કરેલી મહેનત પર પાણી ફેરવવું કોને કહેવાય તે આ ફોટા જોઇને ખબર પડે છે, જોઇને હસવું અને દયા બંને આવશે

0
8193

અમુક લોકોમાં એટલી ચળ હોય છે કે તેઓ બીજાના કરેલા કામ પર પાણી ફેરવી દે છે, જુઓ આ ફોટાઓમાં.

કેટલાક લોકોની અંદર એટલી બધી ચળ હોય છે કે કોઈના કરેલા કામ પર પાણી ફેરવી નાખે છે. તેમની આ ચળ સામે કોઈનું પણ ચાલતું નથી. તેઓ રસ્તા પર એવી રીતે ચાલે છે કે જાણે તેમની આગળ – પાછળ અને તેમની આજુ – બાજુમાં કોઈ છે જ નહીં. આ દરમિયાન તેઓ પોતાને કોઈ સમ્રાટથી ઓછા નથી માનતા. રસ્તા બનાવનું કામ પણ આમાંથી એક છે, જેની આવા પ્રકારના લોકોની હરકતોને કારણે બગડી જાય છે.

તમે ઘણીવાર જોયું હશે કે મજૂરો આખો દિવસ મહેનત કરીને રસ્તા પર સિમેન્ટ પાથરે છે, પરંતુ કેટલાક વિચિત્ર પ્રકારના લોકો આવે છે અને તેમની તમામ મહેનત પર પાણી ફેરવી દે છે. પછી મજૂરોએ ફરીથી મહેનત કરવી પડે છે.

આવો એવા જ કેટલાક ફોટા જોઈએ જેમાં લોકોની મહેનત પર પાણી ફેરવતા દ્રશ્યો દેખાય છે.

(1) બાળકો નિર્દોષ હોય છે એ વાત સાચી પણ આવી નિર્દોષતા કોઈની મહેનત બરબાદ કરે છે. (2) એકદમ નવા રોડની પથારી ફેરવી દીધી.

(3) ગઈ મહેનત પાણીમાં. (4) આગળ નીકળવાની ચળમાં નવો રસ્તો બગાડી નાખ્યો.

(5) અરે દીકરા… કેટલી વાર કહ્યું હતું કે આ રૂમમાં નથી જવાનું? (6) મરઘી કહે છે કે, મારી કલાકારી પર પણ એક નજર નાખો.

(7) અરે કાકા, આ કાર પાર્ક કરવાની જગ્યા નથી. (8) અરે…. ભાગી જા, નહિ તો આ ભાઈ આજે તને નહિ છોડે.

(9) આ કૂતરું આજે ભૂખ્યું રહેશે એવું લાગે છે. (10) આ મરઘીઓને આજે ઘરનો માલિક KFC માં મોકલશે.

(11) આ સાહેબ… રેમ્પ વોક પર નીકળ્યા છે. (12) બાજુનો રોડ ખાલી જ હતો, પણ આમણે કામ બગાડવું હતું.

(13) આટલા મોટા મોટા બોર્ડ લગાવ્યા છે, છતાં લોકો મૂર્ખતા કરે છે. (14) ખેતર સમજીને હળ ચલાવ્યું કે શું?

(15) જો પોલીસ જ આવું કામ કરશે તો પછી જનતા શું કરશે! (16) આ બાઈક સવાર એમ્બ્યુલન્સમાં જશે એવું તેનું ભવિષ્ય દેખાય છે.

(17) કાચબાને લાગ્યું આ નદી કિનરો છે એટલે વોક માટે નીકળી પડયો. (18) આ સાઈકલનો માલિક હવે સાઈકલ લેવા પાછો નહિ આવે.

કરેલી મહેનત પર પાણી કેવી રીતે ફેરવવું? તે આ લોકો પાસેથી શીખવા મળે છે. પણ ભાઈઓ ને બહેનો તમે આવું ના કરતા.