જે વસ્તુમાં સર્જનાત્મકતાનો ઉપયોગ થાય છે, તે વસ્તુ આપોઆપ અન્ય વસ્તુઓથી અલગ થઈ જાય છે. આર્કિટેક્ટના ‘ક્રિએટિવ વિચાર’ કોઈપણ ઈમારતને આકર્ષક અને અનોખી બનાવી શકે છે. આ દુનિયામાં ઘણી એવી પ્રખ્યાત ઇમારતો છે, જે ક્રિએટિવ વિચારસરણી અને ઉત્કૃષ્ટ સ્થાપત્યનો જીવંત પુરાવો છે. પણ ક્યારેક અમુક ઈમારતો જોઈને એવું લાગે છે કે ઉતાવળમાં કાંઈ પણ બનાવી દીધું છે.
તો આવો, આ ક્રમમાં અમે તમને ક્રિએટિવ આર્કિટેક્ચરના કેટલાક અદ્ભુત અને કેટલાક રમુજી ઉદાહરણો બતાવીએ. આ 19 ફોટામાં તમને ક્રિએટિવ આર્કિટેક્ચરના અદ્ભુત ઉદાહરણની સાથે વિચિત્ર આર્કિટેક્ચરના ઉદાહરણના ફોટા પણ જોવા મળશે.

(1) પ્રાગમાં બનાવેલી ડાન્સિંગ હાઉસની આકર્ષક ઇમારત.
(2) ચીનમાં આવેલ પિયાનો હાઉસ, જેને પિયાનો અને ગિટારની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
(3) ઑસ્ટ્રિયામાં આવેલ આર્ટ મ્યુઝિયમ જેનું નામ કુન્થસ ગ્રાઝ (Kunsthaus Graz) છે.
(4) દુબઈનું પ્રખ્યાત મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર એ આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે.
(5) ક્રિએટિવિટીના નામ પર આ કેવું ઘર કેવી રીતે બનાવાયું છે?
(6) સિડનીમાં આવેલ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીની આકર્ષક ઇમારત.
(7) સ્પેનમાં કાસા ડેલ એકેન્ટિલાડો (Casa Del Acantilado) નામની ઇમારત.
(8) આ ખાનગી એપાર્ટમેન્ટ દરેકને પોતાની તરફ આકર્ષે છે.
(9) આ ક્રેઝી હાઉસ હોટેલ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
(10) કિંગ પાવર મહાનાખોન (King Power Mahanakhon) આ બેંગકોકની સૌથી ઊંચી ઇમારતોમાંથી એક છે.
(11) એમ્સ્ટરડેમમાં આવેલી વૈલી બિલ્ડીંગ આર્કિટેક્ચરનો શ્રેષ્ઠ નમૂનો છે.
(12) આ ઈમારતને સતત જોવાથી તમને ચક્કર આવી શકે છે.
(13) આ લોકો કોણ છે, ક્યાંથી આવે છે, જે આવી ડિઝાઇન કરે છે?
(14) ટ્રી હાઉસ તો બનાવ્યું પણ સીડી બનાવવાનું ભૂલી ગયા.
(15) મશરૂમ હાઉસ બનાવવાના ચક્કરમાં આ શું બનાવી દીધું?
(16) બેંગકોકમાં આવેલ Pavilion Of The Enlightened નો ટોપ વ્યુ.
(17) શું આ નાટક માટે થિયેટર છે?
(18) આ બિલ્ડીંગ જોઈને એવું લાગે છે કે, આર્કિટેક્ટને પૂરા પૈસા આપવામાં આવ્યા ન હતા, તેથી તેણે કામ અડધું છોડી દીધું.
(19) પનામા શહેરમાં આવેલ F&F ટાવર જે નીચેથી ઉપર સુધી 180 ડિગ્રી ફરે છે
દુનિયાના વિવિધ ખૂણામાંથી લીધેલ ઈમારતોના ફોટા તમને કેવા લાગ્યા, અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહિ.