને મારી યાદ આવે છે ત્યારે તમે શું કરો છો?

પતિ : હું તારા મનપસંદ બ્રેડ પકોડા લાવીને ખાઉં છું.

અને તું જણાવ, જ્યારે તમે મારી યાદ આવે છે ત્યારે તું શું કરે છે?

પત્ની : હું તમારી મન પસંદ જશવંત છાપ બીડી પી લઉં છું.

જોક્સ :

છોકરો : મને શર્ટ માટે એક સરસ કાપડ દેખાડો.

દુકાનદાર : પ્લેનમાં દેખાડું?

છોકરો : ના, વહાણ કે હેલિકોપ્ટરમાં દેખાડો.

જોક્સ :

ટપ્પુ : પપ્પા, એક વાત કહું.

જેઠાલાલ : હા બોલ દીકરા.

ટપ્પુ : મેં ફેસબુક પર મારી 10 આઈડી બનાવી છે.

જેઠાલાલ : પણ એ મને શું કામ જણાવે છે?

ટપ્પુ : તમે જે બબીતાને 10 દિવસથી કોફી પીવા માટે કેફે કોફી ડેમાં બોલાવો છો તે મારું જ આઈડી છે.

પછી તો દે ચપ્પલ… દે ચપ્પલ…

જોક્સ :

નળમાંથી પાણી આવતું જોઈ પુત્રએ પિતાને પૂછ્યું,

આ પાણી ક્યાંથી આવે છે?

પિતા : ટાંકી માંથી આવે છે.

પુત્ર : તો પછી મારે ટાંકી જોવી છે.

પિતા તેને ટાંકી બતાવવા લઈ જાય છે.

ત્યાં પુત્ર તેમને ધક્કો મારીને ફેંકી દે છે.

અને દોડીને નીચે આવે છે અને પોતાની મમ્મીને કહે છે.

મમ્મી, જલ્દી નળ ખોલ, અંદરથી પપ્પા નીકળશે.

જોક્સ :

આળસુ ચંદુ ટીવી જોતા જોતા : પપ્પા પ્લીઝ મને એક ગ્લાસ પાણી આપો ને.

પપ્પા : જાતે અહીં આવીને પી લે, આળસુઓના રાજા.

ચંદુ : પ્લીઝ પપ્પા તમે આપી જાવ ને.

પપ્પા : હવે ફરી પાણી માંગ્યું છે તો બે ધોલ મા-રી દઈશ.

ચંદુ : ધોલ મા-ર-વા આવો ત્યારે પાણી લેતા આવજો.

જોક્સ :

નેહા : તારો ભાઈ હમણાં શું કરે છે?

મીતા : પરમ દિવસે જ તેણે એક દુકાન ખોલી હતી, પણ હવે તે જેલમાં છે.

નેહા : કેમ?

મીતા : તેણે દુકાન હથોડાથી ખોલી હતી.

જોક્સ :

એકવાર એક રાજાએ ખુશ થઈને બધા કેદીઓને મુક્ત કર્યા.

તે કેદીઓમાં બાદશાહે એક કેદીને જોયો જે ખૂબ જ વૃદ્ધ હતો.

બાદશાહ : તમે કેટલા સમયથી અહીં છો?

વૃદ્ધ : તમારા પિતાના સમયથી. સૌથી છેલ્લે તેમણે મને જ સજા સંભળાવી હતી.

આ સાંભળીને બાદશાહની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું,

આમને ફરીથી અંદર કરી દો, તે અબ્બાની છેલ્લી નિશાની છે.

જોક્સ :

એક દિવસ પપ્પુ પોતાના જીવનથી કંટાળીને બોલ્યો,

આવા જીવન કરતાં તો યમરાજ મને ઉપર બોલાવી લે તે સારું રહેશે.

પપ્પુ આટલું બોલ્યો કે તરત જ યમરાજ ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું, ચાલ હું તને લેવા આવ્યો છું.

પપ્પુ : અરે શું હું મજાક પણ ના કરી શકું?

જોક્સ :

શહેરની યુવતીના લગ્ન ગામમાં રહેતા પરિવારના યુવક સાથે કરાવવામાં આવ્યા.

યુવતીની સાસુએ તેને સવારે ઉઠાડીને કહ્યું, ગાયને ચારો નાખી આવ.

યુવતી બહાર ગઈ પણ ગાયના મોં માં ફીણ જોઈને પાછી આવી ગઈ.

ફટાફાટ પાછી આવી જતા સાસુએ પૂછ્યું : શું થયું વહુ, ગાયને ચારો ના નાખ્યો?

યુવતીએ કહ્યું : ગાય અત્યારે કોલગેટ કરી રહી છે, પછી નાખી દઈશ.

સાસુને ચક્કર આવી ગયા.