બનાવો ઘરે સરળ રીતે સુરતની પ્રખ્યાત “આલુપુરી” એકવાર ખાસો તો વારંવાર ખાવા માંગસો.

0
1713

આજે આપણે બનાવતા શીખીશું સુરતીઓ નો પ્રખ્યાત નાસ્તો આલુપુરી. આ એક એવી પુરી છે જેમાં બટાકા પુરી માં નહિ પણ શાક માં હોય છે આલુ પુરી સુરતમાં ઘણી પ્રખ્યાત નાસ્તો તરીકે જાણીતો છે. આ નાસ્તો બાળકો થી લઈને વૃદ્ધ બધાને ગમે છે પહેલા આલુપૂરી એક જ પ્રકારની હતી પણ હમણાં તેમાં પણ પ્રકાર આવી ગયા છે.

સુરતમાં ઘણી જગ્યાએ ક્રિશપિ આલુપૂરી, ચાઈનીઝ આલુપૂરી અને સાદી આલુપૂરી જોવા મળે છે એટલા માટે આજે અમે તમારા માટે આપણી સાદી અને પ્રખ્યાત આલુપૂરી લઈને આવ્યા છે જે દરેક લોકો ખાઈ શકે છે અને જે લોકો આલુપુરીમાં ડુંગરી અને લસણ ખાવા માંગતા નથી તેઓ આ રીતે આલુપૂરી ઘરે બનાવીને તેનો સ્વાદ લઇ શકો છો.

સામગ્રીઃ

રગડા માટેઃ

1/2 કપ સફેદ વટાણા (કઠોળ વાળા)

1 મોટી સાઈઝ નું બાફેલૂ બટાકા ના નાના પીસ

1 ચમચી ધાણાજીરુ

3/4 ચમચી જીરા પાવડર

1/2 ચમચી હળદર

1/2 ચમચી લાલ મરચું

1/2 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી આદુ ની પેસ્ટ

1/2 ચમચી લસણ ની પેસ્ટ (જો તમે નાખવા નથી માંગતા તો નાખતા નહિ)

1 ચમચી બેસન

1 ચમચી લીલા મરચાંની પેસ્ટ

મીઠું સ્વાદમુજબ

પુરી માટેઃ

1 કપ મેંદો

1 નાની ચમચી તેલ

મીઠું સ્વાદ મુજબ

ગ્રીન ચટણી માટેઃ

5 થી 6 લીલાં મરચાં

મીઠું જરુર મુજબ

કોકમ ની ચટણીઃ

1/4 કપ કોકમ (જેનું શરબત બને તે લેવા )

મીઠું જરુર મુજબ

સજાવટ માટેઃ

જીણી સફેદ સેવ

જીણી લાલ સેવ

તળેલી રોટલીનો ભૂકો

પાતળી સ્લાઈસ કરેલી ડુંગળી જરુર મુજબ (જો તમે નાખવા નથી માંગતા તો નાખો નહિ)

ચાટ મસાલો

રીતઃ

રગડા બનાવવાની રીત :

સૌથી પહેલા વટાણાને પલાળી લેવાનું છે. તમે ચાહો તો રાત્રે મૂકીને સવારે પણ બનાવી શકો છો. પછી તેને બાફી લેવાના છે. ધ્યાન રાખવાનું છે કે ગળી જાય નહિ. એક એક વાસણ લઇ લેવાનું છે અને તેમાં તેલ એડ કરી દેવાનું છે.

તેલ ગરમ થાય એટલે તેમાં બેસન એક કરી તેને સારી રીતે મિક્ષ કરી હલાવી દેવાનું છે. બધા મસાલા એડ કરી દો અને તેને હલાવી દો અને તેમાં બટાકા અને પાણી એડ કરી દેવાનું છે.

તેમાં જે પ્રમાણમાં મિશ્રણ છે તે પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે અને એને ફરી એક વાર સારી રીતે મિક્ષ કરી દેવાનું છે. હવે તેને ઉકળવા દો. રગડો વધારે જાડો અથવા વધારે પાતડો રાખવાનો નથી. લચકા જેવું રાખવું. જયારે તમે આલુપૂરી ખાવાના હોય ત્યારે રગડો ગરમ હોવા જોઈએ અથવા તમે થોડું પાતળું રાખીને ફરી તેને ગરમ કરીને સર્વ કરી શકો છો. તૈયાર છે તમારો આલુપૂરીનો રગડો.

પુરી બનાવવાની રીત :

સૌથી પહેલા એક વાસણ લઈને તેમાં મેંદો, તેલ અને સ્વાદ અનુસાર મીઠું એક કરી લો અને તેમાં પાણી મિક્ષ કરી દેવાનું છે અને તેનો લોટ બધી દેવાનો છે. ધ્યાન રાખો કે લોટ વધારે કઠળ બની ન જાય.

લોટ બની ગયા પછી તમે આલુ પુરી ની પુરી ના સાઈઝ પ્રમાણે પુરી વળી લો. પુરી જાડી રાખવાની નથી. જો તમને નાની સાઈઝની પુરી બનાવતા આવડતી નથી તો તમે લોટને મોટી સાઈઝમાં વળી ને તેમાં આલુપૂરી ની સાઇઝનો ગ્લાસ અથવા બીજું કોઈ વાસણ લઈને કટ કરી શકો છો.

આ બધી પ્રક્રિયા દરમિયાન તમે તેલ ધીમા તાપે મૂકી શકો છો.

જયારે તેલ ગરમ થાય એટલે પૂરીને ફ્રાઈ કરી દેવાની છે. ધ્યાન એ રાખવાનું છે કે પુરી વધારે ફ્રાઈ થાય નહિ એટલે લાલ થાય નહિ. (કારણ કે આ પૂરી અધકચરી તળેલી હોવી જોઈએ)

પૂરીને થોડાક જ સમયમાં કાઢી લેવાની છે. પુરી ફૂલે કે ના ફૂલે તે ચાલશે. તમે ચાહો તો પુરી પહેલાથી બનાવીને રાખી શકો છો અને જયારે આલુપૂરી સર્વ કરવાની હોય ત્યારે ફ્રાઈ કરી લો. ( પણ વધારે સમય પહેલા નહિ )

ચટણી બનાવવાની રીત :

ગ્રીન ચટણી બનાવવા માટે માર્ચાને ફ્રેશ કરી લેવાનું છે અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. પ્રમાણ અનુસાર પાણી એડ કરી દેવાનું છે.

કોકમની ચટણી માટે કોકમ ને ધોઈ લેવાના છે પછી તેને પાણીમાં થોડી વાર પલાળી રાખવાના છે અને તે જ પાણીમાં સ્વાદાનુસાર મીઠું નાખીને પેસ્ટ બનાવી લો.

હવે એક ડીશ લઇ લેવાની છે તેમાં હવે 1 થી 1.5 ચમચી રગડો પુરી ઉપર મૂકી દેવાનું છે. પછી તેની ઉપર ગ્રીન અને કોકમની ચટણી થોડા પ્રમાણમાં એડ કરવાની છે અને હવે તમે તેની ઉપર જે ડુંગરી છે તેના ઉપર એક કરી દેવાના છે અને જે આપણી સજાવટ ની સામગ્રી છે તેમાં થી તમે કોઈ પણ નાખી શકો છો અથવા તમે બધી પણ નાખીને સ્વાદ લઇ શકો છો

જો તમને વધારે ક્રન્ચી ન જોયતી હોય તો તમે ફક્ત જીણી સેવ એડ કરીને આલુપૂરીનો સ્વાદ મેળવી શકો છો. તમે ચાહો તો તેની ઉપર ચાટ મસાલો પણ થોડો એડ કરી ચકો છો. જો તમને ચીજ આલુપુરી ખાવી હોય તમે જે આલુ પુરી બનાવી છે તેની ઉપર ચીજ એડ કરીને તેનો સ્વાદ લઇ શકો છો..ચટણી પોતાના સ્વાદ અનુસાર રાખી શકો છો તીખી ખાટી વગેરે.

આવી રીતે તમે ઘરે બેઠા તમે બહાર જેવી આલુપૂરીનો સ્વાદ લઇ શકો છો તેમાં તમે ચાહો તો ડુંગરી અને લસણનો ઉપયોગ કર્યા વગર પણ બનાવી શકો છો કારણ કે બજાર માં મળતી આલુપૂરી માં મોટાભાગે રગડામાં લસણ નાખતા હોય છે. જેથી તમે આલુપૂરીનો સ્વાદ લઇ શકો નહિ તો આ રીતે તમે ડુંગરી અને લસણ વગરની આલુપૂરી નો સ્વાદ લઇ શકો છો.

વિડીયો –

શેયર જરૂર કરજો.