શબ્દો ઘણું વિચારીને જ બોલવા જોઈએ કારણ કે, શબ્દો અને વર્તનના ઘા જીંદગીભર રૂઝાતા નથી.

0
720

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, આપણી જીબ એવું અંગ છે કે જેના પર ઈજા થાય તો ખુબ જ જલ્દી સાજી થઈ જાય છે. પણ એના દ્વારા કોઈને ઈજા થાય તો એ આજીવન સાજી થતી નથી. એટલે આપણે આપણા જીવનમાં દરેક શબ્દ વિચારીને બોલવા જોઈએ. અને આવી શિખામણ આપણા પૂર્વજો વર્ષોથી આપણને આપી રહ્યા છે. પણ આપણે એને સિરિયસલી નથી લેતા.

આજે અમે તમારી સમક્ષ એક એવી જ સ્ટોરી રજુ કરવા જઈ રહ્યા છીએ, જે વાત સમજવા માટે ઉત્તમ ઉદાહરણ બની શકે છે. થયો ચાલો શરૂ કરીએ આજની ખાસ સ્ટોરી.

એક માણસ ગીરના જંગલમાંથી પસાર થતો હતો, ત્યાં તેને એક સાવજના કણસવાનો અવાજ સંભળાયો. તેણે નજીક જઈને જોયું તો સાવજના પગમાં કાંટો ખૂંચી ગયેલો હતો.

એ માણસે પાસે જઈને તેના પગમાંથી કાંટો કાઢ્યો, અને પોતાના રોટલા સાવજને ખવડાવ્યા. એ રીતે એ સાવજ અને એ માણસની ભાઈબંધી થઈ.

એ માણસ બાજુના નેસડામાં રહેતો હતો, આ ઘટના પછી એ સાવજ પણ આખો દિવસ એ માણસ ધરે રહેતો હતો. અને ધીમે ધીમે એમની પાકી ભાઈબંધી થઈ ગઈ.

એક દિવસ એ માણસને ત્યાં મહેમાન આવ્યા. સાવજને બાજુમાં બેઠેલો જોઈને મહેમાનની ડેલીમાં જવાની હિમ્મત ના થઈ.

એટલે પેલા માણસે મહેમાનને કીધું કે, “ચાલ્યા આવો સાવજ કંઈ નહી કરે. એતો મારા પાળેલા કુતરા જેવો છે.”

એ સાંભળી મહેમાન અંદર આવ્યા. પછી થોડા સમય બાદ મહેમાનગતી માણીને તેઓ ત્યાંથી નીકળી ગયા.

એ પછી સાવજે માણસને કીધું કે, બાજુમાં પડેલી કુહાડી મારા માથામાં મા-ર, નહીતો હું તારો કોળીયો કરી જઈશ.

માણસે ડરના માર્યા સાવજના માથામાં કુહાડી મા-રી અને સાવજ લો-હી-લુ-હા-ણ હાલતમાં એની ડેલીમાંથી બહાર નીકળી ગયો.

છ મહિના પછી એક દિવસ સાવજ એ માણસ પાસે આવ્યો અને એને કીધું કે, તે મા-રે-લો કુહાડીનો ઘા તો રૂઝાઈ ગયો છે. પણ તે જ દિવસે તે મને પાળેલા કુતરા જેવો કીધો હતો, એ તારા શબ્દોનો ધા ક્યારેય નહી રૂઝાય. માટે આજ પછી જો મારી નજરે ચઢીશ તો જીવતો નહી છોડું.

સારાંશ : શબ્દો બહું જ વિચારીને બોલો કારણ કે, શબ્દો અને વર્તનના ઘા જીંદગીભર રૂઝાતા નથી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.