સૂર્યનું થયું છે નક્ષત્ર પરિવર્તન, 8 જૂન સુધી સાવચેત રહે દરેક લોકો, જાણો શું કરવું અને શું ન કરવું.

0
684

બુધવાર 25 મે 2022 ના રોજ સૂર્ય ગ્રહએ કૃતિકા નક્ષત્રમાંથી રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. જ્યારે સૂર્ય રોહિણીમાં ગોચર શરૂ કરે છે, ત્યારે સૂર્યના સીધા ઊભા કિરણો પૃથ્વી પર પડે છે, ખાસ કરીને ભારતમાં. જેના કારણે પૃથ્વી પર ગરમીની સાથે વાવાઝોડા અને તોફાનો પણ વધે છે.

રોહિણીમાં સૂર્યનું ગોચર : દર વર્ષે ઉનાળાના જેઠ મહિનામાં સૂર્ય રોહિણી નક્ષત્રમાં ગોચર શરૂ કરે છે. સૂર્યનો આ ગોચર સમયગાળો લગભગ 15 દિવસ સુધી ચાલે છે. આ વખતે સૂર્યએ 25 મે બુધવારે 8:16 મિનિટે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ્યો હતો, જ્યાં તે 8 જૂનની સવારે 6:40 સુધી રહેશે. એટલે કે આ વખતે તે રોહિણી નક્ષત્રમાં 14 દિવસ જ રહેશે. આ સમયગાળાના પ્રથમ નવ દિવસને નૌતપા કહેવામાં આવે છે.

સાવચેત રહો : જ્યાં સુધી સૂર્ય રોહિણી નક્ષત્રમાં રહે છે, ત્યાં સુધી પૃથ્વી પર ગરમીની સાથે-સાથે તોફાનો પણ રહે છે. આ દરમિયાન, દરિયાના પાણીનું બાષ્પીભવન ઝડપી થાય છે, જેના કારણે ગાઢ વાદળો બને છે અને પછી વરસાદ શરૂ થાય છે. જો તમે વાવાઝોડાની સંભાવનાવાળા વિસ્તારોમાં રહો છો, તો આ 15 દિવસોથી વધુ સાવચેત રહો.

1) શું ખાવું : દહીં, માખણ, તરબૂચ, શક્કર ટેટી, કાકડી, ગુલુકંદ, ડુંગળી, ખાઓ. કંઈપણ ખાધા વિના ઘરની બહાર ન નીકળો.

2) શું પીવું : નારિયેળ પાણી, જલજીરા, લીંબુ પાણી, લસ્સી, છાશ, કેરીનો રસ, બીલીનો રસ અને ખસખસનું શરબત પીવો.

3) મહેંદી : પરંપરા પ્રમાણે, મહિલાઓ નૌતપા દરમિયાન હાથ અને પગ પર મહેંદી લગાવે છે, કારણ કે મહેંદીની પ્રકૃતિ ઠંડી હોય છે. આ સિવાય માથા પર ચંદન લગાવી શકાય છે.

4) શરીરને ઢાંકીને રાખો : નૌતપા દરમિયાન ખુલ્લા શરીરે બહાર ન જાવ, ટોપી પહેરો, કાન ઢાંકીને રાખો અને આંખો પર સનગ્લાસ પહેરો.

5) શું પહેરવું : નરમ, મુલાયમ, સુતરાઉ કપડાં પહેરો, જેથી હવા અને કપડાં શરીરમાંથી પરસેવો શોષી લે.

6) ગ્લુકોઝ : આ બધા સિવાય સમય સમય પર જરૂરિયાત મુજબ ગ્લુકોઝનું સેવન કરતા રહો અને તમારી એનર્જીનો બિનજરૂરી ઉપયોગ ન કરો.

7) હીટસ્ટ્રોકના કિસ્સામાં શું કરવું : જો હીટસ્ટ્રોકના લક્ષણો દેખાય તો ડુંગળીનો રસ પગના તળિયા પર લગાવો અથવા ઝીણી સમારેલી ડુંગળી લગાવો. જો કોઈ સમસ્યા હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

8) શું ન ખાવું : તળેલી કે મસાલેદાર વસ્તુઓથી દૂર રહો, મરચાનો ઉપયોગ ઓછો કરો. ગરમ ખોરાકનું સેવન ન કરો. વાસી ખોરાક ન ખાવો. સ્વચ્છ પાણી પીવો.

9) ટેમ્પરેચરનું ધ્યાન રાખો : AC માંથી બહાર નીકળતાની સાથે જ સીધા સૂર્યપ્રકાશ કે ગરમીમાં ન જાવ અથવા વધુ ગરમીને કારણે તરત જ AC માં ન જાવ. થોડીવાર સામાન્ય તાપમાનમાં રહો.

10) ઠંડા પાણીથી બચો : ખૂબ ઠંડુ અથવા રેફ્રિજરેટરનું પાણી ન પીવો. જેઠ માસમાં ઘડાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.