જોક્સ :
રમેશ : યાર દિનેશની પત્ની અચાનક મૂંગી થઇ ગઈ એ વાત સાચી છે?
સુરેશ : હા. મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.
શું ખબર મારા વાળી ચેપી નીકળે અને તેની પત્ની બોલવાનું શરૂ કરી દે.
જોક્સ :
સ્ત્રી : મારે મારા વર માટે શર્ટ લેવું છે, પણ મને કોલરનું માપ યાદ નથી.
દુકાનદાર : આ 12 ઇંચ વાળું લઇ જાવ તેમને પરફેક્ટ આવી જશે.
સ્ત્રી : તમે આટલા કોન્ફિડન્સ સાથે કઈ રીતે કહી શકો છો?
દુકાનદાર : જે પતિઓ પોતાનું શર્ટ લેવા માટે પત્નીને મોકલે છે,
તેમના કોલર આ જ માપના હોય છે.
જોક્સ :
પત્ની પતિએ કહેલા જોક્સ ઉપર હસે,
તો જાણજો કે ક્યાં તો જોક્સ અફલાતૂન છે અથવા પત્ની.
જોક્સ :
પોલીસ : તમે તમારી પત્નીને પીઠ ઉપર મુ-ક્કો મા-રી દીધો? શા માટે?
પતિ : એની પીઠ મારી તરફ હતી, પાછળનો દરવાજો ખુલ્લો હતો,
એનું ધ્યાન મારા ઉપર નો’તું. એટલે મેં હિંમત કરી નાખી.
જોક્સ :
પતિના અ-વ-સા-ન બાદ કમલાએ એના દિયર સાથે લગ્ન કરી લીધા.
અને ડ્રોઈંગ રૂમમાં પહેલા પતિનો ફોટો મુક્યો.
કોઈ મહેમાને પૂછ્યું, આ ફોટો કોનો?
કમલા કહે : મારા જેઠનો. બે મહિના પહેલા જ ગુ-જરી ગયા.
જોક્સ :
રમેશ : આજે ક્યાંક વાંચ્યું કે બુદ્ધિશાળી પિતા એના બાળકોની પ્રગતિમાં બાધારૂપ બની શકે છે.
સુરેશ : તો તો સારું કહેવાય, તારા બાળકોને આ વાતનો ખતરો નથી.
જોક્સ :
પત્ની : આપણે પેલી સામે દેખાય એ ભવ્ય રેસ્ટોરેન્ટમાં જમવા જઈએ.
પતિ (પાકીટ ચેક કરીને) : ડાર્લિંગ, એ રેસ્ટોરેન્ટમાં જવા જેવું નથી. ત્યાં એટલી બધી ભીડ હોય છે કે,
આજકાલ ત્યાં કોઈ જતું નથી.

જોક્સ :
છગન : મારી પત્નીને રાત્રે બે વાગ્યા સુધી જાગતા રહેવાની ખરાબ આદત છે.
મગન : પણ તે આટલે મોડે સુધી જાગીને કરે છે શું?
છગન : મારી રાહ જોતી રહે છે.
જોક્સ :
રિના : તેં મેહુલ સાથે સગાઈ કેમ તોડી નાખી?
ટીના : તે મને શનિવારે રેસ્ટોરેન્ટમાં લઇ ગયો હતો.
રિના : હા, તો?
ટીના : ત્યાં મેનુ કાર્ડ મને આપીને બોલ્યો,
એઈ જાડી, શું ખાવું છે?
રિના : હે ભગવાન, આણે તો સાચા બોલા વ્યક્તિ સાથે સગાઈ તોડી નાખી.
જોક્સ :
પિંકી : કાલે રાકેશે મને કહ્યું કે, હું એની સાથે લગ્ન કરું ને એને સંસારનો સૌથી સુખી માણસ બનાવી દઉં.
સીમા : તો તેં એ બે માંથી શું પસંદ કર્યું?
(સમજાય તેને સલામ.)
જોક્સ :
છગન : આ દુનિયામાં કેયુર જ એક સુખી અને નસીબદાર માણસ છે.
છગનની પત્ની : એવું કેમ?
છગન : કારણ કે એને સાસુ નથી અને એની પત્ની પોતાના પિયરિયાંના વખાણ કરીને એના કાન પકાવતી નથી.
પછી છગનની પત્નીએ છગનને વેલણથી ધોયો.
જોક્સ :
નવો ડ્રાઈવર : મેડમ તમે તેં શેઠ સાથે લગ્ન કયા એ પહેલા શું કરતા હતા?
શેઠાણી : એમના જ ઘરમાં કામવાળી હતી.
નવો ડ્રાઈવર : તમે નસીબદાર છો.
શેઠાણી : તંબુરો નસીબદાર. પહેલા જે કામ કરવાના 5000 રૂપિયા મળતા હતા,
આજે એ જ કામ મફતમાં કરવા પડે છે.