મજેદાર જોક્સ : ટપ્પુ : પપ્પા 10000 રૂપિયા આપો સાઈકલ લેવી છે. પપ્પા : દીકરા અમેરિકામાં 15 વર્ષના …

0
2142

જોક્સ :

ભોલુ : પત્ની શું છે?

ગોલુ : પત્ની તે શક્તિનું નામ છે જે આંખો પહોળી કરીને જુએ

તો પતિને ટિંડોળાના શાકમાં પણ પનીરનો સ્વાદ આવવા લાગે છે.

જોક્સ :

પત્ની : મને એ જણાવો કે હું હસતી હોઉં ત્યારે કેવી લાગુ છું?

પતિ : એવું લાગે છે, જાણે કે નોકિયા 1100 ફોન હેંગ થઈ ગયો હોય.

જોક્સ :

ચિન્ટુ : માં અને પત્નીમાં સૌથી મોટો ફરક શું હોય છે?

પીન્ટુ : ખબર નથી યાર, તું જ જણાવ.

ચિન્ટુ : માં બોલતા શીખવે છે અને પત્ની ચુપ રહેતા.

જોક્સ :

છોકરીના પપ્પા : હું નથી ઈચ્છતી કે મારી દીકરી પોતાનું આખું જીવન એક મુર્ખ સાથે પસાર કરે.

ઉમંગ : બસ અંકલ, એટલે જ હું તેને અહીંથી લઇ જવા આવ્યો છું.

પછી તો દે ચપ્પલ…. દે ચપ્પલ….

જોક્સ :

ચિન્ટુના મમ્મી-પપ્પા કારમાં ફરવા ગયા હતા.

છેલ્લે તેમની કાર એક રેસ્ટોરેન્ટ પાસે ઉભી રહી.

તેઓ કારમાંથી ઉતર્યા એટલામાં જ ભિખારી આવ્યો અને બોલ્યો,

બેન, 10 રૂપિયા આપો, તમારી જોડી સલામત રહેશે.

ચિન્ટુના મમ્મી : એ બધું છોડ, તું અલગ થવાનો ભાવ જણાવ.

જોક્સ :

દીકરો : પપ્પા મને KTM બાઈક લઇ આપો.

પપ્પા : આપણા પાડોશીની દીકરીને જો નાલાયક, તે બસમાં કોલેજ જાય છે.

દીકરો : હા પપ્પા, એજ તો નથી જોઈ શકતો.

જોક્સ :

ટપ્પુ : પપ્પા, દસ હજાર રૂપિયા આપો મારે સાઈકલ લેવી છે.

પપ્પા : દીકરા, અમેરિકામાં 15 વર્ષના બાળકો પોતાના પગ પર ઉભા થઈ જાય છે,

ને તું 18 વર્ષનો છે છતાં મારી પાસે પૈસા માંગી રહ્યો છે.

ટપ્પુ : પણ પપ્પા, ભારતમાં તો દોઢ વર્ષનું બાળક દોડવા લાગે છે.

પછી પપ્પાએ ટપ્પુને ખુબ દોડાવ્યો.

જોક્સ :

છગન ડોક્ટર પાસે ગયો.

ડોક્ટર : તારી એક કીડની ફેલ થઈ ગઈ છે.

છગન પહેલા તો ખુબ રડ્યો પછી આંસુ લુછીને બોલ્યો,

ડોક્ટર સાહેબ એ પણ જણાવી દો કે તે કેટલા માર્ક્સથી ફેલ થઈ છે?

ડોક્ટરે તેને ચપ્પલ વગર દોડાવ્યો.

જોક્સ :

પરિક્ષામાં સવાલ હતો – ચેલેન્જ કોને કહે છે?

સોનુએ આખી પુરવણી ખાલી છોડીને છેલ્લા પાને લખ્યું,

જો હિમ્મત હોય તો પાસ કરીને દેખાડો.

જોક્સ :

સાયકલ વાળાએ પપ્પુને ટક્કર મારી દીધી.

પપ્પુ તેના પર ખુબ ગુસ્સે થયો.

સાયકલ વાળો બોલ્યો : ભાઈ તું નસીબદાર છે.

પપ્પુ : એક તો તું મને સાયકલથી ટક્કર મારે છે અને ઉપરથી મને નસીબ વાળો કહે છે, તારું મગજ તો ઠેકાણે છે ને?

સાયકલ વાળો : ભાઈ આજે રજા છે એટલે હું સાઈકલ ચલાવી રહ્યો છું,

બાકી તો હું ટ્રક ડ્રાઈવર છું.

પપ્પુ આકાશમાં જોઇને બોલ્યો : ભગવાન તારો આભાર.