30 એપ્રિલે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, તે સમયે ભૂલથી પણ ના કરશો આ કામ નહીંતર તે ભારે પડી જશે.

0
482

જાણો વર્ષના પહેલા સૂર્ય ગ્રહણનો સમય ગાળો અને તે સમયે શું કરવું અને શું નહિ.

સૂર્યગ્રહણ એક એવી ઘટના છે જેનું વિજ્ઞાનથી લઈને ધર્મ અને જ્યોતિષ શાસ્ત્ર સુધી ઘણું મહત્વ છે. વર્ષ 2022 નું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલે થવાનું છે. આ સાથે શનિશ્ચરી અમાસ પણ આ દિવસે આવી રહી છે. જેના કારણે આ ગ્રહણનું મહત્વ અનેકગણું વધી ગયું છે. જો કે આંશિક સૂર્યગ્રહણ હોવાને કારણે તેનો સુતક કાળ માન્ય રહેશે નહીં, પરંતુ આ દરમિયાન કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તે જીવન પર ભારે પડી શકે છે. આ ગ્રહણ 30 એપ્રિલની મધ્યરાત્રિ 12:15 થી શરૂ થશે અને સવારે 04:08 સુધી ચાલશે.

ગ્રહણ દરમિયાન શું કરવું?

તુલસીના પાનને ભોજન અને પાણીમાં નાખો, જેથી ગ્રહણની નકારાત્મક અસર તેમના પર ન પડે અને ગ્રહણ પછી તેનું સેવન કરી શકાય.

ઘરના મંદિરને ઢાંકી દો. આ દરમિયાન મંદિરોના દરવાજા પણ બંધ રાખવામાં આવે છે.

ગ્રહણ દરમિયાન ભગવાનની આરાધનામાં મહત્તમ સમય પસાર કરો.

ગ્રહણ પછી સ્નાન કરો અને દાન કરો. ખાસ કરીને સફાઈ કામદારોને દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગ્રહણ દરમિયાન આ કામ ન કરવા :

ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે, તેથી આ સમયે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ.

ગ્રહણ દરમિયાન સોયમાં દોરો પરોવવાની મનાઈ છે.

સૂર્યગ્રહણ દરમિયાન ન તો ખોરાક રાંધવો, ન તો કાપવા અને છીણવાંનું કામ કરવું, અને ન તો ખાવું.

ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ આ સમય દરમિયાન છરી-કાતર અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ અને આ વસ્તુઓ હાથમાં લેવી જોઈએ નહીં.

ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.