આવા લોકો બેઠા બેઠા ધનવાન બને છે, સાસરિયાઓ તરફથી મળે છે અઢળક સંપત્તિ, જાણો તમે એમાં છો કે નહિ

0
498

હાથની આ રેખાઓ સાસરિયાં તરફથી અઢળક ધન અને સંપત્તિ લાવે છે, આ રીતે તપાસો.

હસ્તરેખા શાસ્ત્ર દ્વારા સરળતાથી જાણી શકાય છે કે કયો વ્યક્તિ ધનવાન બનશે કે કણે ગરીબીમાં જીવવું પડશે. ક્યા વ્યક્તિને સરળતાથી પૈસા મળશે અને કોને મહેનત કર્યા પછી પણ પૂરતા પૈસા નહી મળે.

હસ્તરેખા શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રની એક મહત્વપૂર્ણ શાખા છે અને તેના દ્વારા વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે સરળતાથી જાણી શકાય છે. આ માટે હથેળીની રેખાઓ, નિશાનો, આકારોનો અભ્યાસ કરવામાં આવે છે. આના પરથી જાણી શકાય છે કે કયા વ્યક્તિને જીવનમાં અપાર ધન, સફળતા, માન-સન્માન મળશે અથવા કોણે ગરીબીમાં જીવવું પડશે. આજે હસ્તરેખા શાસ્ત્રના વિજ્ઞાન દ્વારા આપણે એવા લોકો વિશે જાણીશું, જેમને તેમના સાસરિયાઓ પાસેથી ખૂબ પૈસા મળે છે. તેઓ બેઠા બેઠા ધનવાન બને છે.

હાથની આ રેખાઓ સાસરિયાં તરફથી અઢળક ધન અને સંપત્તિ લાવે છે :

જે લોકોના ગુરૂ પર્વત પર વર્તુળનું નિશાન હોય છે, તેઓ પોતાના જીવનમાં અઢળક ધન અને સંપત્તિના માલિક બને છે. તેઓ પોતાના પ્રયત્નોથી પણ ઘણી કમાણી કરે છે. સાથે જ આ લોકોને સાસરિયાઓ તરફથી પણ ઘણી ધન અને સંપત્તિ મળે છે. આ લોકોને તેમની કારકિર્દીમાં ઉચ્ચ પદ મળે છે.

હથેળીનો શનિ પર્વત પણ સાસરિયાઓ તરફથી ધન-સંપત્તિ મેળવવાની બાબતમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જે લોકોના શનિ પર્વત પર વર્તુળ હોય છે, તેઓને પણ અચાનક ધનની પ્રાપ્તિ થાય છે. આ ધન સાસરી પક્ષ તરફથી મળી શકે છે અથવા તો લોટરી વગેરેના કારણે ધન લાભ પણ થઈ શકે છે. તેઓ રોકાણમાંથી પણ કમાણી કરે છે.

હથેળીમાં અમુક સ્થળોએ વર્તુળાકાર ચિન્હ હોવાનો ઘણો ફાયદો થાય છે. ગુરુ અને શનિ પર્વત સિવાય સૂર્ય પર્વત પર વર્તુળાકાર ચિન્હ હોવાથી પણ ઘણો ફાયદો થાય છે. આવા લોકો ધન તો કમાય છે પણ અપાર પ્રસિદ્ધિ પણ મેળવે છે. તેમના સાત્વિક વિચારો અને સત્કર્મોને કારણે તેમને ઘણી ખ્યાતિ મળે છે.

જો ચંદ્ર પર્વત પર વર્તુળ હોય તો તે વ્યક્તિનું સ્વાસ્થ્ય નબળું પડે છે. આ સિવાય આ લોકોએ જળ સ્ત્રોતોથી દૂર રહેવું જોઈએ.

બીજી બાજુ બુધ પર્વત પર વર્તુળની હાજરી વ્યવસાયમાં મજબૂત નફો આપે છે. આવા લોકો ધંધામાં ખૂબ પૈસા કમાય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.