મજેદાર જોક્સ : મમ્મી : દીકરા સોફા સુવા માટે નહીં બેસવા માટે હોય છે. દીકરો : હા તો ચપ્પલ …

0
9545

જોક્સ :

એક માણસના પગનું હાડકું તૂટી ગયું.

જ્યારે તે હોસ્પિટલ ગયો તો તેણે જોયું કે ત્યાં એક વ્યક્તિના બંને પગ ભાંગી ગયા હતા.

તે માણસની નિર્દોષતા જુઓ… તેણે પેલા વ્યક્તિ તરફ જોયું અને પૂછ્યું કે, શું તમને બે પત્નીઓ છે?

જોક્સ :

એક ડોક્ટરે રિસર્ચ કરીને એવી ખાસ ગ્રીન ટીની શોધ કરી,

જેને કોઈ સ્ત્રી દરરોજ 100 મિલી પીવે તો 60 વર્ષની સ્ત્રી 30 વર્ષની દેખાય.

તેનો મિત્ર : યાર તારી ગ્રીન ટી તો ઘણી વેચાતી હશે,

આખું બજાર કવર થઈ ગયું હશે. બહુ માંગ હશે!

ડોક્ટર : ભાઈ વેચાશે તો ત્યારે, જ્યારે કોઈ સ્ત્રી પોતાને 60 વર્ષની માનશે!

જોક્સ :

મમ્મી : દીકરા સોફા સુવા માટે નહીં બેસવા માટે હોય છે.

દીકરો : હા તો ચપ્પલ પણ મા-ર-વા માટે પહેરવા માટે હોય છે.

પછી દે ચપ્પલ… દે ચપ્પલ…

જોક્સ :

ટ્રેનમાં એક વ્યક્તિ એક કુસ્તીબાજ સાથે ઝગડી પડ્યો, કુસ્તીબાજે તેને થ-પ્પ-ડ મા-રી…

વ્યક્તિએ ગુસ્સામાં કહ્યું : જો તેં મને માર્યું તો માર્યું, પણ જો તેં મારી પત્નીને હાથ લગાવ્યો તો સારું નહિ થાય…

કુસ્તીબાજે તેની પત્નીને પણ એક લગાવી દીધી.

પેલા વ્યક્તિએ ગુસ્સામાં કહ્યું : મારી પત્નીને મા-ર્યું-ત્યાં સુધી ઠીક છે, પણ તેં મારા મોટા દીકરાને કંઈક કર્યું તો જોઈ લે જે…

કુસ્તીબાજએ તેના મોટા દીકરાને પણ એક લગાવી દીધી.

આ રીતે તે વ્યક્તિએ એક પછી એક પરિવારના તમામ સભ્યોને થ-પ્પ-ડ ખવડાવી.

કુશ્તીબાજના ગયા પછી સહ-પ્રવાસીએ તે વ્યક્તિને પૂછ્યું, “ભાઈ, આ બધું કરીને શું મળ્યું?”

પેલા વ્યક્તિએ કહ્યું, અરે, આ લોકોને થ-પ્પ-ડ નહિ ખવડાવતે તો આ બધા ઘરે જઈને મારી મજાક ઉડાવ તે કે હું થ-પ્પ-ડ ખાઈને આવી ગયો.

પણ હવે કોઈ કશું કહી નહીં શકે.

જોક્સ :

છોકરો (ફોન પર) : તું ઘણી સુંદર છે.

છોકરી (ખુશ થઈને) : અરે જાનુ તું પણ શું….

છોકરો : તું તો એકદમ પરી જેવી છે.

છોકરી : સાચે?

છોકરો : હા.

છોકરી : સારું, બોલ હમણાં તું શું કરી રહ્યો છે.

છોકરો : મજાક.

જોક્સ :

પુરુષો હંમેશા ખુશ શા માટે રહે છે?

તેના માટે 7 કારણો જવાબદાર છે.

1) ફોન પર 30 સેકન્ડ વાત કરે છે.

2) 5 દિવસની સફર માટે 1 પેન્ટ પૂરતો છે.

3) આમંત્રણ ન હોય તો પણ મિત્રતા પાક્કી રાખે છે.

4) આખું જીવન એક જ હેરસ્ટાઇલ.

5) કોઈપણ પ્રકારની ખરીદી માટે 20 મિનિટ પૂરતી છે.

6) બીજાના કપડાં પ્રત્યે ઈર્ષ્યા નથી કરતા.

7) કોઈ નખરા નહિ, સાદી જીવનશૈલી. આજે પહેરેલ શર્ટ કાલની પાર્ટીમાં પણ ચાલે.

ટૂંકમાં… પુરુષ ટામેટા જેવો છે. કોઈપણ શાકમાં એડજસ્ટ થઈ જાય.

જોક્સ :

એક દિવસ પત્ની ઘરે આવી તો જોયું કે પતિ કામવાળીને ભેટીને ઉભી હતો.

પત્ની (ગુસ્સામાં) : આ બધું શું ચાલી રહ્યું છે?

પતિ (ગભરાઈને) : કસમથી, તું અહીં ઉભી છે એવું સમજીને હું આને ભેટી પડ્યો.

પત્ની (ગુસ્સામાં) : તમને એટલું પણ ખબર નથી કે તમે કોને ભેટી રહ્યા છો?

આ રામુ પાસેથી કંઈક શીખો,

મને ભેટતા સમયે કોઈ બીજી વિષે વિચારતો પણ નથી.