શનિની સાડાસાતી અથવા શનિના પ્રકોપથી પરેશાન છો તો કરો આ નાનકડું કામ, મળશે રાહત.

0
1173

જો તમે કરશો આ નાનકડા કામ તો ખુલશે તમારા બંધ નસીબના તાળા, જીવનની ઘણી સમસ્યાઓનો આવશે અંત.

એક તરફ રસોડામાં હાજર વસ્તુઓ તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તો બીજી તરફ આ વસ્તુઓ સાથે જોડાયેલા કેટલાક ઉપાયો તમારું ભાગ્ય પણ ચમકાવી શકે છે. આમાંની એક વસ્તુ છે ખાંડ. આમ તો ખાંડનો ઉપયોગ રોજિંદા જીવનમાં થાય છે.

ખાંડ તમારા ભોજનમાં મીઠાશ ઉમેરવાનું કામ કરે છે. તો બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ખાંડ સાથે સંબંધિત ઉપાયો તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. તેની સાથે જ તેનાથી પ્રગતિનો માર્ગ ખુલે છે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ મજબુત બને છે. તો ચાલો આજે જાણીએ ખાંડ સાથે સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે.

ખાંડ સાથે જોડાયેલા ઉપાયો : એવું માનવામાં આવે છે કે જે લોકો શનિની સાડાસાતી અથવા શનિની ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) થી પરેશાન છે, તેમણે સૂકા નારિયેળને છીણીને તેમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવું જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી કુંડળીમાં હાજર શનિ દોષથી મુક્તિ મળે છે.

એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિએ વ્યવસાયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તેણે નિયમિતપણે તાંબાના ગ્લાસમાં પાણીમાં ખાંડ મિક્સ કરીને પીવું જોઈએ.

સૂર્યદેવને સાકર યુક્ત જળ અર્પણ કરવું જોઈએ. આવું નિયમિત કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે. તેમજ સૂર્યદેવને સાકર મિશ્રિત જળ અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ગ્રહ દોષ દૂર થાય છે.

જો વ્યક્તિએ ધન મેળવવામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેણે લોટ અને ખાંડની રોટલી બનાવીને કાગડાને ખવડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે અને જીવનની ઘણી સમસ્યાઓનો અંત આવે છે.

એવું કહેવાય છે કે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોવ તો આગલી રાતે તાંબાના વાસણમાં પાણી ભરી તેમાં ખાંડ મિક્સ કરો. બીજા દિવસે ઘરની બહાર નીકળતા પહેલા તે પાણી પી લો. આમ કરવાથી તમને દરેક બાબતમાં સફળતા મળશે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.