આર્થિક તંગીથી પરેશાન છો કે પરીક્ષા-ઇન્ટરવ્યુમાં સફળતા નથી મળતી તો સિંદૂરના આ ટોટકા અજમાવી જુઓ.
હિંદુ ધર્મમાં સિંદૂરનું ખૂબ મહત્વ છે. પરિણીત મહિલાઓ આનાથી માંગ ભરે છે. પૂજા-પાઠમાં પણ સિંદૂરનો ઉપયોગ પ્રાથમિકતાથી કરવામાં આવે છે. સિંદૂર લાલ રંગનું પણ હોય છે અને તે કેસરી રંગનું પણ હોય છે. હનુમાનજીને કેસરી રંગનું સિંદૂર ચઢાવવામાં આવે છે. ટોટકા અને તંત્ર-મંત્રમાં સિંદૂરનો ઉપયોગ મુખ્ય રૂપથી થાય છે. એવું માનવામાં આવે છે કે આ ટોટકા અને ઉપાયોથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પુરી થાય છે. આવો જાણીએ સિંદૂરના એવા જ કેટલાક અસરકારક ટોટકા.
સિંદૂરના અસરકારક ટોટકા :
સંકટ દૂર કરવાના ઉપાય : જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા અને આવનારી મુશ્કેલીઓથી બચાવવા માટે 5 મંગળવાર અને 5 શનિવારે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરો. ગોળ અને ચણાનો પ્રસાદ પણ વહેંચો.
વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાય : જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો દરરોજ સવારે દરવાજા પર સિંદૂર લગાવો. એમ કરવાથી નકારાત્મકતા પણ ખતમ થશે અને માં લક્ષ્મીની કૃપાથી ધન પણ આવશે. આ સાથે ઘરના મુખ્ય દ્વાર પર સિંદૂર લગાવેલી ગણેશની મૂર્તિ રાખો. તેનાથી ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

નામ અને ધન મેળવવા માટે ઉપાય : નાગરવેલના એક પાનમાં થોડી ફટકડી અને સિંદૂર બાંધીને બુધવારે સવારે કે સાંજે પીપળના ઝાડ નીચે કોઈ મોટા પથ્થરથી નીચે દબાવી દો. એ પછી પાછું વળીને જોવું નહીં. 3 બુધવાર સુધી આમ કરવાથી ધનનો પ્રવાહ પણ જલ્દી વધશે અને તમને પ્રતિષ્ઠા પણ મળશે.
આર્થિક તંગીથી છુટકારો મેળવવાનો ઉપાય : આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે એક નારિયેળ પર સિંદૂર લગાવો અને તેને લાલ કપડામાં બાંધીને તેની પૂજા કરો. ત્યારપછી ધનની દેવી માં લક્ષ્મીની પ્રાર્થના કરીને તેને તિજોરીમાં અથવા ધન રાખવાની જગ્યાએ મુકો. થોડા દિવસોમાં પૈસાની તંગી દૂર થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે.
પરીક્ષા-ઇન્ટરવ્યુમાં સફળતા મેળવવાનો ઉપાય : જો તમે કોઈપણ પરીક્ષા કે ઈન્ટરવ્યુમાં સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો શુક્લ પક્ષના પુષ્ય યોગમાં ભગવાન ગણેશના મંદિરમાં જઈને સિંદૂરનું દાન કરો. તેનાથી આત્મવિશ્વાસ વધશે અને તમને સફળતા મળશે.
ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.