દિવાળીના દિવસે સુરણનું શાક બને છે. સુરણને જિમીકંદ (ક્યાંક ક્યાંક ઓલ) પણ કહેવામાં આવે છે. આજકાલ માર્કેટમાં હાઇબ્રીડ સુરણ પણ આવી ગયું છે, પણ ક્યારેક દેશી સુરણ પણ મળી જાય છે.
બાલપણમાં તો આ શાક બિલકુલ ભાવતું ના હતું, પણ ઘરમાં બનતું હતું એટલે ના છૂટકે પણ ખાવું પડતું હતું. ત્યારે આપણે વિચારતા કે, મમ્મી કેટલી કંજૂસ છે કે આજે તહેવારના દિવસે પણ આવું શાક ખવડાવે છે. અને દાદી તો એમ કહેતા કે જે આ દિવસે સુરણ નહિ ખાય તે આગલા જન્મમાં છછુંદર બને છે.
છછુંદર નથી બનવું એમ વિચારીને સુરણ ખાઈ જતા હતા. પણ હવે મોટા થયા ત્યારે સુરણની ઉપયોગીતા સમજાઈ. હવે સમજાયું કે તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે.

શાકભાજીઓમાં સુરણ એક માત્ર એવું શાક છે જેમાં ફોસ્ફરસ વધુ માત્રામાં જોવા મળે છે એવી માન્યતા છે. અને હવે તો મેડિકલ સાયન્સે પણ સ્વીકારી લીધું છે કે, જો આપણે આ એક દિવસ દેશી સુરણનું શાક ખાઈએ તો સ્વસ્થ વ્યક્તિના શરીરમાં આખા વર્ષ દરમિયાન ફોસ્ફરસની ઉણપ નહિ થાય.
મને ખબર નથી કે આ પરંપરા કેટલા સમયથી ચાલી રહી છે, પરંતુ એ વાત સાચી છે કે આપણી લોક માન્યતાઓમાં પણ વૈજ્ઞાનિકતા છુપાયેલી હતી. ધન્ય છે આપણા પૂર્વજોને જેમણે વિજ્ઞાનને પરંપરાઓ, રિવાજો, કર્મકાંડોમાં જોડી લીધું.