જાણો ક્યારે છે સીતા નવમી, સાથે જ જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ.

0
458

સીતા નવમી પર પરણેલી મહિલાઓ પતિ માટે રાખે છે વ્રત, માતા સીતા અને શ્રી રામની આ રીતે કરે છે પૂજા.

હિન્દુ ધર્મમાં ઉપવાસ અને તહેવારોનું વિશેષ મહત્વ છે. વૈશાખ સુદ પક્ષની નોમના રોજ સીતા નવમી વ્રત રાખવામાં આવે છે. આ વખતે આ વ્રત 10 મે 2022 મંગળવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે મહિલાઓ માતા સીતા અને ભગવાન રામની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, માતા સીતા વૈશાખ સુદ પક્ષની નોમે પ્રગટ થયા હતા. જાણો સીતા નવમીના વ્રતની વિધિ શું છે.

સીતા નવમીનું શુભ મુહૂર્ત :

પંચાંગ પ્રમાણે વૈશાખ સુદ પક્ષની નોમના રોજ સીતા નવમી વ્રત રાખવામાં આવશે. આ વખતે સીતા નવમીનું વ્રત 10 મે ના રોજ રાખવામાં આવશે. જો કે નોમ તિથિ 9 મેના રોજ સાંજે 6:32 વાગ્યાથી શરૂ થઈ રહી છે. જ્યારે નોમ તિથિ 10 મે ના રોજ સાંજે 7:24 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિ પ્રમાણે 10 મે ના રોજ સીતા નવમીનો ઉપવાસ અને પૂજા કરવામાં આવશે.

સીતા નવમીની પૂજા કેવી રીતે કરવી?

માન્યતાઓ પ્રમાણે, સીતા નવમીના દિવસે, દેવી સીતાને શણગારવામાં આવે છે અને તેમને સુહાગની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. પૂજા માટે સૌથી પહેલા ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. આ પછી ચોખા, ફૂલ, કંકુ અને ધૂપ વગેરેથી દેવી સીતાની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ લાલ ચંદનની માળાથી ‘ૐ શ્રીસિતાયે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરો. આ સિવાય ભગવાન શ્રી રામની પૂજા લાલ કે પીળા ફૂલોથી કરવામાં આવે છે.

સીતા નવમીનું મહત્વ :

માં સીતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે સીતા નવમીના દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત અને પૂજા કરે છે. ધાર્મિક માન્યતા છે કે સીતા નવમીના ઉપવાસ અને પૂજા કરવાથી તીર્થયાત્રા અને દાન કરતાં વધુ ફળ મળે છે.

આ માહિતી એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.