સ્ત્રીઓના આ 4 કામ ઘરમાં લાવે છે સુખ સમૃદ્ધિ, લક્ષ્મી માતાનો થાય છે વાસ.

0
896

ભારતીય સંસ્કૃતિમાં છોકરીઓને લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે. તમે બધાએ એ જોયું જ હશે કે જયારે કોઈના ઘરે છોકરીનો જન્મ થાય છે, તો બધા એમને અભિનંદન આપવાની સાથે કહે છે તમારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. એના સિવાય જયારે છોકરીના લગ્ન થઈ જાય છે અને તે પોતાના સાસરે નવી-નવી જાય છે, ત્યારે એને પણ લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

જયારે ઘરમાં નવી વહુ આવે છે ત્યારે ઘરમાં રોનક આવી જાય છે. અને એક સકારાત્મક ઉર્જાનો સંચાર ઘરમાં થાય છે. અને આજ સકારાત્મક ઉર્જાના પ્રવાહને કારણે માતા લક્ષ્મી પણ એમની તરફ આકર્ષિત થવા લાગે છે.

એ બધા સિવાય પણ આ બધી વાતો સ્ત્રીની આદતો પર પણ નિર્ભર કરે છે. સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા કાર્યનો પ્રભાવ ઘર પર અવશ્ય પડે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી અમુક એવા કામો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે કામ જો સ્ત્રીઓ પોતાના ઘરે કરે તો એમના ઘરે ધનની દેવી લક્ષ્મી માતા દોડતા આવી પહોંચે છે. અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.

આવો જાણીએ તે કયા કામ છે :

૧) મોટાનો આદર કરવો :

જે ઘરની સ્ત્રીઓ પોતાના ઘરના મોટાનો આદર નથી કરતી, એમનું અપમાન કરે છે તો ઘરમાં લક્ષ્મી માતા વાસ નથી કરતા. એવા ઘરો માંથી લક્ષ્મી માતા નારાજ થઈને ચાલ્યા જાય છે. પરંતુ જે ઘરમાં સ્ત્રીઓ પોતાના મોટાનો આદર સત્કાર કરે છે, એમનું ધ્યાન રાખે છે, એવા ઘરમાં લક્ષ્મી માતા રહેવાનું પસંદ કરે છે. લક્ષ્મી માતાનો એવા ઘરમાં વાસ રહે છે અને ઘરમાં ખુશહાલી બની રહે છે.

૨) પૂજા પાઠ કરવી :

જે ઘરની સ્ત્રીઓ પોતાના ઘરમાં રોજ સવાર સાંજ પૂજા કરે છે, એમના ઘરમાં લક્ષ્મી માતા વાસ કરે છે. રોજ પૂજા પાઠ કરવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય છે. જેના કારણે ઘર પરિવારના સભ્યોમાં ખુશીઓ આવે છે, પરસ્પર પ્રેમ વધે છે. લક્ષ્મી માતાના આગમનથી ઘરમાં સંસ્કારોમાં પણ પરિવર્તન આવે છે. આ બધા કારણોથી ઘરની વહુ કે સ્ત્રીઓએ સવાર સાંજ ઘરમાં પૂજા પાઠ અવશ્ય કરવા જોઈએ.

૩) તુલસીની પૂજા કરવી :

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં રોજ સ્ત્રીઓ સવાર સાંજ તુલસીની પૂજા કરે છે અને તુલસીને જળ અર્પિત કરી ત્યાં દીવો પ્રગટાવે છે, એ ઘરમાં ધનની દેવી લક્ષ્મી માતાનો વાસ ઘણો જલ્દી થાય છે. શાસ્ત્રો અનુસાર તુલસી અને સૂર્ય દેવને જળ અર્પિત કરવાથી ઘરનું ભાગ્ય ઘણું જલ્દી ચમકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

૪) દાન-પુણ્ય :

જે ઘરની સ્ત્રીઓ દાન-પુણ્યમાં વિશ્વાસ રાખે છે અને દયાળુ હોય છે, એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે છે. સ્ત્રીઓના આ કાર્યોથી લક્ષ્મી માતા ઘણા લાંબા સમયથી ઘરમાં વાસ કરે છે. તમે લોકોએ પણ પોતાના મોટા વૃદ્ધો પાસેથી સાંભળ્યું હશે કે તમે જેટલું દાન કરશો એનાથી વધારે તમને મળશે. માટે દરેક ઘરની સ્ત્રીઓએ દાન-પુણ્યમાં વિશ્વાસ રાખવો જોઈએ અને કરવું પણ જોઈએ.