પીપળાનું ઝાડ એકમાત્ર એવું ઝાડ છે જે 24 કલાક ઓક્સિજન આપે છે. આપણે જીવતા રહેવા માટે ઓક્સિજન જરૂરી છે. પીપળાના પાનના ઘણા સ્વાસ્થ્ય સંબંધી લાભ છે. આયુર્વેદ અનુસાર પીપળાના ઝાડનો દરેક ભાગ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે ઘણી બીમારીઓને દૂર કરવા માટે પ્રાચીનકાળથી ઉપયોગમાં લેવામાં આવે છે. પીપળાના ઝાડને પવિત્ર પણ માનવામાં આવે છે, પ્રાચીનકાળમાં ઋષિ-મુનિઓ પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરતા હતા. એ સિવાય પીપળાના ઝાડ નીચે બેસીને ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

આરોગ્યની દષ્ટિએ પીપળો ઘણો ગુણકારી માનવામાં આવ્યો છે. પીપળાના પાનનો પ્રયોગ આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. એના સિવાય હૃદયને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવવામાં પણ પીપળાના પાન ઘણાં ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી પીપળાના પાનથી મળતા ફાયદા વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
આવો જાણીએ પીપળાના પાનથી મળવા વાળા ફાયદા વિષે :
૧) દાંત માટે છે ફાયદાકારક :
જો તમે પોતાના દાંતને સ્વસ્થ અને સફેદ બનાવી રાખવા માંગો છો, તો એના માટે તમે પોતાના દાંતને સાફ કરવા માટે પીપળાના દાંતણનો પ્રયોગ કરો. જો તમે પીપળાના દાંતણથી પોતાના દાંત સાફ કરો છો, તો એનાથી તમારો દાંતનો દુઃખાવો દૂર થશે. તમે પોતાના માટે 10 ગ્રામ પીપળાની છાલ, કાથો અને 2 ગ્રામ કાળું મરચું લઈ એને ઝીણું પીસી એનું મંજન બનાવી શકો છો. જો તમે આનો ઉપયોગ કરો છો તો તમને દાંતોની સમસ્યાથી છુટકારો મળશે.
૨) હૃદય સબંધિત બીમારીઓનો ભય થાય છે દૂર:
જો તમે હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રહેવા માંગો છો, તો એના માટે તમે પીપળાના 15 તાજા લીલા પાન એક ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળી લો. ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી તે અડધું થઈ જાય. ત્યાર બાદ એને ઠંડુ પાડી ગાળી લો. હવે આના ત્રણ ભાગ કરી દો. એને સવારે ત્રણ કલાકના અંતરાળમાં લો. જો તમે આવું કરો છો, તો એનાથી હૃદય સંબંધિત બીમારીઓનો ભય ઓછો થઈ જાય છે.
૩) શરદી-ખાંસીને કરે દૂર :
ઋતુ પરિવર્તનને કારણે થવા વાળી શરદી-ખાંસીને દૂર કરવા માટે પીપળાના પાન ઘણા ફાયદા કારક હોય છે. તમે એના માટે પીપળાના 5 પાનને દૂધના ઉકાળી લો અને એમાં સાકર નાખી સવાર-સાંજ એનું સેવન કરો. એનાથી તમને રાહત મળશે.
૪) દમના રોગમાં ફાયદાકારક :
જે વ્યક્તિઓને દમની સમસ્યા છે એમના માટે પીપળાનું ઝાડ એક અચૂક ઔષધિ સમાન છે. એના પ્રયોગ માટે તમે પીપળાની છાલની અંદરના ભાગને કાઢી સૂકવી લો. ત્યારબાદ એનું ઝીણું ચૂરણ બનાવી લો. અને આ ચૂરણનું દમના દર્દીએ પાણી સાથે સેવન કરવું, એનાથી તમને ઘણો લાભ થશે.
૫) નસકોરામાં અસરકારક :
જે વ્યક્તિઓને નાક માંથી લોહી નીકળવાની સમસ્યા છે, તે વ્યક્તિ થોડા પીપળાના કાચા પાન તોડી લો અને એનો રસ કાઢી લો. આ રસના થોડા ટીપા નાકમાં નાખો. એનાથી તમને નસકોરાની સમસ્યામાં રાહત મળશે.