મજેદાર જોક્સ : સુરેશ : અરે રમેશ, તારું લગ્ન જીવન કેવું ચાલી રહ્યું છે. રમેશ : વાત જ જવા દેને ભાઈ, જ્યાં સુધી

0
2537

જોક્સ :

જો પત્ની બહુ મગજમારી કરે, તો ચપ્પલ ઉઠાવો….

અને પહેરીને બહાર જતા રહો.

બાકી તમે જે વિચાર્યું એના માટે તો હિમ્મત જોઈએ.

જોક્સ :

હું અને મારી મિસિસ ફિલ્મ જોવા જવાના હતા.

હું તૈયાર થઈને કલાકથી ઘરની બહાર મિસિસના આવવાની રાહ જોઈ રહ્યો હતો.

છેવટે મેં ગુસ્સે થઈને બૂમ પાડી : અરે, તું કેટલો સમય લગાડીશ? જલ્દી કર… ઈન્ટરવલ પડી જશે.

અંદરથી મિસિસ ગુસ્સામાં બોલી : અરે બુમ બરાડા શેના કરો છો? હું કલાકથી કહી રહી છું ને કે પાંચમાં આવું છું,

તો તમને સમજાતું કેમ નથી? હવે બોલ્યા છો તો તાંગા તોડી નાખીશ.

ભાઈ ત્યારથી મેં ફિલ્મ જોવાનું છોડી દીધું છે.

જોક્સ :

રમેશે એક નર્સ સાથે લગ્ન કર્યા હતા.

સુરેશ : અરે રમેશ, તારું લગ્ન જીવન કેવું ચાલી રહ્યું છે?

રમેશ : વાત જ જવા દેને ભાઈ, જ્યાં સુધી સિસ્ટર કહીને ના બોલાવું ત્યાં સુધી કાંઈ બોલતી જ નથી.

જોક્સ :

પપ્પા : દીકરી હવે તું મોટી થઈ ગઈ છે.

હવે તારા લગ્ન કરાવી દઈએ.

દીકરી : હા પપ્પા…

પપ્પા : તને કેવો છોકરો જોઈએ છે?

દીકરી શરમાઈને બોલી : પિંક કલરનો.

જોક્સ :

શિક્ષકે પ્રશ્ન પૂછ્યો : “નિષ્ફળ પ્રેમ” અને “સફળ પ્રેમ” વચ્ચે શું તફાવત છે?

વિદ્યાર્થીએ જવાબ આપ્યો : નિષ્ફળ પ્રેમમાં વ્યક્તિ ઉત્તમ કવિતા બનાવે છે, ગઝલો ગાય છે,

પર્વતો પર ફરવા જાય છે.

અને સફળ પ્રેમમાં પતિ શાકભાજી સાથે મફત કોથમીર કેવી રીતે મેળવવી, બહારથી બ્રેડ લાવવા,

અને રવિવારે પંખો સાફ કરવામાં જીવન પસાર કરી દે છે.

જોક્સ :

દુકાનદાર : મેડમ તમે કેમ પરેશાન છો?

છોકરી : મારા મોબાઈલમાં નેટવર્ક નથી આવતું, જુઓ ને જરા.

દુકાનદાર : અરે મેડમ, આ તો ખરાબ હવામાનને કારણે આવું થાય છે.

છોકરી : આ 500 રૂપિયા લો અને નવું હવામાન નાખી દો.

દુકાનદાર બેભાન.

જોક્સ :

પુત્ર : પપ્પા, તમે બહુ નસીબદાર છો?

પિતા : તે કેવી રીતે?

પુત્ર : કારણ કે હું નાપાસ થયો છું, અને તમારે મારા માટે નવા પુસ્તકો ખરીદવા નહિ પડે.

જોક્સ :

પતિ બદામ ખાઈ રહ્યો હતો.

પત્નીએ કહ્યું : માને પણ ટેસ્ટ કરાવોને.

પતિએ પત્નીને એક બદામ આપી.

પત્ની : બસ એક?

પતિ : હા, બીજી બદામનો ટેસ્ટ પણ આવો જ છે.

જોક્સ :

શિક્ષક : “ભાઈચારો” શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો.

ચિન્ટુ : મેં દૂધવાળાને પૂછ્યું કે તમે દૂધ આટલું મોંઘું કેમ વેચો છો?

તો તેણે કહ્યું “ભાઈ, ચારો” મોંઘો થઈ ગયો છે.

જોક્સ :

ટીચર : માની લે કે તેં છગનને 500 રૂપિયાની નોટ આપી,

પણ તેને 200 રૂપિયાની જ જરૂર છે તો તે તને કેટલા રૂપિયા પાછા આપશે?

મગન : એક પણ નહિ.

ટીચર : અરે મૂર્ખ, શું તને આટલું સરળ ગણિત પણ નથી આવડતું?

મગન : મને ગણિત તો આવડે છે પણ તમે છગનને ઓળખતા નથી. તે રૂપિયા પચાવવામાં હોંશિયાર છે.

આખા વર્ગમાં એવું કોઈ નથી જેણે તેની પાસેથી રૂપિયા લેવાના ન હોય.