મજેદાર જોક્સ : છગન : સર, હું તમારી દીકરીને 20 વર્ષથી પ્રેમ કરું છું. છોકરીના પિતા : તો હવે તારે શું જોઈએ છે

0
8100

જોક્સ :

આજે એક મિત્ર દૂરથી મને મળવા માટે આવ્યો હતો.

તે વારંવાર કહી રહ્યો હતો, હું 100 રૂપિયાનું પેટ્રોલ બળાવીને આવ્યો છું.

પછી મેં એને 2-4 લીંબુનું લીંબુ શરબત બનાવીને પીવડાવ્યું ત્યારે જઈને તે શાંત થયો.

જોક્સ :

છગન : સર, હું તમારી દીકરીને 20 વર્ષથી પ્રેમ કરું છું.

છોકરીના પિતા : તો હવે તારે શું જોઈએ છે?

છગન : હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું.

છોકરીના પિતા : હે ભગવાન તારો આભાર, મને તો એમ લાગ્યું કે આને પેન્શન જોઈએ છે.

જોક્સ :

સુહાગરાત પર પપ્પુએ પત્નીનો ઘૂંઘટ ઉઠાવીને રોમેન્ટિક થઈને કહ્યું,

પપ્પુ : તારી આંખમાં મને આખું શહેર દેખાય છે.

પત્ની : તો જરા જુઓને કે નિશાલ ચોકડી પાસે મારો બોયફ્રેન્ડ મારી રાહ જોઈને ઊભો છે કે નહિ.

પપ્પુ બેભાન.

જોક્સ :

માસ્ટર : કવિતા અને નિબંધમાં શું ફરક હોય છે?

રમેશ : સર, ગર્લફ્રેન્ડના મોઢામાંથી નીકળેલો એક એક શબ્દ કવિતા લાગે છે.

અને પત્નીના મોઢામાંથી નીકળેલો એક એક શબ્દ નિબંધ જેવો લાગે છે.

જવાબ સાંભળીને માસ્ટરની આંખમાં આંસુ આવી ગયા.

જોક્સ :

પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો.

આખી સોસાયટી ભેગી થઈ ગઈ.

પતિએ એકદમ જોરથી કહ્યું : જા જા તારા જેવી તો 50 મળશે.

પત્નીએ હસીને કહ્યું : હજુ પણ મારા જેવી જ જોઈએ છે?

જોક્સ :

બકાની મમ્મી : અરે સાંભળો છો પાડોશી રીમાના ગણિતમાં 100 માંથી 99 માર્ક્સ આવ્યા છે.

બકાના પપ્પા : અરે વાહ, તો 1 માર્ક ક્યાં ગયો?

બકાની મમ્મી : એ આપણો લાલ લઈને લાવ્યો છે.

પછી બકાના પપ્પાએ બકાનો બરડો લાલ કર્યો.

જોક્સ :

રમેશ : ડોક્ટર સાહેબ, મારી પત્નીને મચ્છરિયા થઈ ગયો છે.

ડોક્ટર : મચ્છરિયા નહીં, મેલેરિયા કહેવાય.

રમેશ : ના ના સાહેબ, એ ઊંઘમાંય મચ્છરની જેમ ગણગણાટ કરતી રહે છે.

જોક્સ :

પપ્પુ : “તમસો મા જ્યોતિર્ગમય” નો અર્થ શું થાય છે.

ટપ્પુ : “તમે સૂઈ જાઓ માતા, હું જ્યોતિના ઘરે જાઉં છું.”

જોક્સ :

રમેશ : સાહેબ ખૂબ વરસાદ પડી રહ્યો છે, હું આજે ઓફિસે નહિ આવું તો ચાલશે?

બોસ : એક વખત વિચારી લે તારે આખો દિવસ કોની પાસે પોતાનું અપમાન કરાવવું છે… મારી પાસે કે તારી પત્ની પાસે?

રમેશ : ઠીક છે સર… હું આવું છું.

જોક્સ :

દર્દી : ડોક્ટર, તમને ખાતરી છેને કે મને મેલેરિયા જ થયો છે?

ડોક્ટર : તમે આવું કેમ પૂછો છો?

દર્દી : હકીકતમાં, મેં છાપામાં વાંચ્યું હતું કે, ડોકટરો એક ભાઈના મેલેરિયાની સારવાર કરતા હતા.

પણ આખરે તેનું મ-રૂ-ત્યુ થયું ત્યારે જાણવા મળ્યું કે તેને ટાઈફોઈડ હતો.

ડોક્ટર : તમે ચિંતા કરશો નહીં. અમારી હોસ્પિટલમાં આવું ક્યારેય નહીં બને.

જો અમે કોઈની મેલેરિયાની સારવાર કરીએ છીએ, તો તે મેલેરિયાથી જ મ-રૂ-ત્યુ-પા-મે છે.

જોક્સ :

આજે પણ આપણા દેશમાં

‘તું પ્યાર હૈ કિસી ઔર કા,

તુજે ચાહતા કોઈ ઔર હૈ…’

આ ગીત સાંભળીને 10 માંથી 8 છોકરા ઈમોશનલ થઈ જાય છે.

જોક્સને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.