અત્યાર સુધી ખોટી રીતે સૂર્યદેવને પાણી ચઢાવતા હતા તમે, જાણો એની સાચી વિધિ

0
2030

સૂર્યદેવની પૂજાનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ ગણવામાં આવ્યું છે. વૈદિક કાળથી જ સૂર્યદેવની પૂજા કરવામાં આવી રહી છે. વિષ્ણુ, ભાગવત, બ્રહ્મા વેવર્ત જેવા પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળી શકે છે. એવું કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ સૂર્યદેવની આરાધના કરે છે, તેના બધા રોગ અને દુઃખનો નાશ થઇ જાય છે. તેના જીવનમાં કોઈ પણ દુઃખ વધુ દિવસો સુધી ટકતું નથી. ત્યાં સુધી કે જયારે ભગવાન વિષ્ણુ અવતાર લઈને ધરતી લોક ઉપર આવ્યા હતા, તો તે પણ પોતાના દિવસની શરૂઆત સૂર્યદેવની પૂજા સાથે કરતા હતા.

સૂર્યદેવને પ્રસન્ન કરવાની સૌથી સરળ પદ્ધતિ તેને દરરોજ જળ ચડાવવું પણ છે. તમારી કુંડળીમાં જે સૂર્ય ગ્રહ હોય છે, તેને પિતા કે મોટું સ્થાન પ્રાપ્ત છે. તેવામાં જો તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ ઠીક ન હોય, તો તમને પંડિત દ્વારા સૂર્યને જળ ચડાવવાની સલાહ આપવામાં આવશે.

આમ તો કુંડળી દોષ ન હોય તો પણ તમે સૂર્યદેવને સારા ભાગ્ય માટે જળ અર્પણ કરી શકો છો. આમ તો આ જળ ચડાવવાના પણ એક વિશેષ નિયમ હોય છે. જો તમે યોગ્ય વિધિથી સૂર્યને જળ નથી ચડાવતા, તો તમને તેના ફળ પણ નથી મળતા. તો આવો સૂર્યદેવને જળ ચડાવવાની સાચી વિધિ જાણી લઈએ.

સૂર્યદેવને જળ ચડાવવાની વિધિ :

નિયમ મુજબ સૂર્યોદય થયાના એક કલાકની અંદર જ જળ ચડાવી દેવું જોઈએ. એવું ન થાય તો ઓછામાં ઓછા ૮ વાગ્યા સુધી તો જળ ચડાવવું જોઈએ.

જળ ચડાવતા પહેલા તમે નિયમિત ક્રિયાઓમાંથી મુક્ત થઈને સ્નાન જરૂર કરો.

સૂર્યને જળ હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું કરીને જ આપવું જોઈએ. આમ તો જો પૂર્વમાં સૂર્ય ન દેખાય તો દિશા બદલી શકાય છે.

જયારે સૂર્યદેવને જળ આપો તો તેમાં ફૂલ કે ચોખા ભેળવી શકાય છે.

સૂર્યદેવને જળ ચડાવતી વખતે એક ખાસ મંત્ર બોલવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે.

આ મંત્ર છે, ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा।।

સૂર્યદેવને જળ આપ્યા પછી ધૂપ અને અગરબત્તી દ્વારા જ તેમની પૂજા પણ કરવી જોઈએ.

જો તમે સૂર્યને જળ લાલ રંગના કપડા પહેરીને ચડાવો છો, તો તે વધુ શુભ અને લાભદાયક હોય છે.

જયારે તમે સૂર્યને જળ અર્પણ કરો છો તો તમારા બંને હાથ તમારા માઠા ઉપર હોવા જોઈએ, આવી રીતે સૂર્યના સાતે કિરણો તમારા શરીર ઉપર પડે છે અને એક સકારાત્મક ઉર્જા તમારી અંદર પ્રવેશ કરે છે. આ પોઝેટીવ એનર્જી તમારા ભાગ્યોદય સાથે દુઃખ દુર કરવામાં મદદરૂપ થાય છે.

છેલ્લે સૂર્યદેવની ત્રણ પરિક્રમા પણ તમારા સ્થાન ઉપર ફરીને કરવી જોઈએ.

અમારી આ જાણકારી તમને પસંદ આવી હશે, હવે આજથી તમે આ વિધિ મુજબ સૂર્યદેવને જળ ચડાવો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.