કયા દેશમાં રાત્રે પણ સૂર્ય ચમકે છે, IAS ના ઇન્ટરવ્યુમાં પુછાતા આવા સવાલો ચકરાવી દે છે મગજ.

0
1048

એવી કઈ વસ્તુ છે જેનું કોઈ વજન નથી, પરંતુ કોઈ તેને લાંબા સમય સુધી પકડી શકતું નથી, આપો UPSC ઇન્ટરવ્યુના પ્રશ્નોના જવાબ.

ઘણા ઉમેદવારો વર્ષોથી UPSC પરીક્ષાની તૈયારી કરે છે. તેમ છતાં આ પરીક્ષાના ત્રણેય તબક્કા પહેલા જ પ્રયત્નમાં પાર કરવા સરળ નથી. જો તમારે IAS લેવલનું ઈન્ટરવ્યુ આપવું હોય તો તમારી તૈયારી પણ એ જ સ્તરની હોવી જોઈએ. એ વાત હંમેશા તમારા ધ્યાનમાં રાખો કે ઇન્ટરવ્યુ પેનલમાં બેઠેલા નિષ્ણાંતો તમારી તર્ક ક્ષમતા ચકાસવા માટે કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે છે.

UPSC ઇન્ટરવ્યુમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ઇન્ટરવ્યુ લેનારનો પ્રશ્ન સરળ હોય છે છતાં પણ ઉમેદવારો જવાબ આપવામાં ભૂલો કરે છે. અહીં કેટલાક એવા જ પ્રશ્નો છે જે યુપીએસસી ઇન્ટરવ્યુમાં પૂછી શકાય છે. જેના પરથી તમને ઈન્ટરવ્યુમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તેનો ખ્યાલ આવી શકે છે.

પ્રશ્ન : એવી કઈ વસ્તુઓ છે જે તમારા માટે છે પરંતુ અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે?

જવાબ : વ્યક્તિનું નામ. કોઈપણ વ્યક્તિનું નામ સૌથી વધારે અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.

પ્રશ્ન : વિશ્વમાં કેટલા ધર્મો છે?

જવાબ : સૌથી વધુ લોકપ્રિય 5 ધર્મો છે હિંદુ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ અને શીખ. પરંતુ વિશ્વમાં 300 થી વધુ અને 12 વિશેષ ધર્મો છે.

પ્રશ્ન : 01 વર્ષમાં કેટલા કલાકો હોય છે?

જવાબ : 8760.

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે મહિનામાં એકવાર આવે છે અને 24 કલાક પૂરા કરીને જતી રહે છે?

જવાબ : તારીખ.

પ્રશ્ન : પ્લેનનો રંગ સફેદ કેમ હોય છે?

જવાબ : એરોપ્લેનને ઠંડુ રાખવા માટે તેને સફેદ રંગથી રંગવામાં આવે છે, તે તડકામાં વધારે ગરમ ​​​​નથી થતું, ઉનાળામાં સફેદ રંગ બાકીના રંગની સરખામણીમાં ગરમ ​​હવાને પ્લેનથી દૂર રાખે છે.

પ્રશ્ન : 01 મહિનામાં કેટલા કલાક હોય છે?

જવાબ : 730.001

પ્રશ્ન : ખાટુ મધ કયા દેશમાં મળે છે?

જવાબ : બ્રાઝીલ.

પ્રશ્ન : બસ સ્ટેન્ડને શુદ્ધ હિન્દીમાં શું કહેવાય છે?

જવાબ : મોટર ગાડી નો અડ્ડો.

પ્રશ્ન : વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ કયા દેશમાં છે?

જવાબ : સાઉદી અરેબિયા – કિંગ ફહદ ઇન્ટરનેશનલ.

પ્રશ્ન : એવી માછલી જે પાણીમાં ડૂબી નથી શકતી?

જવાબ: સેલ્ફીશ (સ્વાર્થી).

પ્રશ્ન : રાષ્ટ્રીય ઊંટ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?

જવાબ : બિકાનેર.

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જેનું કોઈ વજન નથી, પરંતુ કોઈ તેને લાંબા સમય સુધી પકડી શકતું નથી?

જવાબ : શ્વાસ.

પ્રશ્ન : કયા જીવનું મગજ સૌથી મોટું હોય છે?

જવાબ : સ્પર્મ વ્હેલ.

પ્રશ્ન : ઓક્ટોપસને કેટલા હૃદય હોય છે?

જવાબ : ત્રણ.

પ્રશ્ન : ઘુવડ તેનું માથું કેટલી ડિગ્રી ફેરવી શકે છે?

જવાબ : 270 ડિગ્રી.

પ્રશ્ન : કયા દેશમાં રાત્રે પણ સૂર્ય ચમકે છે?

જવાબ : નોર્વે.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.