આ 15 ઉપાયોથી સૂર્યને બળવાન કરી શકાય છે, જાણો સૂર્યદેવને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ.

0
245

મિત્રો, હિંદુ ધર્મમાં ગ્રહ નક્ષત્રોનું ઘણું મહત્વ છે. અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ નક્ષત્ર વ્યક્તિના જીવનમાં ઘણો પ્રભાવ પાડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુલ નવ ગ્રહો છે એમાંથી એક છે સૂર્ય. જાણકારી માટે જણાવી દઈએ કે, સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. તેમજ સૂર્ય એક દેવ પણ છે. અને સૂર્ય ગ્રહ કીર્તિ અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલો ગ્રહ છે.

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર જેમની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબુત હોય છે, તેમને સમાજમાં માન-સન્માન અને કેરિયરમાં ઉચ્ચ પદ મળે છે. અને એનાથી વિપરીત જો સૂર્ય નબળો હોય, તો વ્યક્તિને ધારેલી સફળતા નથી મળતી. એટલા માટે સૂર્ય ગ્રહને મજબુત રાખવા જરૂરી છે. તો એના માટે જ્યોતિષાચાર્ય દૂર્ગા પ્રસાદે આપણને સૂર્ય ગ્રહને મજબૂત કરવાના ઉપાયો જણાવ્યા છે, જે નીચે મુજબ છે.

સૂર્યને બળવાન બનાવવાના ઉપાયો :

જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યને લગતા દોષ હોય, તેમણે એ દોષ દૂર કરવા માટે દર રવિવારે શિવલિંગ પર પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ. અને સાથે સાથે ગોળનું દાન પણ કરવું જોઈએ.

તમે રોજ સવારે ‘ऊँ हिरण्य गर्भाय नम:’ મંત્રનો જાપ કરતા કરતા સૂર્યને જળ ચઢાવો, એનાથી પણ ફાયદો થશે.

સૂર્ય જો નીચનો હોય તો પૂર્વ દિશામાં મોં રાખી ઘીનો દીવો કરી સૂર્યના મંત્રનો જાપ કરવો.

ગાયને ઘઉં અને ગોળ મેળવીને ખવડાવો એનાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. તેમજ બ્રાહ્મણોને ઘઉંનું દાન પણ કરો.

જો લગ્નમાં અવરોધ આવી રહ્યા છે, તો ‘ॐ भौमाय नमः’ અને ‘ॐ शं शनैश्चराय नमः’ મંત્ર જાપ કરવો. એનાથી અવરોધ દૂર થશે.

સૂર્યદેવને પ્રસન્ન રાખવા માટે માતા-પિતા અને વડીલોનું સન્માન કરવું જોઈએ.

જો તમારા જન્માક્ષરમાં રાહુ- સૂર્ય ગ્રહણ દોષ છે, તો જળમાં ચોખા, કાળા તલ અને હળદર નાખી સૂર્યને પાણી ચઢાવવું જોઈએ.

મજબુત સૂર્ય માટે તાંબાનું દાન કરવું સારું રહે છે.

રોજ ‘ॐ रं रवये नमः કે ॐ घृणी सूर्याय नमः’ મંત્રનો 108 વાર જાપ કરવો.

સૂર્યને મજબુત કરવાં માટે આદિત્ય હ્રદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવો જોઈએ.

ખરાબ નજરથી બચવા માટે સૂર્ય યંત્રની ઘરમાં સ્થાપના કરો. એનાથી ઘરમાંથી રોગનો નાશ પણ થાય છે.

યાદ રાખો કે દરેક કાર્યની શરૂઆત હંમેશા મોં મીઠું કરીને જ કરો.

જાણકારી માટે જણાવી દઈએ કે, સૂર્ય મંત્ર ‘ओम घृणिः सूर्याय नमः’ સાથે રૂદ્રાક્ષની એક માળા કરવાથી દેવામાંથી મુક્ત મળે છે, અને ધનના સ્ત્રોત ખૂલે છે.

ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી પણ લાભદાયક રહે છે.

તેમજ તમે ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)