દીકરો રૂપિયા લાવતો ને બાપ તેને ભઠ્ઠીમાં નાખી દેતો, તેની પાછળનું કારણ અત્યંત કામની વાત શીખવે છે.

0
985

“મહેનતની કમાણી”

એક લુહાર હતો. તે ખૂબ મહેનત કરી ગુજરાન ચલાવતો હતો.

તે પરિશ્રમી ને પ્રામાણિક હતો. તેને એક છોકરો હતો. છોકરો ઉડાઉ અને આળસુ હતો.

છોકરાના સ્વભાવને કારણે તેના પિતા દુઃખી હતા.

એક દિવસ પિતાએ પુત્રને કડક ભાષામાં આજ્ઞા કરી કે એકાદ રૂપિયો તું કમાઈ નહિ લાવે તો ખાવાનું નહિ મળે.

છોકરાએ કમાવવા પ્રચત્ન કર્યો, પરંતુ નિષ્ફળતા મળી. તેથી પોતાની પાસે બચાવેલ રૂપિયો પિતાને આપ્યો.

પિતાએ એનો રૂપિયો લઈ ભઠ્ઠીમાં ફેંડી દીધો.

બીજે દિવસે છોકરાએ માં ની પાસેથી રૂપિયો લઈ પિતાને આપ્યો. પિતાએ તે રૂપિયો પણ ભઠ્ઠીમાં ફેંડી દીધો.

છેવટે પુત્રએ કમાવવાનો નિશ્રય કર્યો. સખત મહેનત કરી એક દિવસ રૂપિયો કમાયો.

પિતા એ રૂપિયો ભઠ્ઠીમાં નાખવા ગયા. અને પુત્ર બરાડી ઊઠ્યો : “ના બાપુ, આ રૂપિયો ભઠ્ઠીમાં નાખશો. નહિ. સખત મહેનત કરીને કમાયો છું.”

પિતા ખુશ થઈ ગયા. હસ્યા અને કહ્યું : “બસ બેટા, હવે તને ખબર પડીને કે, પૈસા કમાવવા સહેલા નથી. પૈસાનું મૂલ્ય સમજવું જોઈએ. મહેનતની કમાઈ ખોટી રીતે વેડફી દેવાય નહિ.”

સ્વાતિબિંદુ :

પરિશ્રમની કમાણી જ સાચી કમાણી ગણાય.

મહેનત વગર મળે તેનું મૂલ્ય ન હોય!

બિનજરૂરી ખર્ચ માણસને દુઃખી કરે છે.

સ્વાવલંબી બની, આપકમાઈ કરનાર દુઃખી થતો નથી.

પરિશ્રમ જ માનવીને આબાદ બનાવે છે.

(સફળતાના સ્વાતિબિંદુ માંથી)