મજેદાર જોક્સ : વિદ્યાર્થી : મેં જે કામ નથી કર્યું તેની સજા તમે મને આપશો. માસ્તર : ના, બિલકુલ નહિ. બોલ શું …

0
4159

જોક્સ :

એક વાર મીના બીમાર પડી. તેના ઘરવાળા તેને ફેમિલી ડોક્ટર પાસે લઇ ગયા.

તેને તપાસ્યા પછી ડોક્ટરે કહ્યું : ગભરાવા જેવું કશું નથી. બસ એનું પેટ ખરાબ છે.

એટલામાં મીના બોલી : પણ ડોક્ટર સાહેબ હું તો રોજ સાબુથી ઘસી ઘસીને ન્હાવુ છું, જુઓ મારું પેટ કેટલું સાફ છે.

જોક્સ :

પતિ અચાનક પત્નીને ધોવા લાગ્યો.

લોકોએ પૂછ્યું શું થયું ભાઈ?

પતિએ કહ્યું : મને વશ કરવા તેણે મારી ચા માં તાવીજ નાખ્યું છે. તે મને મારી માં થી દૂર લઈ જવા માંગે છે.

પત્નીએ ગુસ્સામાં કહ્યું : તે તાવીજ નથી ટી બેગ છે અભણ.

જોક્સ :

શિક્ષક : વિદેશપ્રવાસ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?

મગન : સીતા માતા.

જોક્સ :

કાકી : દીકરા તારો અભ્યાસ કેવો ચાલે છે?

ટીટુ : બસ કાકી, ચાલતાં ચાલતાં બહુ દૂર જતો રહ્યો છે.

જોક્સ :

પપ્પુ ઓનલાઇન કોર્સથી ડોક્ટર બન્યો. તેણે પહેલું ઓપરેશન કર્યું.

પપ્પુ : તમારા માટે એક સારા અને એક માઠા સમાચાર છે.

દર્દી : તો પહેલા સારા સમાચાર આપો.

પપ્પુ : તમારો રોગગ્રસ્ત પગ હવે સારો થઈ રહ્યો છે.

દર્દી : અને માઠા સમાચાર?

પપ્પુ : ભૂલથી મેં તમારા સાજા પગનું ઓપરેશન કરી દીધું છે.

જોક્સ :

મોહનલાલ : તમે જાણો છો કે જો કોઈ ભૂલ થાય તો શું કરવું?

સોહનલાલ : ના, હું નથી જાણતો. તમે જ કહો શું કરવું જોઈએ?

મોહનલાલ : વ્યક્તિએ શાંતિથી બેસીને એ વિચારવું જોઈએ તે ભૂલને કોના માથે ચડાવવી.

જોક્સ :

બાળક : મમ્મી, શું બધી વાર્તાઓ ‘એક રાજા હતો…’ થી જ શરૂ થાય છે?

મમ્મી : ના દીકરા, એ તો બહુ જુની વાત છે.

હવે તો જે વાર્તાઓ રાતે તારા પપ્પા મને સંભળાવે છે તે ‘આજે મારો દિવસ જ ખરાબ હતો….’ થી શરૂ થાય છે.

જોક્સ :

વિદ્યાર્થી : સર…

માસ્તર : હા બોલ…

વિદ્યાર્થી : મેં જે કામ નથી કર્યું તેની સજા તમે મને આપશો?

માસ્તર : ના, બિલકુલ નહિ. બોલ શું વાત છે?

વિદ્યાર્થી : મેં આજે હોમવર્ક નથી કર્યું.

જોક્સ :

મોટો ભાઈ (નાના ભાઈને) : જયારે હું ગીત ગાઉ ત્યારે તું બહાર કેમ ઊભો રહી જાય છે?

નાનો ભાઈ : જેથી આજુબાજુમાં રહેતા લોકોને એમ ન થાય કે આવું બેસૂરું ગીત હું ગાઉ છું!

જોક્સ :

ભૂગોળના શિક્ષકે ટીટુને પૂછ્યું,

શિક્ષક : ગંગા ક્યાંથી નીકળે છે અને ક્યાં મળે છે?

ટીટુ : તે સ્કૂલે આવવા માટે મેકઅપ કરીને ઘરેથી નીકળે છે, અને સ્કૂલની પાછળ રાજુને મળે છે.

જોક્સ :

શોપિંગ મોલમાં એક મહિલા સતત એક યુવકને જોઈ રહી હતી.

પછી તે યુવક જેવો બિલ કાઉંટર તરફ વધ્યો કે એ મહિલા તેની પાસે આવીને બોલી,

દીકરા, તું મારા પુત્ર જેવો દેખાય છે.

યુવક લાગણીશીલ થઈને તેમને પગે લાગ્યો અને કહ્યું, તમે મારા માટે મારી મમ્મી જેવા જ છો.

મહિલા તેને ‘સુખી રહે…’ એવા આશીર્વાદ આપીને પોતાનો સામાન લઈને નીકળી ગઈ.

પછી યુવકે બિલ કાઉંટર પર બિલ માંગ્યું તો તેણે 2 બિલ આપતા કહ્યું,

આ તમારું 500 રૂપિયાનું બિલ, અને તમારા મમ્મી ગયા તેમનું 3200 રૂપિયાનું બિલ.