ઉકેલાયો સૌથી મોટો પ્રશ્ન ! છેવટે કેમ એક છોકરો અને છોકરી ક્યારે મિત્ર નથી બની શકતા?

0
566

ફિલ્મોનો એક ઘણો જ જાણીતો સંવાદ છે. એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહિ હો સકતે, આમ તો આ વાત માત્ર ફિલ્મ સુધી જ સીમિત નથી. સામાન્ય જીવનમાં પણ યંગસ્ટર સંવાદનો ઢગલા બંધ ઉપયોગ કરે છે. સાચું કહું તો હિન્દી સિનેમાની રોમાન્ટિક ફિલ્મો આ સંવાદથી આમ તેમ ફરતી જોવા મળે છે. આમ તો આજે પણ એવા ઘણા લોકો છે. જે આ સંવાદને માત્ર ફિલ્મી સંવાદ જ માને છે, લોકો તેને વાસ્તવિક જીવનમાં સાચું નથી માનતા.

શું એક છોકરો અને એક છોકરી સારા મિત્ર નથી બની શકતા? :

પરંતુ તમને એ જાણીને નવાઈ થશે કે એક રીસર્સમાં આ વાત નો દાવો કરવામાં આવ્યો છે કે હકીકતમાં એક છોકરો અને એક છોકરી ક્યારે પણ મિત્ર નથી બની શકતા. જો તમે હજુ પણ વિશ્વાસ નથી કરી રહ્યા, તો તેની શોધ ઉપર જરા ધ્યાન આપો.

ખાસ કરીને છેલ્લા દિવસોમાં અમેરિકાની યુનીવર્સીટી ઓફ વિસ્કાસીનમાં આ વિષય ઉપર એક મોટી શોધ કરવામાં આવી, જેમાં એવા ઘણા ચોંકાવનારા સત્ય સામે આવ્યા.

શું કહે છે આ શોધ? :

માહિતી મુજબ આ શોધ માટે લગભગ ૮૮ મિત્રોની જોડીને બોલાવવામાં આવ્યા હતા. તમામ જોડીઓમાં એક છોકરો અને એક છોકરી જોડાયેલા હતા. આ જોડીઓમાં તેમના મિત્રોથી અલગ જઈને એકાંતમાં થોડા સવાલ જવાબ કરવામાં આવ્યા. આ સવાલોમાં મોટા ભાગે તેમના મિત્ર પ્રત્યે તેમના પ્રેમની લાગણીઓને ખાસ કરીને જોડવામાં આવી હતી.

પુરુષોના વિચારો મહિલાઓથી જુદા હોય છે :

આ શોધમાં એ વાત સામે આવી કે મોટા ભાગની છોકરીઓ પોતાના પુરુષ મિત્ર તરફ મિત્રની લાગણી રાખે છે. તે હંમેશા પોતાના પુરુષ મિત્રમાં એક સારા મિત્રને શોધે છે. આ શોધમાં એ પણ જાણવા મળ્યું કે છોકરીઓ પોતાના મિત્ર પ્રત્યે પ્રેમની લાગણીથી વધુ મિત્રતાની ભાવનાને પ્રાથમિકતા આપે છે.

મહિલાઓ મિત્રતાને તો પુરુષો પ્રેમને પ્રાથમિકતા આપે છે :

આમ તો આ શોધમાં પુરુષોના વિચાર મહિલાઓના વિચારથી ઘણા જુદા હોય છે. છોકરીઓ સંબંધો વિષે જેવું વિચારે છે, પુરુષ એવું ક્યારેય નથી વિચારતા. મોટાભાગના પુરુષો એ પોતાની મહિલા મિત્ર પ્રત્યે પ્રેમની લાગણી રજુ કરી છે. સાથે જ મોટાભાગના પુરુષોનું એવું માનવું છે કે તે પોતાની મહિલા મિત્રમાં એક પ્રેમિકાની શોધ કરે છે.

છોકરા છોકરીમાં મિત્રતા ઓછી અને પ્રેમની લાગણી વધુ હોય છે :

છેવટે આ શોધમાં એ જોવામાં આવ્યું કે પુરુષોના વિચાર મિત્રતાની લાગણીથી ઉલટું પ્રેમની લાગણીમાં આમ તેમ ફરે છે. આમ તો આ બાબતમાં મહિલાઓ સંયમિત જોવા મળી. પણ આ શોધ દ્વારા એક વાત જરૂર સ્પષ્ટ થાય છે કે પુરુષો અને મહિલાઓના વિચાર પોતાના વિરુદ્ધ લિંગ વાળા મિત્ર માટે એકદમથી અલગ અલગ હોય છે. એટલા માટે આ શોધે એક વખત ફરી સાબિત કરી દીધું છે કે એક છોકરો અને એક છોકરી ક્યારે પણ મિત્ર નથી બની શકતા. આમ તો તેનાથી વધુ બીજું કાંઈ તો હોઈ જ નથી શકતું.