જાણો એક એવા અતરંગી ડિગ્રી કોર્સ વિષે જેમાં તમારે ખાઈ, પીને જલસા કરવાના હોય છે.

0
291

આવી યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું કોને ન ગમે, જ્યાં ખાવા, પીવા અને રહેવાની ડિગ્રી મળતી હોય છે.

તમે પરંપરાગત ડિગ્રી અભ્યાસક્રમો વિષે વિચારવાનું છોડીને આ અતરંગી ડિગ્રી મેળવવાનું પસંદ કરશો, જેમાં તમને ખાઈ પીને જલસા કરવા મળશે. ફ્રાન્સમાં એક નવો ફેન્સી માસ્ટર્સ ડિગ્રી કોર્સ શરૂ થયો છે, જેમાં તમે ક્યારેય ક્લાસ બંક કરશો નહિ. એક ટોચની ફ્રેન્ચ યુનિવર્સિટી હવે એવા લોકો માટે માસ્ટર ડિગ્રી કોર્સ ઓફર કરી રહી છે, જેઓ ખાવા, પીવા અને રહેવા ઉપર શિક્ષણ મેળવવા માંગે છે.

હા, અમે મજાક નથી કરી રહ્યા. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, જે લોકો ખાવા, પીવા અને રહેવાનો આનંદ માણે છે તેઓ હવે ફ્રાન્સની સૌથી પ્રતિષ્ઠિત પોલિટિકલ સાયન્સ સ્કૂલ, સાયન્સ પો લી (Sciences Po Lille) માંથી માસ્ટર ડિગ્રી મેળવી શકે છે.

ખરેખર આ કોર્સમાં શું છે? BMV નામનો આ કોર્સ – ‘બોયર, મૈંગર, વીવર’ એટલે કે ખોરાક, પીણાં અને રહેઠાણ વિશેના વિસ્તૃત વિષયોને પોતાનામાં શામેલ કરે છે. ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, આ કોર્સમાં ગેસ્ટ્રો-ડિપ્લોમસી, ફૂડ ટેક અને કિચન જેવી વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ અનોખા કાર્યક્રમની શરૂઆત લેક્ચરર બેનોઈટ લેંગાઈગ્ને (Lecturer Benôit Lengaigne) દ્વારા ‘સ્થાનિક ખાદ્ય પદાર્થો’ (Terrestrial Foods) વિષે ભણાવીને કરવામાં આવી હતી. જીવનશૈલી, માંસ, છોડ, ખેતીનો ઇતિહાસ અને અન્ય વિષયો પર નિબંધો લખવા ઉપરાંત વિદ્યાર્થીઓને ખાણી-પીણીના કોન્ફરન્સમાં ભાગ લેવાની તક પણ મળે છે.

કોર્સ શરૂ થયો ત્યારે લોકો હસ્યા હતા : જ્યારે વિદ્યાર્થીઓ માટે આ નવો પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો, ત્યારે તેમાંથી ઘણી જાહેરાતો એવી હતી કે જેના પર લોકોને હસવું આવ્યું હતું. લેક્ચરર બેનોઈટ લેંગાઈગ્નેએ જણાવ્યું હતું કે, ‘ઝડપથી પસંદ કરવામાં આવેલા 15 વિદ્યાર્થીઓ તેમના સાથીદારોના દુશ્મન બની ગયા હતા.’

લે મોન્ડેના તાજેતરના અહેવાલ મુજબ, શરૂઆતમાં આ કોર્સની મજાક ઉડાવવામાં આવી હતી, તેમ છતાં એકેડેમીના ડિરેક્ટરોએ ખાતરી આપી હતી કે આ કોર્સ વિશ્વના સૌથી મૂલ્યવાન ડેસ્ટિનેશન ફ્રાન્સના સ્થાનને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પ્રવેશ લેનાર વિદ્યાર્થઓનો શું અભિપ્રાય છે? ક્લેમેંસ રિકાર્ટ નામના એક વિદ્યાર્થીએ લે મોન્ડે અખબારને કહ્યું, ‘અમે આ કોર્સ શું છે તે જાણ્યા વિના એડમિશન લીધું હતું, પરંતુ તે ખરેખર આકર્ષક છે. તે એક માસ્ટર્સ કોર્સ છે, જે અમને ઝનૂન સાથે એકબીજા સાથે જોડે છે. ગેસ્ટ્રોનોમી, ફૂડ વર્લ્ડ, ક્લાઈમેટ ચેલેન્જને ધ્યાનમાં રાખીને આ એક સારો કોર્સ છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.